________________
૫૯
ખાઈ જવાની વાત લખી છે જે કેવળ વિચીત્ર મુખતાભરેલી હાસ્યજનક છે. વળી લખે છે કે શ્રીજી હાથી જોડેલા રથમાં બેસી રોજ રાતના નાથદ્વારથી વ્રજમાં રમણ કરવા જાય છે. હેના બળદ પણ તૈયારજ રાખેલા છે. વળી ખરા બળદની સાથે એક પથ્થરનો હાથી પણ રાખે છે. તે સજીવન થઈ વ્રજમાં શ્રીજીની સવારીમાં જાય છે. પણ સાથે લખે છે કે શ્રીજીના રથની કેાઈ માણસ રાત્રે પરીક્ષા કરવા જાય, અથવા રમણ રેતીમાં શ્રીજીના દર્શન કરવા • જાય તે આંધળો થઈ જાય. એટલે અંધ શ્રદ્ધાળુ કોઈ ખરા ખોટા નો નિર્ણયજ ન કરે. આ તે કેવી શ્રદ્ધા? આ તે કેવા પ્રકારને ઊપદેશ કે મનુષ્યની મનોવૃત્તિને પણ માત્ર બેડી બંધને જકડી લે ને કેવળ સ્વાર્થ ખાતર બુદ્ધિહીન બનાવે. આ માનસિક ગુલામગિરી આજનો જમાનો કેમ સાંખે ? અમે ધર્માનુરાગી સત્યાન્વેષી સજીને તેમજ જે કોઈ કેળવાયેલા, સંસ્કારી, ને બુદ્ધિની સુઘડતા ધરાવતા હેય હેમને જણાવીએ છીએ કે “પ્રાગટયની વાર્તા” ઈત્યાદિ પુસ્તકો જોવાં, સત્યાસત્યને સૃષ્ટિક્રમાનુસાર વિચાર કરવો, ને વિચારવું કે આજના જમાનામાં આવાં અસંબધ અસત્ય કથનો ક્ષણવાર પણ નભશે વારૂ ? ઉચ્ચ કેળવણી લીધાનું જહેમને અભિમાન છે તેઓ શું આવી હકીકત સ્વીકારશે ? એ સંપ્રદાયમાં જેઓ તેવા હોય તેઓ આ હકીકતે સંબધી સત્યાસત્યનો વિવેક કરવાની જરૂર નથી? શું આવા પુસ્તક પ્રતિષ્ઠિત ગણાશે? અમે તો કહીએ છીએ આવી હકીકતોમાં ધર્મ નથી, ધર્મનું રહસ્ય નથી, મોક્ષ નથી. વૈકુંઠ નથી, સુખ નથી, કલ્યાણ નથી, જ્ઞાનનું પ્રચારણ નથી પણ વહેમ, અંધ શ્રદ્ધા, જડતા, અજ્ઞાનતાનું પ્રતારણ છે, અને એટલે અંશે એનું પ્રસારણ તેટલે અંશે સંસારનું અહિત.