Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 822
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય . નાનસજી મહારાજા જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પૂજય ગુરુદેવનું સમાજને પ્રદાન મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ એ સામાન્ય સાધુ ન હતાં. નાનપણથી જ તેમનામાં વૈરાગ્યને આસ પ્રજવલતે હતે. મુનિશ્રીના વ્યકિતત્ત્વના બે મુખ્ય પાસાં હતાં. એક રાષ્ટ્રપ્રેમી મહાનુભાવનું અને બીજું સાચા જ્ઞાનપિપાસુનું. આ બન્ને પાસાંઓ તેમનામાં એકાકાર બની ગયા હતાં. તેમને જુદા પાડી શકાય તેમ ન હતાં અને એ બન્ને પાસાએ પણ તેમની ધર્મે–આધ્યાત્મ ભાવનાના વિશાળ પરિવેશમાં સમાવિષ્ટ હતાં. મુનિશ્રીના જીવનમાં રાષ્ટ્રીયતા, વિદ્યાની લગની અને ધર્મભાવના એ ત્રણેયને સુંદર સમન્વય થયો હતો. એમની ધર્મપિપાસાએ અધ્યાત્મપાસનામાં તૃપ્તિ અનુભવી અને રાષ્ટ્રભાવનાએ દેશદ્ધારક અને સમાજદ્ધારક રચનાત્મક પ્રવૃત્તિઓમાં અભિવ્યકિત સાધી. અનેક સંસ્થાઓને તેમના પ્રેરક વાત્સલ્યને લાભ મળે. સંસ્થાઓ સર્જતાં સર્જતાં તે પિતે જ સંસ્થારૂપ બની ગયાં. મુનિ નાનચંદ્રજી એટલે ચલતીફરતી જંગમ વિદ્યાપીઠ! અનેક સંસ્થાઓ તેમના વ્યકિતત્વની સુવાસથી મહેકી ઊઠી છે. આમાંની કેટલીક સંસ્થાઓને પરિચય અહીં આપવામાં આવેલ છે. તલસાણિયા ઉજમસી ઓધવજી સ્થાનકવાસી જૈન વિદ્યાર્થી ભુવન લીંબડી ૪૩ માનદ મંત્રી-શ્રી ભાઈલાલ મગનલાલ વકીલ સ્વ. ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજીસ્વામીના પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી દેવચંદ્રજી સ્વામીને પક્ષઘાતની બીમારી હતી. ડેળીમાં પણ વિહાર કરી શકે તેવી શારીરિક સ્થિતિ હતી. પરિણામે સંવત ૧૮ થી ૧૯૭૬ (સને ૧૯૧૨ થી ૧ર૦) એમ લાગલગાટ નવ વર્ષ તેઓશ્રી શિષ્યસમુદાય સાથે લીંબડીમાં સ્થિરવાસ રહેલા. તે સમયમાં ગામડામાં જૈનેના ઘરે સારા પ્રમાણમાં હતા. તેઓ દેવ ગુરુ ધર્મ પર ખૂબ જ ભકિતભાવ ધરાવતા કઈ પણ ગામડામાં ધોરણ ૪ થી વધુ અભ્યાસ કરવાની સગવડતા ન હતી. અંગ્રેજી નિશાળ તે હતી જ નહિ એટલે પિતાનાં બાળકોને શહેરમાં ખાસ કરી જ્યાં અંગ્રેજી શાળા હોય ત્યાં મોકલે તેજ અભ્યાસ કરાવી શકે તેવી સ્થિતિ હતી. તે વખતનાં લીબડીનરેશ શ્રી દોલતસિંહજી કેળવણપ્રિય હતા. લીંબડીમાં ધોરણ ૫ થી ૧૧ (મેટ્રિક) સુધીની સર જસવંતસિંહજી હાઈસ્કૂલ શરૂ કરેલી. એટલું જ નહિ પણ પિતાની તમામ પ્રજા પાસ કરી સામાન્ય અને ગરીબ વર્ગ પણ લાભ લઈ શકે તે હેતુથી લીંબડી રાજ્યનાં પ્રજાજન વિદ્યાર્થીની કેળવણી કઈ પણ ફી લીધા વગર મફત આપવાને પ્રબંધ કરેલો. આ શાળામાં ગ્રામ્યપ્રજાના બાળકને અભ્યાસ કરાવી શકાય તેવી સગવડ હતી પણ તેમને રહેવાનો પ્રશ્ન મુંઝવત. કઈ કઈ સુખી ગૃહસ્થ લીંબડીમાં મકાન રાખી રડું કરી બાળકોને અભ્યાસ કરાવતા પણ તેવા કિસ્સા જુજ અપવાદ રૂપ જ હતા. પરંતુ ઘણા મોટાભાગને સ્વતંત્ર રડું કરી શહેરમાં રહેવું પોષાય તેમ હતું. એટલે તેમના બાળકો માધ્યમિક શાળાની (મેટ્રિક સુધીની) અંગ્રેજી કેળવણીથી તથા ધાર્મિક સંસ્કારથી (લીંબડીમાં ધાર્મિક અભ્યાસ માટે શ્રી અજરામર જૈન વિદ્યાશાળા હતી. આજે પણ છે. ત્યાં બાળકોને ધાર્મિક શિક્ષણ અપાય છે. ઉપાશ્રયે મહારાજશ્રીના વ્યાખ્યાનને લાભ મળતો) વંચિત રહેતા. ચાર ચોપડી અભ્યાસ કરાવી ગામડામાં જ દુકાનના કામે લગાડી દેતા. પરિણામે તેમનું સમગ્ર જીવન ગામડામાં જ પસાર થતું. આ દુઃખદ પરિસ્થિતિએ બીજાના દુઃખે દુઃખી એવા સ્વ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજના માનસ પર ભારે અસર કરી. ગ્રામ્ય સ્વધર્મી બાળકે શહેરમાં રહી અભ્યાસ કરી શકે તેમજ ધાર્મિક સંસ્કાર મેળવે, જીવનમાં વિકાસ પામે એ માટે કાંઈક કરી છૂટવાની તમન્ના જાગી. પરિણામે તેઓશ્રીને લીંબડીમાં છાત્રાલય ઊભું કરવાનો વિચાર ઉભ. તેઓશ્રીએ આ હકીકત અને યોજના લીંબડી સ્થાનકવાસી સંઘનાં કાર્યકર્તાઓ સમક્ષ રજૂ કરી, ગ્રામ્યવાસી સ્વધર્મી [૧૩૭] વંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856