________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિ
ખ્યાતિ તો તેમના બુદ્ધિવૈભવથી થવા પામી હતી. “અભયકુમારની બુદ્ધિ હે” એ રીતે એકેએક જૈન વેપારી શારદાપૂજનના શુભ ટાંકણે તેમના ચેપડામાં નોંધ કરી કૃતકૃત્યતા અનુભવે છે. તે અભયકુમારની બુદ્ધિ તે આત્મલક્ષી હતી અને તેને પરિણામે તેની ચારિત્ર્યપ્રતિભા ખીલી ઊઠી હતી. તેમનું ચારિત્ર્યબળ કેવું હતું તે આપણે સુલકુમારના જીવનપ્રસંગથી જાણી શકીએ છીએ. સુલકુમાર જે કાળસુરીઆ કસાઈને પુત્ર હતો તેને અભયકુમાર સાથે મિત્રતા હતી. પરિણામે સંગને રંગ સુલકુમારને સચેટપણે લાગી જવા પામ્યો હતો-એટલે કે સુલસ-કસાઈના જીવનમાં અજબ પલટ થઈ ગયો હતે. એ વાત પણ બીજાં વ્યાખ્યામાં કહેવાઈ ગઈ છે.
એ જ પ્રમાણે રામાયણની પેલી મહા તપસ્વિની શબરીબાઈનું દષ્ટાંત પણ સમજવા જેવું છે. આપણામાં કહેવત છે કે, જે છૂટેલા હોય તે જ છોડાવી શકે. તેમાંયે મા-બાપના સંસ્કારને પલટવાનું કાર્ય તે અત્યંત કઠિન હોય છે. પૂર્વજન્મનું કોઈ સાચું સંસ્કારબીજ હોય તો જ થોડુંશું નિમિત્ત મળી જતાં તે પોતાનાં શરીર તેમ જ મન ઉપર તેમ જ એ દ્વારા આખા સમાજમાં પરિવર્તનનો રંગ દાખવી શકે છે. એ રંગ રામની ભકિતમાં મગ્ન રહેનારી શબરીના જીવનમાંથી સ્પષ્ટપણે મળી રહે છે.
શબરી આમ તે એક સ્ત્રી જાત હતી, ભીલોના રાજાની પુત્રી હતી, તદ્દન અભણ હતી. પરંતુ માતંગઋષિ અને ઋષિપતનીના સહવાસને પરિણામે તે તપસ્વિની બની જવા પામી હતી. જે કામ ખુદ ભગવાન રામ ન કરી શક્યા તે કાર્ય શબરી દ્વારા પાર પડયું હતું.
એ ભીલકુમારીને તાલીમ આપવા સારુ ભીલ રાજાએ માતંગ ઋષિના આશ્રમમાં મૂકી હતી. ત્યાં તેને પુત્રીની પેઠે અપનાવી લેવામાં આવી હતી. છેક પુરાણ કાળની વાત કયાં કહું? મહાત્મા ગાંધીજીએ હરિજન કુટુંબ પાસે માગણી કરીને એક હરિજન કન્યાને સત્યાગ્રહ આશ્રમમાં રખાવી હતી. એ તે યાદ છે ને ? આપણો જમાનો પૂર્વ અને પશ્ચિમના સંસ્કારોના સંક્રાન્તિકાળને હતો છતાં પણ ગાંધીજીને તથા તેમના આશ્રમને એ કૃત્ય માટે ભારે કિંમત ચૂકવવી પડી હતી એ તમે ક્યાં નથી જાણતા ? તે પછી માતંગઋષિના જમાનામાં તે એ ભીલપુત્રીને અન્ય ત્રષિપુત્રોની સાથે રાખવાથી કેટલો મોટો ઉહાપોહ થયો હશે તે વિચારી લેજે. સાચી વાત જ એ છે કે રોજિંદા જીવનમાં જેને કંઈ નવું-ભલે પછી તે ગમે તેવું સાચું તેમ જ કરવા ગ્ય હોય તો પણ – પ્રસ્થાન કરવાનું હોય છે તેને ઘણું ઘણું સહન કરવું પડે છે. મહાવીર ભગવાનની કે રામની વાત વાંચે એટલે એ વસ્તુ સમજાશે.
અર્વાચીન યુગમાં ગાંધીજીને માથે કંઈ ઓછું નહોતું વિત્યું! એ જ રીતે માતંગ ઋષિને પ્રભુ કરતાં પણ વધુ ઊંચું પદ આપીને બિરદાવનારા ચેલાઓ, ખાનગીમાં ગુરુના સદાચાર પર પણ ટીકા કરવા લાગી ગયા હતા, બલકે આક્ષેપ કરતા પણ થઈ ગયા હતા.
તમે સહુ તો જાણે જ છે કે કપાય, છેવાય અને અગ્નિકસોટીએ ચઢાવાય ત્યારે જ તેનું વિશેષપણે ચળકી ઊઠે છે. એ એના કરતાં પારસમણિ વધી જાય છે. અને પારસ કરતાં ચારિત્ર્યના પારસનું તો પૂછવું જ શું? એની કસોટી સૌથી વિશેષ પ્રમાણમાં થવા પામે તેમાં નવાઈ જેવું કંઈ નથી. માતંગષિને મન તે એ સઘળું સહજ હતું, પણ તે સઘળું એક ભીલડી માટે કેટલું કઠણ કહેવાય? છતાં તે શબરી એ કસોટીમાંથી પાર ઊતરવામાં સફળ થઈ,
જેમ જેમ એની કસોટી આગળ વધતી ગઈ, તેમ તેમ ચંદન વૃક્ષની પેઠે તેનું જીવન વધુ ને વધુ સુવાસિત બનતું ગયું. પરંતુ એ શબરીની સાચી કસોટી તે તેનાં લગ્ન લેવાયાં તે સમયે થવા પામી હતી. અને ધ્યાનમાં રહે કે એ કસોટી કંઈ નાનીસૂની ન હતી, કારણ કે તેનું ઘડતર એવા પ્રકારે થવા પામ્યું હતું કે તેણે તે આશ્રમજીવનને જ સર્વસ્વ માની લીધું હતું.
એ કપરી કસોટીને ખ્યાલ આપવા માટે શબરીની દિનચર્યા પર એક ઊડતી નજર ફેકી લેવી પડશે. તે હમેશાં બ્રાહ્મમુહર્તમાં ઊઠતી અને આશ્રમની સફાઈનું કામ કરી, ફળિયું અને આખો ય આશ્રમ વાળીઝૂડીને એ તે સ્વચ્છ કરી દેતી કે રખે કોઈના પગમાં કાંકરી સરખી પણ ન ચૂંભી જાય, કે રખે કોઈના પગને ત્યાંથી જતાં આવતાં કોઈ કચરાનો સ્પર્શ પણ ન થઈ જાય. એટલી બધી કાળજી રાખવાની તેણે ટેવ પાડી દીધી હતી. એ પ્રકારની અનોખી સ્વચ્છતાને જાળવી રાખવી
જીવન ઝાંખી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only