________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જે વિષય ઉપર તેમણે કવિતા લખી તે વિષયને હેતુ દષ્ટાન્તથી એટલે પુષ્ટ કર્યો કે વાંચનારના મન તાજગીથી અને પ્રસન્નતાથી ભરાઈ જતા હતા.
અજમેર સાધુ–સમેલનમાં મને ફરી તેમના સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું. સમેલનમાં સેંકડોની સંખ્યામાં સંત-સતીઓ એકત્રિત થયા હતા. તેમાં મોટા મોટા મહારથી તેમજ પિતપતાના સંપ્રદાયના નાયક હતા. બધા પિતાપિતાની વિશેષતા રાખતા હતા પરંતુ તેમનું વ્યકિતત્વ તે વખતે ચમકતા સિતારાની જેમ દષ્ટિગોચર થતું હતું.
વ્યકિતત્વ જેટલું તેજસ્વી હોય છે. તેમના સંપર્કમાં આવનાર વ્યક્તિ ઉપર તેટલા જ મધુર અને પ્રભાવક સંસ્કારની છાપ પડે છે, તેથી સમેલનમાં આવનાર સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા ઉપર તેમણે અમિટ છાપ પાડી હતી.
- ત્યાર પછી તેમના દર્શનેને સુઅવસર મને રતલામ, મુંબઈ વિ. શહેરોમાં પણ મળેલ હતે. મુંબઈમાં તે લગભગ ૪-૫ મહિના સુધી સાથે જ રહ્યા. તે સમયે કંઈક એ જ પ્રસંગે ઉપસ્થિત થયે કે સ્થાનકવાસી જૈન સમાજ તથા મંદિરમાગી સમાજમાં કડવાશ ઊભી થવા સુધીની નોબત વાગી ગઈ હતી, પરન્ત કવિશ્રી મહારાજની અનન્ય સૂઝબૂઝ તથા દીર્ઘદૃષ્ટિના પરિણામસ્વરૂપ પરસ્પર એવું પ્રેમમય વાતાવરણ સર્જાઈ ગયું કે ઝઘડો શાંત થઈ ગયે અને થાનકવાસી સમાજના ગૌરવમાં વૃદ્ધિ થઈ
તેમના જીવનનું મહાન લક્ષ્ય એ જ હતું કે માનવમાં માનવતા કેવી રીતે જાગૃત થાય. દરેક વ્યાખ્યાનમાં તેમને એ જ આશય અભિવ્યકત થતો હતો. તેમની વકતૃત્વકળા એવી વિશિષ્ટ પ્રકારની હતી કે શ્રોતાગણ તેમના સુમધુર ગીત અને વિચારોના પ્રભાવમાં મંત્રમુગ્ધ બનીને પિતાને ભૂલી જતા હતા.
આવા મહાન સંત-પ્રવર આજે અમારી વચ્ચે સ્થૂલદેહે વિદ્યમાન નથી, પરંતુ તેમના જીવનની સુમધુર કૃતિ આજે પણ તેમના અનુયાયીઓ અને શ્રધ્ધાળુઓના હૃદયમાં જેમની તેમ બેઠેલી છે. તેમના જેવા ગંભીર, નમ્ર, સરળ, શાંત, સહિષ્ણુ, નિર્ભિક, નિષ્પક્ષ, દયાળુ, સેવાશીલ, દૂરદર્શી, વાપટુ અને વ્યવહારકુશળ વ્યકિતત્વને અભાવ હંમેશા ખટકશે. મને વારંવાર એ વિચાર આવે છે કે મહારાજશ્રીનું સાન્નિધ્ય મળ્યું તો પણ હું તેમની સેવાને સંપૂર્ણ લાભ મેળવી ન શકે. હવે તે તેમના ગુણગાન કરીને જ મારી શ્રધ્ધા સમર્પિત કરું છું.
જીવનના કુશળ કર્ણધાર
૪ આત્માથી શ્રી મોહનઋષિજી મ. સા. અનુભવનું અમૂલ્ય ધન અનંતના એ માગેથી ત્વરિત ગતિમાન થતું મહાત્માઓને સ્પર્શે છે અને જીવનને કર્મયેગમાં પળોટે છે. કર્મવેગ અને ભકિતયેગની અનુભવ-મસ્તી જ આત્માને ચેતનવંતી બનાવતી વિશુદ્ધ જ્ઞાનયોગી બનાવે છે. એ જ અનુભવને કુશળ શિલ્પકાર છે-જીવનને કુશળ કર્ણધાર છે.
કુશળ શિલ્પકાર જ અણઘડ પથ્થરને ઘડીને સુસંસ્કૃત બનાવે છે અને તેને પ્રતિમાના સ્વરૂપમાં મૂર્તિમાન કરે છે. તેના ચરણમાં લાખોના મસ્તક નમે છે. પૂજય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે સમાજની અગણિત વ્યકિતઓને સુસંસ્કારી બનાવી, જે સમાજના ચરણે સેવાયજ્ઞ માટે જીવન સમર્પણ કરી રહેલ છે.
તેઓશ્રીનું વિશાળ, શ્રીમંત, શિક્ષિત અને સુસંસ્કારી ભકતમંડળ, ગુરુભકિત અને ગુણગ્રાહકતાના ગુણોથી સંપન્ન હતું. આ તેમના ભકતની એક વિશેષતા હતી. બીજાઓમાં વિશાળતા અને ઉદારતાના બદલે સંકુચિતતાને અનુભવ થાય છે ત્યારે ગુરુદેવના ભકતમંડળમાં સરળતા, વિશાળતા, ઉદારતા એવં ભકિત આદિ સગુણે તાણાવાણાની માફક તેમના જીવનમાં વણાઈ ગયેલા દેખાય છે.
તેઓશ્રીના સુસંસ્કારી શિષ્યરત્નોમાં શ્રી ચુનીલાલજી મહારાજે ચરમ શ્વાસોચ્છવાસ સુધી ગુરુસેવા કરીને સમાજ સામે ગુરુભકિતને આદેશ મુકેલ છે. સંતરત્ન શ્રી સંતબાલજીને તિયાર કરીને અણમોલ ભેટ આપેલ છે. શ્રી સંતબાલજીએ ગુરુભકિતને આદર્શ સમાજ સામે રાખીને ગુરુશ્રીના ત્રણમાંથી મુકત થવા માટે યત્ન સેવેલ છે.
સંસ્મરણે
[૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org