________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આ સાથ્વી સમુદાયમાં વિદુષી શ્રી હેમકુંવરબાઈ સાધ્વી, ચંદનબાઈ સાધ્વી, દમયંતીબાઈ સાધ્વી, વિનંદિનીબાઈ સાધ્વી વગેરેના જીવનના ઘડતરમાં પણ પૂજયપાદ અમૂલ્ય ફાળો હતે.
વાત્સલ્ય, પ્રેમ, અનુકંપ આદિ માનવતાના ગુણએ એમના જીવન સામ્રાજ્યનું આધિપત્ય સ્વીકાર્યું હતું. સહૃદયતાને નેહભર્યો વ્યવહાર અને “આત્મવત્ સર્વ ભૂતેષુ” ની ભાવના હજુ પણ સ્મૃતિપટલ પર સાકાર થાય છે.
વિશ્વવાત્સલ્યનો પાઠ શીખવનાર સંત
3 પ્રવર્તક શ્રી વિનયત્રષિજી મ. સા
वही है धन्य जो जीता सदा परमार्थ के लिए।
विनयपूर्वक स्मरण कर हम जिएँ सत्यार्थ के लिए॥ સંસારમાં જે બીજાઓ માટે જીવી જાણે છે તેમનું જીવન ધન્ય છે.
અગરબતી પિતે બળી બીજાને સુગંધ આપે છે, મીણબત્તી પિતે બળી બીજાને પ્રકાશ આપે છે, શેરડી પિતે પીલાઈ બીજાને મીઠો મધુ રસ આપી તૃપ્ત કરે છે. વૃક્ષ પિતે શરદી-ગરમી-વર્ષા–તાડના-તર્જના આદિ સહન કરી મીઠાં મધુરાંફળ આપે છે. આ થઈ લૌકિક પદાર્થોની વાત. પરંતુ આવા લૌકિક જગતમાં જીવી અલૌકિક બનનાર વિભૂતિઓમનીષિઓ પરમાર્થની સેવન કરતા જગતના પરમ કલ્યાણની સદા અભીપ્સા સેવે છે.
સૌરાષ્ટ્રનાં એક નાનકડા ગામમાં જન્મ લઈ પોતાના જીવન અને વિચારના આંદોલને ફેલાવી વિશ્વને વાત્સલ્યને પાઠ શીખવનાર આપણા પૂજ્યપાદ શ્રી નાનચંદ્રજી મહારાજથી કેણ અપરિચિત હશે ?
તેઓશ્રી આ યુગના અહિંસક ક્રાંતિકારી-યુગદ્રષ્ટા હતા. તેમણે પિતાના જીવનની એક–એક ક્ષણને જનકલ્યાણનાં હિત માટે ઉપગ કર્યો હતો.
સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, રાષ્ટ્રીય આધ્યાત્મિક આદિ ક્ષેત્રે વિકાસ માટેના પ્રખર પ્રચારક હતા.
સામાજીક ક્ષેત્રોમાં જે કુરિવાજો હતાં, કુરૂઢિઓ ઘર કરી બેઠી હતી, તેના માટે પ્રબળ પુરુષાર્થ તથા પ્રચાર કર્યો હતે. તેવી જ રીતે ધાર્મિક ક્ષેત્રમાં પણ જે અવિવેકમય ક્રિયાકાંડ થતાં હતાં તેમાં પણ સુધારો કરી સત્ય માર્ગની દિશા નિર્દેશ કરેલ હતો.
શિક્ષણિક ક્ષેત્રમાં સ્થાન-સ્થાન પર લાયબ્રેરી, પાઠશાળા, મહિલા-મંડળ, બેકિંગ આદિ સંસ્થાઓની સ્થાપના કરી માટીમાંથી માનવનું ઘડતર કરેલ છે. આજે સૌરાષ્ટ્ર, ગુજરાત, આદિ પ્રાંતમાં જે બેડિગે ચાલે છે તેમાં તેઓશ્રીને મુખ્ય ફાળો છે. સમાજમાં વ્યાપેલી અશિક્ષા અને અજ્ઞાનતાના દિગદર્શનથી તેમનું દિલ દ્રવિત થઈ ઊતું હતું. સ્ત્રીઓ અને પુરુષોમાં વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાન સિવાય સમાજ ઊંચા સ્તરે જઈ શકશે નહી એમ જણાતાં તેમણે ખૂબ પ્રયત્ન કર્યો. આજે વકીલ, બેરિસ્ટર, ડોકટર, પ્રોફેસર, સેલિસિટર આદિ અનેક વિદ્યાથીઓ એમની સ્થાપેલી સંસ્થામાંથી શિક્ષણ પ્રાપ્ત કરી ચ સ્તર પર પહોંચી સામાજિક સેવા કરી રહ્યા છે.
રાષ્ટ્રીય ક્ષેત્રમાં તેમને બહુ મોટો ફાળો છે. ખાદી, ચરખો, ગે પાલન, અસ્પૃશ્યતા-નિવારણ, તિલક વિરાજ્ય ફંડ ગ્રામદ્યોગ આદિ ક્ષેત્રમાં સહકાર આપી રાષ્ટ્રની સેવા કરી છે.
આધ્યાત્મિક પ્રાર્થના પ્રવચન દ્વારા જનતાની આધ્યાત્મિક સેવા અને તેમનાં દુર્ગુણદે છોડાવી ધર્મનિષ્ઠ, અધ્યાત્મપ્રેમી વ્યકિતઓનાં જીવનનું ઘડતર કરેલ છે.
આ સિવાય અનેક માનવતાની સેવાના કાર્યોમાં પિતાને મોટો ફાળો આપેલ છે.
એક વખત મહારાજશ્રી પાસે એક શ્રીમંત કુટુંબ દર્શનાર્થે આવ્યું હતું. તે કુટુંબની મહારાજશ્રી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. મહારાજશ્રીનાં સદુપદેશથી તેમણે લાખો રૂપિયા ઉદાર ભાવે સત્કાર્યમાં ખર્ચેલ છે.
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org