Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 823
________________ 6ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ બંધુઓ પ્રત્યેની ફરજનું ભાન કરાવ્યું. છાત્રાલય શરૂ કરવા પ્રેરણા આપી. જે સંઘે ઝીલી લીધી. પરિણામે સંવત ૧૭૦ ના માગસર સુદ ૧૫ (તા. ૧-૧૨-૧૯૧૧)ના શુભ દિવસે આ છાત્રાલયની સ્થાપના થઈ. સતત ૬૩ વર્ષથી આ છાત્રાલય ચાલે છે. આજે આ છાત્રાલય પિતાનું અદ્યતન ઢબનું સ્વતંત્ર મકાન રૂા. સાડાત્રણ લાખની કિંમતનું ધરાવે છે. સમસ્ત ઝાલાવાડમાં સહુથી પહેલું શરૂ થનાર આ છાત્રાલય છે, ત્યાર પછી તે અનેક થયા છે. લીંબડીમાં જ કેકારી મગનલાલ ભૂરાભાઈ શ્રી મૂર્તિપૂજક વિદ્યાથી ભૂવન, ઔદિચ્ય બ્રાહ્મણ બોર્ડિંગ, દિગ્વિજયસિંહજી રાજપૂત હોસ્ટેલ સિવાય એકાદ ખાનગી હોસ્ટેલ ચાલે છે. પછાત વર્ગ માટે શ્રી મેઘજી પેથરાજ સાવજનિક છાત્રાલય શ્રી લીંબડી કેળવણી મંડળ ચલાવે છે. સુરેન્દ્રનગર, વઢવાણ શહેરમાં પણ છાત્રાલયો થયા છે. આ છાત્રાલયની સ્થાપના વખતે સ્વ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી સ્વામી લીંબડીમાં સ્થિરવાસ હતા. પછી પણ એકધારા ૬ વર્ષ સ્થિરવાસ રહ્યા. તેઓશ્રી વિદ્યાર્થીઓને વ્યાખ્યાન અને ઉપદેશ દ્વારા તેમની ફરજ અને જવાબદારી સમજાવતા અને સુસંસ્કારનું સિંચન કરતા. મહાવીર જયંતી તેમ જ પર્યુષણના દિવસેમાં રેસિટેશને, (પ્રાર્થના, ગાયને, સંવાદ જેમાં ધાર્મિક ભાવના અને ચારિત્ર્યને ઉપદેશ સમાવેશ થતે તે) ગોઠવતા અને જાતે રસ લઈવિદ્યાર્થીઓને તે માટે તૈયાર કરતા. ત્યારબાદ તેઓશ્રીના ગુરુ કાળધર્મ પામતા સંવત ૧૭૬ નું ચાતુર્માસ પૂરું કરી લીંબડીમાંથી વિહાર કર્યો. પણ શેષકાળમાં અવારનવાર લીબડી પધારતા ત્યારે તેમજ સંવત ૧૯૭૯, ૧૪૩, ૧૯૮૮, ૧૯ અને સંવત ૨૦૧૬ માં એમ પાંચ ચાતુર્માસ કર્યા. જે દરેક વખતે છાત્રાલયનાં વિઘાથીઓના નિકટના પરિચયમાં રહેતા અને એક યા બીજી રીતે સદ્દવિચાર અને સંસ્કારનું સતત સિંચન કરતા. આ છાત્રાલયની એક વિશિષ્ટતા હતી, જે પણ પૂ. ગુરુદેવના ઉપદેશને આભારી હતી. તેઓશ્રી સતત કહેતા કે ગામડામાં ગરીબાઈ છે. કોઈ સ્વધર્મી વિદ્યાથી છાત્રાલયની ફી ભરવા અશક્ત હોય તે મફત દાખલ કરો. અર્ધ લવાજમમાં દાખલ કરે. તુટે ગમે ત્યાંથી મળી રહેશે તેઓશ્રીની પ્રેરણાથી મળી પણ રહેતો) પણ કઈ વિદ્યાથીને કેવળ ફી ભરવાની અશકિતના કારણે જ દાખલ ન થાય તેમ બનવું ન જોઈએ. મુંબઈમાં ભૂતપૂર્વ વિદ્યાથીનું મંડળ આપણા સમાજના પ્રખર આગેવાન શ્રી ચીમનલાલ ચકુભાઈના પ્રમુખપણું નીચે સ્થપાયેલ તે મંડળની પણ સતત આજ માંગણી હતી અને તેઓ જરૂરિયાતે અવારનવાર રકમ પણ મોકલાવતા. પરિણામે વિદ્યાથીઓને દાખલ કરતી વખતે લવાજમની રકમમાં ખૂબ ઉદારતા બતાવાતી. તદ્દન મફત અને અર્ધ લવાજમમાં રહી ગયેલ વિદ્યાથીઓની સંખ્યા પણ ઘણી મોટી છે. * લીંબડીનરેશે હાઈસ્કૂલમાં લીંબડી રાજ્યના વતની વિદ્યાથીની ફી માફી રાખેલી. તેમને શાળામાં મફત કેળવણું મળતી. પરંતુ લીંબડી રાજ્ય સિવાયના વતની વિદ્યાર્થીઓની કેળવણી ફી લેતા. તેમ છતાં બોર્ડિગને ઉત્તેજન આપવાના હેતુથી એવી યેજના કરેલી કે લીંબડી રાજ્ય સિવાયના ગામને વિદ્યાથી બર્ડિગમાં હોય ને ત્યાં ફ્રી હોય તે હાઈ સ્કૂલની ફી તદ્દન માફ અને બેડીગમાં અર્ધમાણમાં હોય તે હાઈસ્કૂલમાં અમાફીમાં રાખતા. પરિણામે બેડિગ પ્રત્યે લીંબડી રાજ્ય સિવાયના વિદ્યાર્થીનું પણ આકર્ષણ હતું. (જો કે હવે રાજ્યનું વિલીનીકરણ થઈ ગુજરાત રાજ્ય થતા ફી એક સરખી સહુની થએલી છે.) આ છાત્રાલયમાં અભ્યાસ કરી ગયેલ વિદ્યાર્થીઓ ખૂબ તેજસ્વી નીવડ્યા છે અને આજે હિંદુસ્તાનભરમાં જુદા જુદા સ્તરે ગેઠવાઈ ગયા છે. મોટા ભાગના મુંબઈમાં જ છે. સેલિસિટર, વકીલ, ડોકટર, એજીનીયરો, વેપારીઓ છે જેઓ સમાજમાં સારી પ્રતિષ્ઠા અને મે ધરાવે છે. આર્થિક રીતે પણ સિધ્ધર છે. અને અમને કહેતા આનંદ થાય છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેઓએ ખાસ કરી પૂ. સ્વ. ગુરુદેવના સાનિધ્ય અને અમૃતપાનને જેમને લ્હાવો મળેલ છે તેઓ આજે આ સંસ્થા પ્રત્યે અનન્ય ભકિતભાવ ધરાવે છે. તેઓ કહે છે તેમની અત્યારની સ્થિતિ કેવળ લીંબડી બેગિને આભારી છે. બોડિશમાં ભણવાની સગવડ ન મળી હોત તે અંગ્રેજી ભણી શકયા ન હોત. ગામડામાં કયાંય ગોંધાઈ રહ્યા હતા. એટલે તેઓ સંસ્થા પ્રત્યે પિતાનું જીવનભરનું અણું માને છે અને સંસ્થાની જરૂરિયાતે ફરજ સમજી દાન ભેટ હોશેથી આપે છે. આ સંસ્થામાં હરકે ગામના જૈન વિદ્યાથીને જ દાખલ કરવામાં આવે છે. આજ સુધીમાં ૧૦૦૦ ઉપરાંત વ્યકિતત્વ દર્શન [૧૩૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856