Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 844
________________ INSER - ક - પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ તેથી પૂ. મહારાજશ્રીને લાભ લેવા તેઓએ થડા દિવસ વરસવા પધારી લાભ આપવા વિનંતિ કરી. પૂ. મહારાજશ્રી ઠાણું ૪, ત્યાં પધાર્યા. વરસેવા દરિયાકાંઠે આવેલ હોવાથી હવાફેર કરવાનું મથક હતું. ત્યાં અન્ય જૈનેતર શ્રીમંત વર્ગના કુબે પણ રહેતા હતા. મહારાજશ્રી ત્યાં પણ રાત્રે પ્રાર્થના-પ્રવચન આપતા એટલે ઘણા માણસે એનો લાભ લેતા. દરમિયાન ચિનાઈ કુટુંબના શેઠ માણેકલાલ ચુનીલાલ સહકબ ત્યાં રહેતા હતા. તેઓને પૂ. મહારાજશ્રીના પ્રવચનની સારી અસર થઈ. ખાસ કરીને શ્રીમતી હીરાલક્ષમી માણેકલાલ ચિનાઈને ખૂબ અસર થઈ. પછી તે આખું કુટુમ્બ મહારાજશ્રી પ્રત્યે પ્રેમવાળું બન્યું. પછી બીજા પરાંઓમાં ફરતાં ચતુર્માસને સમય નજીક આવ્યો એટલે ચીંચપોકલીમાં ચાતુર્માસ માટે પધાર્યા. પર્યુષણના દિવસોમાં કાંદાવાડી જવાનું થયું હતું. એ ચાતુર્માસ પૂર્ણ થયે ત્યાંથી બીજા પરામાં સ્પર્શના કરતાં પૂ. મહારાજશ્રી ઠાણા ૪ ઉનાળામાં પાછા વરસવા પધાર્યા. ત્યાં મુનિશ્રી હર્ષચંદ્રજી તથા મુનિશ્રી સૌભાગ્યચંદ્ર ઠાણા ૨, સકારણ ફેકાયા અને પૂજ્ય મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી તથા મુનિશ્રી ચુનીલાલજીસ્વામી ઠાણા ૨ એ નવા પ્રદેશની સ્પર્શના કરવા માટે વિહાર કર્યો. લેનાવાલા, માથેરાન અમ્મરનાથ વગેરે ક્ષેત્રને સ્પશી લગભગ બે મહિના પછી ચારે ઠાણા ભેગા થયા. વિચારભેદના કારણે અહીંથી મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી (સંતબાલજી) એ એકાંતવાસ માટે અલગ વિહાર કર્યો. ૩૭. ધરમપુર: સંવત ૧૭ઃ સં. ૧૯૭ ધરમપુરઃ કાણા ત્રણ, નીચે મુજબ - ૧- મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી, ૨– મુનિશ્રી હર્ષચંદ્રજીવામી તથા મુનિશ્રી ચુનીલાલજી સ્વામી. મુનિશ્રી સોભાગ્યચંદ્રજી છૂટા પડયા પછી પૂ. મહારાજશ્રી ઠાણ ત્રણ મુંબઈથી વિહાર કરી ગુજરાત તરફ વિહાર કરતા હતા. વિહાર કરતાં કરતાં લગભગ વલસાડ સુધી પહોંચ્યા ત્યારે ધરમપુરના મહારાજા જેમણે બે વર્ષ પહેલાં પૂ. મહારાજશ્રીને સત્સંગ કર્યો હતો અને જેને સદ્ભાવ જાગે હતો. તેને ખબર પડવાથી આગામી ચાતુર્માસ ધરમપુર કરાવવાની પિતાના અમલદારે મારફત પૂજ્ય મહારાજશ્રીને આગ્રહભરી વિનંતિ કરી. પરિણામે મહારાજા