________________
પૂજ્ય ગુરૂદેવ કવિધ પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સંયમને અર્થ પહેલાં બરાબર સમજ જોઈએ. સંયમ એટલે મન અને ઈન્દ્રિયોને સમ્યક રીતે કાબુમાં રાખવી. રાગ, દ્વેષ, કષાય પર વિજય મેળવનાર સંયમને કેચ (પાત્ર) બની શકે છે. મને કહેતા કે, તારું તે વિદ્યાર્થી જીવન છે. તારે તે સર્વતોમુખી જ્ઞાન મેળવવું જોઈએ. બધાની સેવા, વિનય કરે, અંશે અંશે કષાય પર વિજય મેળવવો, ડી વાર ધ્યાન કરવું. વિહારમાં છે કે, કઈ કામમાં છે, ત્યારે ભણવાને સમય મળે નહિ. રોજ પ્રમાણે ગાથા થઈ ન શકે, પરંતુ જો સંકલ્પ રેજ કરીએ કે, ઓછામાં ઓછી બે ગાથા સૂત્રની અને એક પ્લેક કરવા તે અવશ્ય મેઢે કરી શકાય.
ડું થોડું શીખવું પણ અર્થસહિત શીખવું. સારા પુસ્તકનું વાંચન કરવું. રોજ (૨) કરવાથી મહિનામાં ૬૦ ગાથા ને ૩૦ લેક રમતાં (૨) થઈ જાય ને બોજો ન લાગે. વધારે સમય મળે ત્યારે પ્રમાદમાં ન ગુમાવતા શકિત પ્રમાણે અભ્યાસ કરે. જેથી સારી એવી મૂડી ભેગી થઈ શકે. પૂ. ગુરુદેવે એક શ્લોકમાં કહ્યું છે, કે
જલબિન્દુ નિપાતેન કમશ; પૂર્યને ઘટા
સ હેતુ સર્વ વિદ્યાનામ્ ધર્મસ્ય ચ ધનસ્ય ચા જેમ “કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય.” રોજ એક એક પેસે ભેગું કરવાથી ધનવાન થવાય. રોજ એક એક ગાથા-ક મેઢે કરવાથી વિ
મક ગાથા-લેક મઢે કરવાથી વિદ્વાન થવાય, તેમ જ ધર્મ અને આત્મિક વિકાસ કરવાથી સુખી થવાય.” ભાવપ્રતિકમણ અને અનુપ્રેક્ષા જ કરવી જેથી આત્મા હળકમી બને. સેનેરી શિખામણને તેઓ સરળ, સચોટ અને હૃદયદ્રાવક રીતે સમજાવતા અને તે હદયને અસરકારક બની જતી. અમે બંને બેને (વનિતાબેન-દેવીબેન) ભણતા ત્યારની આ વાત છે.
દિવ્યદૃષ્ટા પૂ. ગુરુદેવ બોલે ત્યારે ઉઠવાનું મન ન થાય. એમ થાય કે બેલ્યા કરે તે કેવું સારું? બોરીવલી ચાતુર્માસમાં જ તેમના પ્રત્યે ભકિત જાગી. અમે બંને બેને પૂ. ગુરુદેવને સૌરાષ્ટ્રમાં પધારવા વિશે અને આપના વરદ્ હસ્તે દીક્ષા લેવી છે, તે માટે અત્યંત આગ્રહભરી વિનંતી કરી. તે વખતે પૂ. ગુરુજીને બીજે હૃદયરોગનો હુમલો થવાથી તબિયત એકદમ નાજુક હેવાથી, ડોકટરે ઉઠવા બેસવાની મનાઈ કરી હતી. એ વખતે શાંતિલાલભાઈ અંબાણી અને રસિકભાઈ હાજર હતા. તેમણે કહ્યું પૂ. ગુરુદેવને અમે દેશમાં મોકલી શકીએ તેમ નથી. તમારા પૂ. ગુરુણીશ્રી અહીં પધારે તે પૂ. ગુરુદેવના સાનિધ્યમાં અમે જ તમારી દીક્ષા કરશે. દીક્ષા બોરીવલી કરવા માટે અમને ખૂબ વિનંતિ કરેલ.
