________________
૧૦૮ નામ છે. આ પાઠ કર્યાનું અત્યંત પૂણ્ય ગણવામાં આવ્યું છે. જે સેવકોમાં પરંપરાથી ઉપવિતનો ચાલ પડી ગયેલ છે હેને કોઈક વખત મહારાજ ઉપવિત પણ આપે છે, અને કઈ વખત તે મહારાજની વહુ અને છોકરી પણ આપે છે. કચ્છ માંડવીમાં છોટાજી મહારાજની વિધવા સ્ત્રી ઘણાં કાળ સુધી તેમ કરતી હતી. માત્ર રૂપા નાણું કે સુનાની ભેટ લઈ જનોઈ ગળામાં નાંખી દે. વેદ યજ્ઞવિધિપૂર્ણ સંસ્કારને ઠેકાણે આ ધંધાની દુકાનદારી નહીંતર બીજુ શું ? આ શિવાય સમર્પણ મંત્રની ક્રિયાને અંગે જે જે દુરાચારો આ માર્ગમાં પ્રવર્તે છે તે એટલા તો અનિષ્ટ છે કે લખતાં પણ કમ્પ થાય છે. ભોળા, અજ્ઞાન કે સ્વાર્થ સેવકે કલમે ન કહ્યું જાય એવા પ્રકારનું મહારાજનું દૂતી કર્મ કરતાં પણ અચકાતા નથી. આવી સત્ય વાત લખતાં અમને સંકોચ થાય છે, પણ ધર્મને નામે કેટલો અધર્મ આ સંપ્રદાયમાં પ્રવર્તે છે હેને કાંઇક ઈતિહાસ સભ્યતાને ભોગે પણ સત્યતાને ખાતર આપવોજ પડે છે. પરિણામમાં ભકિતમાર્ગના આવા પ્રચારણથી ભક્તને સ્વર્ગગામી ઉર્ધ્વગતિને સ્થાને નક કુંડની પ્રાપ્તિ થતી હશે. * એ માર્ગમાં સ્ત્રીઓને અપાતે ઉપદેશ
તથા
તેઓ કેમ વતે છે તે વિષે.
ઉપરના પ્રકરણમાં આપણે જે વિવેચન કરી ગયા તે બહુધા પુરૂષોના સંબંધમાં છે પણ એ સંપ્રદાયમાં સ્ત્રીઓને જે ઉપદેશ આપવામાં આવે છે તેમાં અમૃતનું પાન કરાવવામાં આવે છે કે વિષનું દાન દેવામાં આવે છે તે હવે જોઈશું. ન્હાની બાળાએને બાળવયમાં છોકરાઓની માફક નામ આપવામાં આવે છે.
* હાલનાં આ કાળમાં આ ઘટી જઈ લગભગ નષ્ટ થયું છે, પરંતુ ૫૦ વર્ષપર લેખકે લખ્યું ત્યારે હેને તેમ લખવાને મજબૂત કારણે હતાં. સંશોધક