________________
- ૧૦૯ એનાથી થતી હાનિએ. પુરૂષાર્થ હીનતા. શાસ્ત્રોમાં કહેલા જ્ઞાન, કર્મો ને યજ્ઞ યાગાદિ તરફ અરૂચીનું મૂલ કારણ એજ છે, કારણ વહેમ એ પાકે બન્યો છે કે એનાથી જ જ્ઞાન ને પ્રભુ પ્રાપ્તિ બને છે. પરિણામે અજ્ઞાનતા વધે છે, ને અજ્ઞાને ઉલટા ખાડામાં પડે છે. બાકી પરમાત્માનું જ્ઞાન ભાગ્યે જ થાય. વિદ્યાની એટલીજ દુર્દશા થઈ. શાસ્ત્ર ચિંતન અને મનન અટકયાં. ધર્મ, વિજ્ઞાન, ને કલા નષ્ટ થયાં. અંધશ્રદ્ધા ને જડતા વધી. દ્રવ્યને દુરૂપયોગજ કેવળ વ. ને એ પ્રવૃતિમાં દિવસને બહુ કાલ જતાં સમયને દુરૂપયોગ થય. જ્યારે ઉન્નતિ માટે પુરૂષાર્થની અતિ જરૂર છે. નીતિને સ્થાને અનીતિ વધી. એ પૂજા સ્થાને જોનારને સહજ જણાઈ આવશે. સ્વાથી, લોભી, લાલચુ, આળસુ, દંભી, એવાઓ અજ્ઞાનતાને લાભ મેળવી મોજ, વિલાસ, ને વૈભવ ભોગવતા થયા. ને ખરા પરસેવા ને શ્રમથી પ્રાપ્ત કરેલા ધનનું કુપાત્રે દાન થાય છે વિગેરે દેશહિતને બાધકજ એ પૂળ છે. આ બાબતમાં માત્ર સંસ્કારી ને સુજ્ઞજને શાંતિથી વિચારશે એવી આશા રાખીએ છીએ.
પ્રકરણ ૮ મું.
પુષ્ટિ માર્ગમાં યાત્રા. મનુષ્યને આજુબાજુના સ્થળ, સંસ્કાર, વાતાવરણની અસરો થયા વગર રહેતી નથી, અને તે મનુષ્ય જીવનના ચરિત્રપર, જીવનના આચાર વિચાર ઘડવામાં બહુ અસર કરે છે. યાત્રા, મુસાફરી કે પ્રવાસ કરવાથી વિવિધ દેશોના રત, રિવાજ, આચાર, વિચાર, ધંધા, ઉગ વગેરે સવ પ્રવૃત્તિઓનું જ્ઞાન થાય છે, અને તેથી તેની ઉપયોગિતા અધિક છે. પ્રાચીન કાળમાં આ હેતુ લક્ષમાં