પૂ. ગુરુદેવની તબિયત નાજુક હોવા છતાં પણ જ્યારે અમે દર્શન કરવા જઈએ ત્યારે ૧૦ થી ૧૫ મિનિટમાં જીવનપયોગી ઉપદેશ આપે. સાંભળીને મન સ્થિર થઈ જાય. કેટલી એમની મહાનતા! કેટલી એમની ઉદારતા ! કેવી વાત્સલ્ય નીતરતી શબ્દ પંકિતઓ જાણે “જન્મદાત્રી મા જ ન હોય ! ગુરુદેવની વસમી વિદાય લઈ અમે બને બેને સૌરાષ્ટ્રમાં આવ્યા પૂ. મહાસતીજી દમયંતીબાઈ મ., પૂ. કળાબાઈ મ., પૂ. બા.બ્ર. મ. વિનોદિનીબાઈ મ. પાસે વાત કરી. પૂ. ગુરુદેવને સૌરાષ્ટ્રમાં લાવવા માટે પ્રયા ચાલુ રાખ્યા. પરમાત્માની કૃપાથી ગુરુદેવની તબિયત સારી થતા, અમારી શુદ્ધ ભાવના સફળ બની.
અમારી કરમાતી જીવન વાડીને સદુપદેશ રૂપી વાણીના સિંચનથી નવપલ્લવિત કરવા પૂ. ગુરુદેવ સં. ૨૦૧૬માં મુંબઈથી લીંબડી મુકામે પધાર્યા. એમના પવિત્ર દર્શનથી અમે પાવન થયા. સં. ૨૦૧૬ માં લીંબડી મુકામે પૂ. ગુરુદેવના વરદ્ હરતે અમારી દીક્ષા થઈ. વડી દીક્ષાના દિવસે સાધુ જીવનની મહત્તા સુંદર લાક્ષણિક શૈલીમાં સમજાવી. દશવૈકાલિકનું ચિથું અધ્યયન અને ઉત્તરાધ્યયનનું પ્રથમ અધ્યયન અને સૂત્રના અર્થ અને મુખ્ય સાર સમજાવ્યું.
જ્યારે પૂ. ગુરુદેવનું સાયલામાં ચાતુર્માસ હતું ત્યારે તેમની છત્રછાયામાં રહેવાને અમને સુંદર ચાન્સ મળે. પરમ ઉપકારી પૂ. મેટા મહાસતીજી દમયંતીબાઈ મ. એ પિતાને પ્રાપ્ત થયેલી સુંદર તકને લાભ જતો કરી, ઉદારતાથી અમને ત્રણે ઠાણાને (પૂ. કળાબાઈ મ., પૂ. બા. બ્ર. વિનોદિનીબાઈ મ. અને મને) પૂ. ગુરુદેવના સાનિધ્યમાં રહીને લાભ લેવા માટે મેકલ્યા. પૂ. મેટા મહાસતીજીની કેટલી મહાનતા? ચેમાસામાં મારી તબિયત સારી ન હોવાથી હું કાંઈ કામ કરી શકતી ન હતી. જેટલો લાભ લેવું જોઈએ તેટલે લઈ શકી નહિ. પૂ. બંને મહાસતીઓ પ્રેમથી મારી સેવા કરતા અને સારી રીતે મને સાચવતા. પૂ. ગુરુદેવ મને કહેતા કે તું કેટલી ભાગ્યશાળી છે કે આવા ઉદાર અને પ્રેમાળ ગુરુણીને તને સમાગમ થયે. તને અત્યારે કેઈ જાતની ચિંતા નથી. તેથી ડીવાર ભણવું, થાક લાગે ત્યારે સૂતાં સૂતાં કે હાલતા, ચાલતા પ્રભુનું સમરણ કરવું. તેઓ કહેતા “જે થાય છે તે સારા માટે.” માંદા પડીએ, બીમારી આવે, વેદના થાય તેને સંસ્મરણે
[૪૩] For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education Interational