Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 805
________________ પછી • નાનજી મહારાજ જન્મશતાબિત ગુરુદેવ સરળ હતા, નમ્ર હતા, નિખાલસ હતા, બીજાનું દુઃખ જોઈને એમનામાં કરુણા જાગે એવા કરુણપરાયણ સંત હતા. એમના જીવનમાં અનેક ઘટનાઓ બનતી રહી પણ એ સ્વસ્થ રહેતા. એમનામાં અભિમાન નહોતું અને એમની નિરભિમાન વૃત્તિ, શાંત અને ભરાવદાર સામા પર છાપ પાડે તેવો ચહેરે, પરગજુ પ્રકૃતિ, અને ઉદારતા આજે પણ અનેક સંસ્થાઓમાં દેખાઈ આવે છે અને એમની પ્રેરણાથી ઊભી થયેલી અનેક સંસ્થાઓ આજે અનેક માં આશ્વાસન. આશા અને આધાર રૂપ બનીને એમનામાં બળ, બુદ્ધિ, તેજ પ્રગટાવે છે. એમની હતાશા ખંખેરવામાં નિમિત્તરૂપ બને છે. ફરજિયાત ધાર્મિક શિક્ષણ આપણા આ પ્રાતઃસ્મરણીય ધમપુરુષને લાભ હું લીંબડી રથાનકવાસી જૈન બોર્ડિગમાં ભણતા હતા ત્યારે મળે. સત્તરેક વર્ષને હોઈશ, મેટ્રિક ભણતા. મહારાજસાહેબના આદેશ બેડિડામાં રહેનાર માટે ધાર્મિક શિક્ષણ ફરજિયાત લેવું પડતું અને સ્વ. ચત્રભૂજ મહારાજ દ્વારા અજરામર જૈન વિદ્યાશાળામાં સામાયિકથી માંડી સૂત્રો સુધી મેં કંઠસ્થ કરેલું. અવારનવાર ઉપાશ્રયે જાઉં. નાનપણમાં વાચાળતા વધુ સારી, શરીર સારું અને વકતૃત્વશકિત પણ ખરી. પરિણામે ગુરુદેવને મારા પર પ્રેમ. ગુરુદેવને ધાર્મિક નાટકે શેખ. ધાર્મિક મેળાવડો થાય અને એમાં નાટક ભજવાય. મને બરાબર યાદ છે કે કચ્છની એક ધર્મકથા પરથી નાટક ભજવવામાં આવેલું. એક પિતા ધર્મની ખાતર એના સાતે પુત્રોનું બલિદાન આપે છે એવી કથા હતી. મારું પાત્ર પિતાનું હતું. એ વખતના સંવાદોએ ઉપાશ્રયમાં બધાને હલબલાવી મૂકેલાં. અને ધાર આંસુએ રડાવેલા. અને પછી તે મહારાજ સાહેબનું જ્યાં ચોમાસું હોય ત્યાં મને ખાસ બેલા, નાટક ભજવાય. વાંકાનેર અને અન્ય સ્થળોએ ગયેલું. મને ઠેરઠેરથી આમંત્રણ મળે અને પુરસ્કાર મળે. દાનનું મહત્વ: ભાવદયા એક પ્રસંગ યાદ આવે છે. દાનને એ મહત્વ આપતા. એકવાર એમના એક પરમભકત શ્રીમંત સજજન એમને મળવા આવ્યા. હું ઊભું થયું એટલે મને જવાની જરૂર નથી કહી બેસાડો. કેઈ સંસ્થા માટે નાણાં આપવાની વાત હતી. ગુરુદેવે કહ્યું : દાનનો મહિમા કેવળ હાથ લાંબો કરી લક્ષમી આપવાથી સમજાતું નથી. દાન એવી રીતે થવું જોઈએ કે જેથી બીજે હાથ ન જાણે. અગર તે એ દાન કેવળ દીન દુઃખીને છેડી રાહત માટે નહિ પણ સાચું દાન એનું નામ છે કે કમમાં કમ સહધમી ભાઈને કે બહેનને એના દાનથી સ્વાશ્રયી બનવાની તક મળે. એ દાન લેનાર ફરી હાથ લાંબા કરવા ન પ્રેરાય. એ રીતે જેને પ્રેરણા મળે, સાધને મળે; આનું નામ ભાવદયા. દાનવીરે પાસે ગુરુદેવ ભાવદયા માટે હંમેશા આગ્રહ રાખતા. જે ભાવદયાથી દાન કરે છે એનામાં અન્ય જીવો પ્રત્યે ઉપકારની નહિ પણ મૈત્રીની ભાવના જાગે છે. વાત્સલ્ય ભાવ જાગે છે અને ત્યારે જ દાનવીરના મેહ માયા, મમતાને, કષાયને અને કરેલા કર્મોને અંત આવે છે. પેલા ગૃહસ્થ સાંભળી રહ્યા અને જે સંસ્થાને નાણાની જરૂર હતી એને “ભરવા હોય એટલા ભરી લે” એમ કહી કે ચેક મળી ગયે. સેવાપરાયણતાઃ ત૫ જેટલે જ મહિમા ટૂંકમાં ગુરુદેવ માનવતાને મહત્વ આપતા અને ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મની આ વાત છે એમ કહેતા. કેટલીક વાર અમે બેઠા હોઈએ ત્યારે ભગવતી સૂત્રમાંથી ગાથાઓ બોલે. મહાવીર-ગૌતમ સંવાદ કહે અને કહે કે હું નથી કહેતે, ભગવાન કહે છે કે જેનામાં માનવતા છે, જેનું દિલ દુઃખિયાઓને જોઈ દ્રવે છે. જે માંદાઓની માવજત કરે છે તે ધન્ય છે અને એ રીતે માનવીની સેવા કરનાર ભગવાનના દર્શન પામે છે. ક્રિયાકાંડ સમજપૂર્વક થાય તે તે માણસના કર્મોને ક્ષય કરે છે. તપ પણ જરૂરી છે પણ જો એ ન થતું હોય અને ભગવાનને પામવા હોય તો માનવતા શ્રેષ્ઠ માર્ગ છે. માંદાની માવજત કરે. ગરીબેનો ઉદ્ધાર કરે. દુઃખિયાની પડખે ખભેખભા મિલાવી ઊભા રહો. ક્રિયા કાંડમાં સ્વર્ગ–નક અને મહાવ્રતના વમળમાં અટવાઈ જઈ ભારેખમ વ્યાખ્યાનેથી માણસ મૂંઝાઈ જાય છે. ધર્મનું સાચું સ્વરૂપ એમાં વર્ણવ્યું હોય છે પણ એ સમજાતું નથી. ગુરુદેવ કહેતા કે જૈન ધર્મમાં જેટલું મહત્ત્વ ક્રિયાકાંડ ને તપનું એટલે જ મહિમા સેવાપરાયણતાને વર્ણવાયે છે. [૧૨]. વ્યક્તિત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856