________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કરતાં મારે માટે મને શરમ થાય છે કે આટલા વર્ષે પણ હજી અધવચ્ચે જ રહ્યો. સંઘાડાની લપેમાં મારું કાર્ય સાધી ન શકે. મારી ભાવના પાર પાડવામાં કુદરતે સંકેતપૂર્વક વિધ્રો નાખ્યા ! બીજાને ઉપદેશ દેવાને દેવાદેડ કરી એ સમજાય છે. શક્તિ હતી ત્યાં સુધી બહાર રખડપટ્ટી કરી અને હવે શરીર અટકયું ત્યારે સાધના માંડી અને તે પણ વિધ્રો પર વિડ્યો. આ સ્થિતિ મારી છે. આ સાંપ્રદાયિકતા, સંધાડાના વ્યવહારો મને બિલકુલ અર્થ વિનાના લાગે છે. મારી ભાવનાને અનુરૂપ ક્યાંય દેખાતું નથી. સાધના અર્થે સ્થિર ન થવાયું. સમાજમાંના વાતાવરણ, ભાવના, માન્યતાને તે તો જાણે છે. હાલ એ જ.
૩પ
સુરેન્દ્રનગર,
તા. ૪-૧૦-૫૪ ૦ ૦ ૦ તમારું આત્મનિવેદન, ભાવના, રુચિ, અંતરની અભિલાષા એ મારા ખ્યાલમાં છે. શુષ્કતા નથી એ નિજ છે. વસ્તુની ઝંખના છે, અંતરનો પિકાર છે ને હોય. જ્યાં સમાનતા ઉચતા ન હૈ હોય ત્યાં નિવેદ પ્રગટે. એકાંતમાં, ઘરમાં કે નીરવ સ્થાનમાં ગમે ત્યાંથી નૈસર્ગિક આનંદ પ્રગટે તે ત્યાંથી મેળવો અને હૃદયમાં ઊંડા ઉતરાય એટલું ઊતરવું - રમવું. કુદરતના વાતાવરણમાં પદાર્થો, દ, વાણી, ઔષધ, ઉપચાર રહેણી -કહેણી એ બધા અલાદકારક, આનંદજનક, જીવનને વેગ આપનારા હોય છે. બાકી કૃત્રિમ સુંદરમાં સુંદર દેખાતાં પદાર્થો કે ટો, વાણી કે કાંઈ પણ એ ક્ષણિક સંતેષ આપી જીવનને વિકૃત કરનારા હોય છે પણ એ આંખ વિના દેખાય નહિ. દિવ્યચક્ષુવડે જ એ જોવાલાયક છે.
જેમ ભગવાનના દર્શન માટે દેવ આવે છે ત્યારે ગૌતમાદિકને દેવ નાટક બતાવે છે. ત્યારે પિતાનામાંથી અનેક બાળકે, સ્ત્રીઓ, પુરુષે વિવિધ પ્રકારના અસંખ્ય પ્રાણીઓ, પદાર્થો, વરતુઓ બહાર કાઢે છે અને આખું નવું જગત પિતામાંથી ખડું કરે છે. એ બધામાં દેવ પિતે જ એક હોય છે છતાં અસંખ્ય જુદી જુદી જાતનાં, નાના -મોટા, સુંદર - અસુંદર દશ્યો સંક૯પમાત્રથી બનાવે છે અને પાછા પોતાનામાં સમાવી દે છે. એમ મહાસત્તાએ પિતાના અધિષ્ઠાનવડે આખું વિશ્વ, આનંદ અર્થે આનંદરૂપ પૂર્ણમાંથી પૂર્ણરૂપે સજર્યું હોય એમ લાગે છે. એટલે જ્યાં જુઓ ત્યાં એ જ છે. આપણી દ્રષ્ટિનો જે વિકાસ, જેટલે વિકાસ એટલું ને એવું દેખાય છે. પર્યાયરૂપે, કાર્યરૂપે, અનિત્ય છે છતાં નિત્ય દેખાય છે. પૂર્ણ પુરુષ, મહાસત્તા, ચૈતન્યઘન, આનંદસ્વરૂપ પોતે નિત્ય, અખંડ ત્રિકાલ અબાધ્ય છે. પણ તેને જોવાને દિવ્યચક્ષને અભાવ છે. તેથી બીજુ દેખાય છે. એ દિવ્યદૃષ્ટિ, દિવ્યશકિત, દિવ્ય સ્વરૂપ માટે જ પુરુષાર્થ કરવાનો છે. ચીજ સમ્યક વિચાર છે. આ વાત તમારા લક્ષમાં આવેલ છે એટલે જ તમારા લખાણમાં હું એ વાચું છું. મારા કોઈ અનુયાયીમાં આ લક્ષ હ દેખતો નથી. જેમ જેમ અભ્યાસ વધે છે તેમ તેમ સ્થિરતા, એકાગ્રતા, વૈરાગ્ય, ઉપયોગ અને એમાં રસવૃદ્ધિ થાય છે. તમને જ જે તે પ્રતીતિ થશે કે અગાઉ કરતાં તમે વધુ ઠીક છે. ઘેડ પંથ કપાય છે. નિસર્ગમાં આનંદ લેવાના અભ્યાસી થયા છે. જરા દષ્ટિ કરશો તે ખાત્રી થશે કે પાલમપેલ નથી પણ તમારા પગ નક્કર ઉપર છે. આમાં ધૈર્યની અપેક્ષા રહે છે. જેનું અધિષ્ઠાન આનંદઘન હોય ત્યાં દુઃખ, શેક, સંતાપ હોય જ નંહિ. છતાં દેખાય છે એ તદ્દન સત્ય છે. પણ દેખાય છે તેમાં દોષ દષ્ટિને છે. વરતઃ તે જે છે તે જ છે. એ જ .
૬ : ભિક્ષુ
સાયલા,
તા. ૧૩-૧૨-૫૪ ૦ ૦ ૦ તમારો તા. ૧૮ મીને પત્ર મળે. તમારું તાત્વિક લખાણ તમારા હૃદયની પરિસ્થિતિને જણાવે છે. તમને અધિષ્ઠાન મહાસત્તાની શ્રદ્ધા રગેરગમાં ઊતરી ગઈ છે એમાં અદ્વૈતવાદનું સૂચન છે. જે દર્શન આનંદઘનજી,
Jain Education international - સાધના પથે – પત્રોની પગદંડી
For Private & Personal Use Only
- ૨૩૯ www.jainelibrary.org