________________
પૂજ્ય ગુરૂદ્ધ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
છતાં કવિશ્રી નાસ્તિકને પણ આસ્તિક થવાને માર્ગ ચીંધી દે છે :
આસ્તિક બનો ! “ચેત તું ચતુર હજી, ચેત તે ચેતાશે,
ચેતીશ નહીં તો વિપત્તિમાં તું વિટાશે...ચેત”
“ભ્રાન્તિથી ભૂલ્ય નિજ રૂપને રે,
કયારે “સંતશિષ્ય” એ સમજાય? થઈ ગઈ હંસની આ શી ગતિ રે ?
“આનંદ કા ઉપાય, ઊડા લે અભી - અભી છેડ મૂર્ખતા કે “સંતશિષ્ય' યે સભી ..મિલતી. મિલતી હૈ મનુષ્યકી કાયા કભી – કભી.
સોગા વ નર રવેગા, જીવન પૂર્ણ જગાના રે જી, “સંતશિષ્ય” તજ કામ, રામ ભજ પડે નહીં પછતાના.”
“અરે! જીવ કાં અવળાઈ કરે, હાથથી શા માટે હિત હરે... અરે!”
ઉત્તમમાં ઉત્તમ આ દિવસે, વૈર વિરોધ વિષય વમવાના; આ દિવસો છે અંતરઘટના, ખેદ તજી તજીને ખમવાના . આ દિવસો.”
મતલબ કે સાવધાની, અંતરનો પસ્તાવો અને સત્સંગ નાસ્તિકને આસ્તિક બનાવી મૂકે છે. પછી તે
ભિન્ન નથી ભગવાન, તુજથી ભિન્ન નથી ભગવાન.” એવા પરમ આસ્તિકને આશ્વાસન આપી તેઓ એવા પરમ સાધકને પરમ આનંદની મસ્તીમાં તરબોળ કરી મૂકે છે -
ચાંદની બહુ ખીલી રે અંતર ચેકમાં, ઠંડકની જયાં લાગી રહી છે ઠેર જે; ઝરમર ઝરમર ઝરણું અમૃતનાં ઝરે, એ સ્થળ વસતાં આનંદ પ્રગટે એર છે .... ચાંદની.??
કે જ્યાં ધ્યાન, ધેય અને થાતાની એકતા છે! જયાં જ્ઞાન, રેય અને જ્ઞાતાની એકતા છે !! જયાં ભકત, ભકિત અને ઉપાસ્યની એકતા છે !!! કેવી છે એ અમર અને સચોટ કાવ્યપ્રસાદી !!!!
* સંતબાલ”
૨૧૨
જીવનઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org