Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 158
________________ ૧૫૪ ત્માની ભક્તિ, પ્રાર્થનાને ઠેકાણે જે પ્રકારની ભક્તિ ઉપદેશવામાં આવી છે હેનું વિવેચન પણ કરી ગયા. પ્રાચીન આય શાસ્ત્રોમાં મનુષ્યના ઐહિક આમુમિક સુખશ્રેયના હેતુથી સોળ સંસ્કારનું વિધાન કરવામાં આવેલું છે, એ સર્વને લોપ કરી કેવા પ્રકારના સંસ્કાર કરવામાં આવે છે, તે પણું આપણે જોઈ ગયા. પ્રાચીન આવતમાં ઉચ્ચ સ્ત્રીઓની સ્થિતિ સંસ્કારી હતી, ગાળી, મૈત્રેયી વિગેરેના દૃષ્ટાંતો અતિ પ્રસિદ્ધ છે. ત્રીજ સર્વ પ્રકારની ઉન્નતિના પ્રથમ પાયારૂપ છે, છતાં હેને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે, હેને કયે માર્ગે ટેવવામાં આવે છે, અને જીવન અને જાતિને સર્વસ્વથી ભ્રષ્ટ કરી હેમની અને તેમ કરતાં સકલ સમાજની શી રીતે પાયમાલી કરવામાં આવે છે તે પણ જોઈ ગયા. વધુ વિસ્તારની જરૂર નથી છતાં વિચાર કરતાં જણાશે કે મનુષ્ય માત્રમાં કોઈને કોઈ રીતની ધર્મ ભાવના રહેલી હોય છે. તે વિના જીવનજ કહે કે આ સંસારમાં અશક્યવત થઈ પડે છે. પણ આ ધર્મનો અર્થ કરવામાં ફેર પડે છે. આસ્તિક છે કે નાસ્તિક હે, શ્રધ્ધાળુ છે કે અશ્રધ્ધાળુ હે પ્રત્યેકને અમુક પ્રકારનું વલણ હોય છે. આ પ્રશ્નની ચર્ચા અત્રે અસ્થાને છે પણ એટલું તે સવ કે સ્વીકારી શકે એમ છે કે સૃષ્ટિના અનાદિ ચક્રના નિયમને અનુસરે તે ધમ સર્વ સમંત હોઈ શકે છે. મનુષ્યોની બુધ્ધિ પરિમીત છે, ને હેનાથી મોટી કોઈ અચિંત્ય શકિત છે, કોઈ મેટે નિયામક છે, કોઈ આ જડ જગતને ભ્રષ્ટા છે. ને તે પૂજવા યોગ્ય છે આ ભાવના સર્વ આસ્તિક ધર્મોમાં રહેલી છે. જે ફેર છે તે તેના પૂજન ને વિધિમાં છે અને તે કાળે કાળે બદલાતાં ગયાં છે. વેદ એ આર્યોનું સૈાથી પ્રાચીનમાં પ્રાચીન પુસ્તક છે. “ વિ વર્ષ પૂરમ” વેદ, સર્વ ધર્મનું મૂલ છે. આર્યાવર્તમાં અનેક મતમતાંતરો પ્રચલિત છે છતાં વેદ, વેદાંત ને દર્શન શાસ્ત્રો ઉચ્ચ કોટિના ગણાય છે. “રાત્રે ધર્મ નિયમ: અનુસાર સર્વ શાસ્ત્રમાં આ ધર્મોને નિયમ દર્શાવેલા છે. ઐહિક અને આમુમિકા

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168