Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 820
________________ પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ નહાતા ગમતા એ હું જાણું છું, છતાં એમના પ્રત્યેના મારા પૂજ્યભાવ એકધારા ભક્તિપૂર્ણ હતા એની હું ખાત્રી આપુ છું. તેઓશ્રી પણ આ વાત જાણતા હતા. પક્ષઘાત વખતે ગુરુદેવની તેમણે કરેલી સેવા જોઈ હતી. આવા ગુરુ અને શિષ્ય વિરલ જ જોવા મળે છે. આપે પણ એમની એવા જ ભાવથી સેવા કરી છે તેથી આપ પણ તેના ઉચ્ચતમ ફળ અને પરિણામ જોઇ શકશે. એમનું હૃદય ઘણુ ઉદાર હતું અને ભેળુ પણ એટલું જ હતું. એવા શુદ્ધ હૃદયવાળા જીવ દેવલાકમાં ઘણે ઉચ્ચ સ્થાને જાય તે નિશ્ચિત છે. ત્યાં રહીને પણ તેઓ આપણા માદક બની રહેશે તેની મને ખાત્રી છે. લીંબડી સ્થા. જૈનસઘ-સાયલાની શ્રધ્ધાંજ લિ જેમની ૮૮ મી જન્મજયન્તી ઉજવાયાને હજુ માત્ર ૨૩ દિવસ જ થયા છે તે મહાપુરુષ કવિવર્ય પંડિત શ્રી નાનચંદ્રજી મહારાજ સ. ૨૦૨૧ ના માગસર વદ ૯, રવિવાર તા. ર૭–૧૨–૬૪ રાત્રે ક. ૧૦-૨૫ મિ. સાયલા મુકામે શુદ્ધિપૂર્વક પ્રતિક્રમણ આલેચના આદિ સર્વ ક્રિયાએ થયા બાદ હૃદયરોગના હુમલાથી શાન્ત-સમાધિભાવે કાળધ પામ્યા. આ દુઃખદ સમાચાર શહેરમાં પ્રસરતાં સર્વત્ર સન્નાટો વ્યાપી ગયા હતા. રિવવાર હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના મુખ્ય મુખ્ય શહેરો અને ગામા તેમજ મુંબઈ-કલકત્તા વ. સ્થળાએ અર્જન્ટ તાર અને ટ્ર કકાલથી ખબર આપવામાં આવ્યા હતા. પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસથી જૈનસમાજમાં એક વજ્રપાત જેવા આંચકા લાગ્યા હતા. જૈનેતર આલમ પણ તેમના કાળધથી ખેઢ-ખિન્ન બની ગયેલ, કારણ કે તેઓએ ધર્મના વ્યાપક તત્ત્વનો સ ંદેશ માનવમાત્ર માટે સભળાવ્યા હતા એટલુ જ નહિ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર માનવસમાજની સેવા માટે પેાતાનુ આખુ જીવન વિતાવ્યુ હતુ. પૂજ્ય ગુરુદેવના કાળધર્મથી લીંબડી સંપ્રદાયને તે માટી ખોટ પડી છે પરંતુ સમસ્ત જૈન સમાજમાં પણ ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેમણે પૂ. દેવચંદ્રજી મ. પાસે સં. ૧૯૫૭ ના ફ્ા. સુદ ૩ નારાજ સયમ સ્વીકારી ૬૪ વર્ષના દીક્ષાપર્યાયને અંતિમ સમય સુધી ઉજ્જવળ ચારિત્રથી દિપાવ્યા હતા. સમાજસેવા દ્વારા આત્મવિકાસ એમનું ધ્યેય હૈાવાથી જૈનસમાજમાં જ્યાં જ્યાં જે વખતે જેની જરૂર જણાઈ તે તે કાર્યો અને સેવાએ તેઓ નીડરતાથી કરતા હતા તેથી તેઓ ક્રાન્તિકારી સાધુ તરીકે ઓળખાતા હતા. તેમને અન્તિમ વિદાયમાન અને શ્રદ્ધાંજલિ આપવા જે માનવસમુદાય એકત્ર થયેલ તેજ તેમના ઉચ્ચ કોટિના ચારિત્ર અને વાત્સલ્યમય પ્રેમની સુગંધ કેટલી વ્યાપક હતી તે પુરવાર કરતા હતા. સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ, લીખડી, સુદામડા, ધાંધલપુર, ચૂડા, રામપરા, ગુંદીઆળા, નેાલી, ટાદ, રાણપુર, પાણશીણા, થાન, ચાટિલા, સરા, વાંકાનેર, મેારખી, રાજકોટ, જેતપુર, ધારાજી, જૂનાગઢ, વીંછીઆ, લખતર વ. સ્થળેથી તેમ જ મુંબઈમાં વસતા કચ્છના સમાઘાઘા, રતાડીઆ, રામાણીઆ, લાકડીઓ, ત્રો નિવાસી ભાઈએ તેમ જ અમદાવાદ, દિલ્હી, હૈદ્રાબાદ, મુંબઈ જેવા દૂરદૂરના શહેશમાંથી સેંકડોની સંખ્યામાં ભાવિક ભાઈ-બેના હાજર રહ્યા હતા. જાણે એક જાતના માનવ મહેરામણ ઉમટયા હતા. પૂજ્ય ગુરુદેવની સ્મશાનયાત્રા વખતે નયનરમ્ય પાલખીમાં ભવ્ય દેદારના દર્શન કરવા સમગ્ર જનતાના દિલમાં ઉત્સાહના પૂર ઉછળ્યા હતા. જૈન-જૈનેતર તમામ વગે ઉત્સાહભર્યા ભાગ લીધા હતા. સ્મશાનઘાટ પર મેોટી માનવમેદની વચ્ચે મુંબઇના આગેવાન શ્રી દુર્લભજી કેશવજી ખેતાણીએ ગદિત વાણીમાં સ્વર્ગસ્થને ભાવનામય અને હૃદયવદારક અલિ આપી હતી. ત્યાર બાદ સ્વર્ગસ્થના કાયમી સ્મારક માટે દર્દભરી અપીલ કરી હતી. પરિણામે તેજ સ્થળે કાઈ પણ જાતની ઉછામણીએ વિના તેના અનુયાયી વર્ગમાંથી આશરે ત્રણ લાખનું ફંડ થયુ હતુ. રાત્રે સમસ્ત શહેરીજનાએ એક શોકસભા ભરી હતી જેમાં સ્વર્ગસ્થના આત્માને પરમશાંતિ મળેા અને તેમના શિષ્ય-શિષ્યાઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ મળે. એવી પ્રાર્થનાને વ્યકત કરતા ડરાવ બે મિનિટના મૌનપૂર્વક પસાર કર્યા હતા. ઉપરાંત સમસ્ત ગામલેાકેાએ અનહદ ભકિતભાવ દર્શાવી બે દિવસની પાખી રાખેલ હતી અને સ્થિરવાસ માટે પોતાની જન્મભૂમિ સાયલાને પસંદ કરી તે માટે પેાતાને ધન્યભાગ્ય માનવા લાગ્યા. શ્રદ્ધાંજલિ Jain Education International For Private Personal Use Only [૧૩૫] www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856