________________
પૂણ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આચાર્ય હેમચન્ને પિતાના કેશમાં “જ્ઞાતપ્રધાન ધર્મકથાઓ” એ અર્થ કર્યો છે. પં. બેચરદાસજી દેશી.૧ ડો. જગદીશચંદ્ર જૈન, ડે. નેમિચન્દ્ર શાસ્ત્રીનું માનવું છે કે જ્ઞાતપુત્ર મહાવીરની ધર્મકથાઓનું નિરૂપણ હેવાથી આ અંગને ઉપરોક્ત નામથી કહેવાયું હોય એમ લાગે છે.
વેતાંબર સાહિત્યમાં ભગવાન મહાવીરના વંશનું નામ “જ્ઞાત' બતાવવામાં આવ્યું છે અને દિગંબર સાહિત્યમાં નાથ” બતાવ્યું છે. તેથી કેટલાક મૂધન્ય મનીષિઓએ પ્રસ્તુત અગમની સાથે મહાવીરનો સંબંધ જોડવાનો પ્રયાસ કર્યો છે. તેમના અભિમતાનુસાર જ્ઞાતૃધર્મકથા અથવા નાથધર્મકથાથી તાત્પર્ય એ છે કે “ભ. મહાવીરની ધર્મકથા પાશ્ચાત્ય વિચારક બેલૂરનું મન્તવ્ય એમ છે કે જે ગ્રંથમાં જ્ઞાતૃવંશીય મહાવીરની કથાઓ હોય તે “ણાયાધમકહા” છે. પરંતુ સમવાયાંગ તથા નન્દીસૂત્રમાં “જે અંગેનો પરિચય આપવામાં આવ્યો છે તેને આધારે જ્ઞાતૃવંશીય મહાવીરની ધર્મકથા એ અર્થ સંગત બેસતું નથી તે જગ્યાએ સ્પષ્ટ નિરૂપણ છે કે જ્ઞાતાધર્મકથામાં જ્ઞાતો (દષ્ટાન્ત આપવા લાયક વ્યકિત) ના નગર, ઉદ્યાન વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમકે
આ આગમના પ્રથમ અધ્યયનનું નામ “ઉકિખાણુએ” “ઉક્ષિપ્તજ્ઞાત” છે. અહીં જ્ઞાતનો અર્થ દષ્ટાન્ત જ ખરો પ્રતીત થાય છે. એટલે કે આમાં ઉદાહરણપ્રધાન ધર્મકથાઓ વર્ણવી છે. આમાં તેવા વીર અને ધીરે સાધકનું વર્ણન છે કે જે મહાન ઉપસર્ગ ઉપસ્થિત થવા છતાં પણ સાધનાના માર્ગથી ખસ્યા નથી. આ આગમમાં પરિમિત વાચનાઓ, અનુગદ્વાર, વેઢ, છન્દ, લેક, નિરૂકિતઓ, સંગ્રહણીઓ તથા પ્રતિપત્તિઓ સંખ્યાત-સંખ્યાત છે. આના ૨ શ્રત કન્ય છે. પ્રથમ શ્રતધમાં ૧૯ અધ્યયન છે. અને બીજા શ્રતસ્કધમાં ૧૦ વગે છે. બને શ્રતસ્કના ૨૯ ઉદ્દેશનકાળ છે, ૨૯ સમુદેશનકાળ છે, ૫૭૬૦૦૦ પદ , સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર આદિનું વર્ણન છે. આનું વિમાનમાં પદ પરિમાણ ૫૫૦૦ લેક પ્રમાણ છે,
પ્રથમ શ્રતસ્કન્દમાં ઐતિહાસિક અને કપિત અને પ્રકારની કથાઓ છે. મેઘકુમાર વગેરેનું ચરિત્ર ઐતિહાસિક છે અને તુંબ વગેરેની કથાએ કલ્પિત છે. આ કપિત કથાઓને ઉદ્દેશ્ય પણ ભવ્ય જીને પ્રતિબંધ આપવાને છે.
બીજ શ્રતસ્કન્દમાં ૧૦ વર્ગ છે, તેમાં પ્રત્યેક ધર્મકથામાં ૫૦૦૫૦૦ આખ્યાયિકાઓ છે. એક એક આ ખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ ઉપ આખ્યાયિકાઓ છે અને એક એક ઉપ આખ્યાયિકામાં ૫૦૦૫૦૦ અન્ય આખ્યાયિકા અને ઉપાખ્યાયિકાઓ છે. આ પ્રમાણે ૩ કરોડ ઉદાહરણ સ્વરૂપ થાઓ છે પરંતુ વર્તમાનમાં તે બધી ઉપલબ્ધ નથી.
પ્રથમ શ્રુતસ્કન્યના પ્રથમ અધ્યયનમાં શ્રેણિકના પુત્ર મેઘકુમારનું વર્ણન છે. તે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને શ્રવણ કરી સંયમમાર્ગને સ્વીકારે છે. પરંતુ શમ્યા પરીષહથી ખેદ પામી સંચમથી વિચલિત થાય છે. ભ. મહાવીર તેને તેના પૂર્વભવનું સ્મરણ કરાવી સંયમમાં સ્થિર કરે છે. પછી તો તે શ્રમણની સેવા માટે સર્વસ્વ સમર્પિત કરી દે છે.
બીજા અધ્યયનમાં ધન્ના સાર્થવાહ અને વિજયારનું દષ્ટાન્ડ છે. ધન્ના સાર્થવાહ જેલમાં પોતાના પુત્રની ઘાત કરનાર વિજયારને ભેજન આપે છે કારણ કે તેની સહાયતા વગર તે શૌચાદિ કાર્ય કરી શકતા નથી. તેવી જ રીતે સાધકે આહારાદિ આપી સંયમની સાધના માટે શરીરને નિર્વાહ કર જોઈએ.
૧ ભ. મહાવીરની ધર્મકથાઓ. ટિપ્પણ . ૧૮૦ ૨ પ્રાકૃત સાહિત્યનો ઈતિહાસ પૃ. ૭૪ ૩ પ્રાકૃત ભાષા અને સાહિત્યને આલોચનાત્મક ઈતિહાસ પૃ. ૧૭૨ ૪ ભ. મહાવીર ‘એક અનુશીલન' પૃ. ૨૩૮ થી ૨૫૮ ૫ જૈન સાહિત્યનો ઈતિહાસ - પૂર્વપીઠિકા પૃ. ૬૬૦. ૬ stories from the Dharma of Naya ઇ. એ. જિલદ ૧૯, પૃ. ૬૬ ૭ સમવાયાંગ પ્રકીક સમવાય સૂ. ૯૪ ૮ નન્દસૂત્ર ૮૫
આગમસાર દેહન
૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org