શ્રી વિજયદેવજીના સદ્દભાવથી ખેંચાઈને પૂ. મહારાજશ્રીએ વિનતિ સ્વીકારી. ચાતુર્માસની બધી વ્યવસ્થા કરવાનું સ્ટેટ તરફથી નકકી થયું. ત્યાં “વિયોગભવન’ નામના બંગલામાં પૂજ્ય મહારાજશ્રી ઠાણા ૩, ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસ દરમિયાન રાજા અને પ્રજા અપૂર્વ લાભ લેતાં હતાં અને આનંદ ઉત્સવ થયા કરતે હતો. એટલે “ વિગભવન’ નું નામ બદલીને “આનંદ ભવન’ રાખવામાં આવ્યું. આ ચાતુર્માસ દરમિયાન અવારનવાર મુંબઈથી અનેક ભકતો આવતા, તેમ વૈષ્ણવધર્મી ચિનાઈ કમ્બના બેન શ્રીમતી હીરાલમી પણ ત્યાં લાભ લેવા આવ્યા હતા. ચાતુર્માસ આનંદ ને ઉલ્લાસથી પૂર્ણ થયું. ૩૮. કરનાળી-ચણાદ (નર્મદા કાંઠે) સં. ૧૯૯૪ : ઈ. સ. ૧૯૩૮ કરનાળી : હાણ ૨, નીચે મુજબ - ૧- પૂ. મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી તથા ૨-મુનિશ્રી ચુનીલાલજીસ્વામી. ધરમપુરમાં ઠાણ ૩ નું ચાતુર્માસ પૂર્ણ થયું. ત્યાર બાદ ત્યાંથી ગુજરાત તરફ વિહાર ચાલુ થયે. કારણ કે સૌરાષ્ટ્રમાં વિચરતા સાધ્વીજી મહા. શ્રી દેવકુંવરબાઈ આર્યાજી, મહા. શ્રી સમરતબાઈ આર્યાજી આદિ ઠાણાઓને દર્શનની ખૂબ ઝંખના હતી. તેથી વિહાર કરતા આગળ વધ્યા. તે દરમિયાન રસ્તામાં મુનિશ્રી હર્ષચંદ્રજીનું મન અસ્થિર થવાથી તેઓ છૂટા થયા. એટલે ત્યાંથી બે ઠાણને વિહાર ચાલ થયે. સાથે હતા વૈરાગી ભાઈશ્રી મેઘજીભાઈ આવા નિમિત્તોથી પૂ. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજનું મન કંઈક એકતાં નિવૃત્તિ તરફ વળ્યું હતું. એટલે કેઈ શાન્ત વાતાવરણવાળા ક્ષેત્રમાં રહેવાની તેઓશ્રીની ભાવના થઈ. એ વિચાર તેઓના પરમ અનુરાગી વૈદ્યરાજશ્રી માણેકલાલભાઈએ જાણે. એટલે પૂ. મહારાજશ્રીને અનુકૂળ આવે તેવા ક્ષેત્રનો પ્રબંધ કરવાનું તેઓએ વિચાર્યું. વિચારણાને અંતે પૂજ્ય મહારાજશ્રીની અનુમતિ મેળવીને તેઓએ આગામી ચાતુર્માસ પવિત્ર નર્મદા કિનારે આવેલ કરનાળી (ચાણોદ)માં ગાળવાનું નકકી કર્યું. સૌરાષ્ટ્રમાં પહોંચવાને બદલે એક ચાતુર્માસ આવા શાન્તિના સ્થળે ગાળવાને નિર્ણય થયે. એટલે પૂ. મહારાજશ્રી ઠાણા ૨ તથા ભાઈશ્રી મેઘજીભાઈ કરનાળીમાં ચાતુર્માસ રહ્યા. ખૂબ આનંદ અને શાંતિથી આ ચાતુર્માસ પૂર્ણ થયું. ચાતુર્માસ દરમિયાન મુંબઈ સૌરાષ્ટ્ર-ગુજરાતના ઘણા ખરા ભકતો ત્યાં લાભ લેવા આવ્યા હતા. ચાતુર્માસની યાદી [૧પ૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856