________________
4. નાનચંદ્રજી મહારાજ જન્મશતાGિ
મૂળદાસ એ વાતોનું પાત્ર નથી, એ તે જીવતી જાગતી વ્યકિત થઈ ગઈ છે. પ્રસંગની શરૂઆત આ જાતની અ ધારી રાત્રિને સમયે એક બાઈ કૂવાની આસપાસ પથ્થર વીણી ખેાળામાં ભરતી હતી. તે કૂવામાં પડી આપઘાત કરવાની આ જાતની છેલ્લી તૈયારીમાં હતી
“પ્રભુ! મારી ભૂલને માટે મરવું પડે છે – સવારે કોર્ટ માં નામ દેવું પડશે, એના કરતાં મરવું બહેતર છે !”
મૂળદાસ કૂવાની આસપાસ નીકળતા આ શબ્દો સાંભળી ગયા. તે બોલ્યા- “સબૂર! બહેન! સબૂર! તું કોણ? શા માટે આમ વગર મતે મરે છે ?'
તમે મને છોડી દે એમ કહેતાં કહેતાં તે રડી પડી. બાઈ વિધવા હતી, પણ એના નિકટના જ પુરુષે બળાત્કાર કરી એને ભુલાવી અને એ ભૂલી. ગર્ભિણી થઈ. એટલે આખરે ખાતર ગર્ભપાત કરવા પેલે પુરુષ કરગર્યો. પણ આણે ગર્ભપાત ન કર્યો અને વચન આપ્યું: “તને આંચ નહિ આવવા દઉં!” ગર્ભિણી દશા જોઈને સમાજ હલબલી ઊઠયે. વાત કોટે પહોંચી. કોર્ટમાં જાહેર થવા પહેલાં બાઈને માટે આજ માર્ગ રહ્યો. એટલે એણે એ સ્વીકાર્યો. મૂળદાસનું હૈયું આ કરુણું પ્રસંગ જોઈ રહી શકયું નહિ!
હસનારાની સાથે હસવું, રડનારાની સાથે રડવું. કેવી સહાનુભૂતિ ! કંથવા માટે દયા અને માણસ માટે નહિ? મૂળદાસ મહાન ભકત હતા. કંથવા દેખી કરુણું બતાવે ને માણસ હાથ પડયો હોય તે મૂકે નહિ! ધાર્મિક ક્રિયાઓ હમેશાં કરનાર પણ ઘરમાં સહેજે ભૂલ પડી હોય તે ધબ્બો લગાવે ને કહેશેઃ “મરી જા, રાંડ! તે કુળ બન્યું !” એના મોઢામાં અમૃત ન હોય. જેના મોઢામાં અમૃત ભર્યું હોય તે આમ ન કહે.
મૂળદાસ પેલી બાઈને કહે છે: “બેન ! માણસ ભૂલને પાત્ર છે, અને ક્ષમાને પાત્ર પણ છે. બીજાનું નામ લેવાય એમ ન હોય, તે તું મારું નામ લેજે. મારું નામ મૂળદાસ. ખરું શું છે તે તું, હું અને નાથ જાણે છે.”
ધન્ય છે મૂળદાસ, તારી સમર્પણતાને! મૂળદાસે પ્રભુને ઓળખ્યા હતા, એટલે જ “જગત શું કહેશે, કેવા ફિટકાર વરસાવશે? એ સામે ન જોયું. જે જગત સામે લક્ષ રાખી જગતથી ડરતે ફરે છે તે બહાર સારે દેખાવા બધું કરે. અને અંદરથી ભૂડ હોય. આવા માણસથી પ્રભુ છેટો રહે છે. એ ખરા વિકાસ સાધી શકતો નથી. સમર્પણશક્તિ તે એનામાં જાગે જ કયાંથી?
મૂળદાસે વિચાર્યું: “પતિતના હદયમંદિરમાં પણ આત્મા જ વસી રહ્યા છે. પતિત તે સ્ત્રી-પુરુષ બન્ને ગણાય, પણ પુરુષનું નામ ન લેતાં આપઘાતની હદ સુધી જનારી આ માતાને વેગ ચેપગ્ય માર્ગે વળે તે બેડો પાર થાય !” કે દિવ્ય વિચાર!
આવા પુરુષો જગત સાથે અદ્વૈતનું અનુસંધાન કરી રહ્યા હોય છે. એ જગતના હિતમાં અને પિતાના હિતમાં અભેદ જુએ છે. એને એકલવાયું ઊડવું ગમતું નથી. એ પિતે ઊડે છે અને જગતને પાંખમાં લે છે. એનો હદયવનિ નિરંતર આ જાતનો હોય છે : -
આવે, આવો વહાલાં સાથે ઊડીએ,
ભોગવવાને કંઈ કંઈ દિવ્ય વિલાસ જો! હું બીજા વ્યાખ્યાનમાં જ કહી ગયો છું કે ભગવાન ઘણા નથી. નામ જુદાં છે, પણ બધા નામની પાછળનું મૂળ સ્વરૂપ એક જ છે. આવું જીવ જીવ સાથે તાદામ્ય જેટલા પ્રમાણમાં અનુભવાય તેટલા પ્રમાણમાં તૃપ્તિ, આનંદ અને શાંતિ મળે. ખરો સમર્પક જ આવી તૃપ્તિ અનુભવે. બીજામાં એ ભાવ નથી પ્રગટતે.
જે હુંમાં તે સહુમાં, સહુનું હુ વિષે,
પ્રતિ આત્માને એવો દિવ્ય અભેદ જે! એ અનુભવમાં ઊંડું સુખ સમજાય છે, સહજ થતો અંતરગ્રંથિને છેદ જે.- હેત ભર્યું.
સેવાનો રાહ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org