________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આપણે મનુષ્ય જન્મ પામ્યા છીએ તે ચોરાશી લાખ જીવાયોનિ રૂપ મહાન સંસાર સમુદ્ર તરીકે કઈ એક સારા ધીખતા ધંધાવાળા-મોક્ષરૂપી બંદર નજીક આવી ગયા છીએ. અહીં જન્મ લીધે એટલે આયુષ્યરૂપી લંગર નાખી, આપણું જીવરૂપી નાવ મોક્ષરૂપી બંદરના કિનારે ઊભું છે. ત્યાં સુધી તે નાવમાંથી ઊતરી શહેરમાં જઈ બજારેને અનુભવ કરી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તારૂપી સદાચારને વેપાર કરવાને છે કે જેથી માનવજીવનમાં ધર્મરૂપી બંધ કરીને જીવનની પળે સફળ બની જાય. અનંતકાળથી આ જીવ જે કર્મના આધારે ચારે ગતિમાં રખડે છે તેને હવે રખડવાનું મટી જાય, અને કર્મો જે દુઃખનું મૂળ છે તેને નાશ કરીને આ ભવમાં અગર છેડા ભ કરીને પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન જેવી અમૂલ્ય રિદ્ધિ મેળવી, સિધ્ધ પ્રભુના શાશ્વત સુખ પામી શકાય.
જે આમ નહિ કરતાં બેદરકાર રહીશું તે આયુષ્ય જે ક્ષણે ક્ષણે ઘટતું જાય છે તેને સમય પૂરો થઈ જતાં લંગર ઉપડી જશે, અને આ સમયમાં જે કાંઈ કુકર્મો કર્યો હશે તેનાથી જીવરૂપી નાવમાં કાણાં પડી ગયા હશે તેમાંથી પાપને પ્રવાહ આવતાં સરવાળે આવા ઉત્તમ કિનારે આવેલું નાવ ડૂબી જશે. માટે માનવ જેવા બુદ્ધિમાન પ્રાણીએ સદ્ગુરુના સમાગમમાં રહી, ત્રણ રત્ન મેળવી તેને પવિત્ર હદયરૂપી તિજોરીમાં સાચવી દરેક પળે સાવચેત રહી ગ્ય સમય મેળવી વ્રત નિયમનું પાલન કરી આ રત્નને લાભ પૂરેપૂરો લેવો જોઈએ એ જ આ કાવ્યને સાર છે.
વિશ્વશાંતિના દૃષ્ટા મહાસંત
# શ્રીગિરીશમુનિ મહારાજ મહાવતી બનવાની મારી મંગળ મનીષાને ચરિતાર્થ કરવા જેમના મંગળમય આશિર્વચને સહાયભૂત બન્યા એવા સૌરાષ્ટ્રના કવિકેસરી, માનવતાના પુરસ્કર્તા, સુતેલી માનવતાને ઢઢળવા જેમણે શંખનાદ બજાવ્યા હતા તેવા પૂ. શ્રી નાનચંદ્રજી મ. સાહેબે માનવીય જગતની મધુરતાને સંદેશ હે ગૃહે ગૂંજતે કરવા મંગળ પ્રવચને ફરમાવ્યા. પૂજ્યવરે અનેક ભજને, પદ અને કાને ગૂંથી પ્રાર્થના દ્વારા ધર્મનું યથાર્થ દર્શન કરાવ્યું.
ચત્તારિ પરમગાણિ દુલહાણુંય જતુણે,
માણસત્તા સુઈ સદા સંજમશ્મિ ય વીરિયં આત્માની ચાર અંગેની દુર્લભતામાં માનવતાને પ્રથમ સ્થાને મુકવાના શાસ્ત્રોના કથનને પુષ્ટિ અનાર તેમ જ જેમાં વિશ્વશાંતિનું બીજ જેનાર આવા મહાસંતને શતશત કટિ વંદન!
નીડર અને તેજસ્વી સૌરાષ્ટ્રના માનવતાપ્રેમી સંત
૪૩ પં. શ્રી સાગર મુનિજી મહારાજ સ્વ. કવિવર્ય પ. રત્નશ્રી નાનચંદ્રજી મહારાજ જૈનશાસનમાં એક પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા હતા. તેમની વાણીમાં અતિશય માધુર્ય અને કંઠમાં પંચમ સ્વર બિરાજતા હતા. તેમના પ્રવચનમાં જૈન તેમજ જૈનેત મેટા પ્રમાણમાં રહેતી. પ્રાર્થના કરાવતી વખતે તે સાક્ષાત્ પરમાત્માના દર્શન થતા હોય એવું અદ્ભુત, રમણીય અને આફ્લાદક વાતાવરણ નિર્માણ થતું હતું. પ્રાર્થનામાં બેઠેલા લેક પિતાની જાતને પણ ભૂલી જતા એવી વાણીની જાદુઈ અસર થતી હતી.
તેઓશ્રીના તેજોમય લલાટ પર બ્રહ્મચર્યનું તેજ ઝળહળતું હતું. બન્ને સુંદર અમીભર્યા નયનેમાંથી-એકમાંથી જ્ઞાન અને બીજામાંથી વિરાગ્ય કરતાં હતાં. તેઓ સરળહૃદયી અને પ્રેમાળ સ્વભાવના હતા. તેમના વ્યાખ્યામાં આ ધ્યાત્મિક તેમજ સમાજસુધારાની વાતે સવિશેષપણે વ્યકત થતી હતી. તેઓશ્રીનું પ્રવચન શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવી દેતું હતું. સંસ્મરણે
[૨૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org