________________
'પૂજ્ય ગુરૂદેવ કવિવ્રય પં. નાdrટાઃ દેજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
દસમા અધ્યયનનું નામ “કૂમપત્રક છે. આદ્ય પદ્યના આધારે આનું આ નામ રાખ્યું છે. આ શબ્દનો અર્થ થાય છે વૃક્ષનું પાકેલું પાન. જેવી રીતે પીળું પડી ગયેલું વૃક્ષનું પાકું પાન વખત જતાં પોતાની મેળે જ ખરી પડે છે, તેવી જ રીતે મનુષ્યનું જીવન પણ ક્ષણભંગુર છે. જેવી રીતે કુશ(દાભ) ના અગ્રભાગ પર સ્થિત ઝાકળનું ટીપું ક્ષણસ્થાયી હોય છે તેવી જ રીતે મનુષ્યનું જીવન પણ ક્ષણભંગુર છે. મનુષ્યભવ અત્યત દુર્લભ છે કે જે, જીવોને અનેક ભવ પછી પ્રાપ્ત થાય છે. કમેને પરિપાક-પરિણામ ભયંકર હોય છે તેથી હે મૈતમ સમયમાત્રનો પ્રમાદ ન કર. જીવ પાંચે ઇન્દ્રિયની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે પરંતુ ધર્મશ્રવણુ અત્યન્ત દુર્લભ છે. તારું શરીર જર્જરિત થઈ રહ્યું છે, કેશ પાકીને સફેદ થઈ ગયા છે, ઈન્દ્રિયની શકિત ક્ષીણ થઈ રહી છે તેથી ક્ષણમાત્રને પણ પ્રમાદ ન કર. અરતિ, ગડ-ગૂમડાં ઝડાં વિ. અનેક રોગોનું આ ઘર છે તેથી સદા ભય રહ્યા કરે છે અને આશંકા બની રહે છે કે કયાંક વ્યાધિ ન થાય ને મૃત્યુ ન આવી જાય. તેથી ક્ષણમાત્રને પ્રમાદ ન કર. આ પ્રમાણે ૩૬ વખત પ્રસ્તુત અધ્યયનમાં ચૈતમને બહાને (ઉદ્દેશી) બધા સાધકને આત્મસાધનામાં ક્ષણમાત્રને પણ પ્રમાદ ન કરવાનો સંદેશ ભગવાને આપે છે. આ અન્તર્મનના જાગરણને મહાન ઉષ છે કે જે પ્રત્યેક સાધકને માટે તિસ્તમ્ભ (દિવાદાંડી) સમાન છે.
૧૧મા અધ્યયનમાં બહુશ્રુતની ભાવપૂજાનું નિરૂપણ છે. અહીં બહુશ્રુતનો મુખ્ય અર્થ ચતુર્દશપૂવી છે. અહીં કરેલ બધુ વર્ણન તેમને જ લગતું છે. બહુશ્રુતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. જઘન્ય નિશીથને જ્ઞાતા, મધ્યમ નિશીથથી લઈને ૧૪ પૂર્વથી કંઈક ન્યૂનનો જ્ઞાતા અને ઉત્કૃષ્ટ ૧૪ પૂવી, બહુશ્રુતપણું પ્રાપ્ત થવાનું પ્રમુખ કારણ વિનય છે. તેનું જ શ્રત સુફળદાયક હોય છે. અહંકાર, કોધ, પ્રમાદ, રેગ અને આળસ આ પાંચ શિક્ષાના વિઘકર્તા છે. આની તુલના આપણે ગમાર્ગને ૯ વિજ્ઞાથી કરી શકીએ. જે સદા ગુરુકુળમાં રહીને વેગ અને તપ કરે છે, પ્રિયકારી છે અને પ્રિયવચન બોલે છે તે શિક્ષાના અધિકારી છે. જેવી રીતે મેરૂ પર્વતમાં મહાન અને શ્રેષ્ઠ છે તેવી રીતે બહુશ્રુત જ્ઞાની પુરુષમાં સર્વશ્રેષ્ઠ છે.
૧૨મા અધ્યયનમાં મુનિ હરિકેશીનું વર્ણન છે. ચાંડાલ કુળમાં જન્મેલા હરિકેશબલ મુનિ ભિક્ષા માટે બ્રાહ્મણેની યજ્ઞશાળામાં ગયા. ત્યાં તેમને તપથી કુશ અને વસ્ત્રોથી મલિન આવી સ્થિતિમાં આવતા જોઈ અભદ્ર લકે હાંસી કરવા લાગ્યા. તેઓ જાતિમદથી ઉન્મત્ત બનીને અસંયમી અસદાચારી બ્રાહ્મણ મુનિને લક્ષ્ય કરી કહેવા લાગ્યા કે આ બિભત્સરૂપવાળા, વિકરાળ, મલિન વસ્ત્રધારી, ગંદા અને ફાટેલાં વસ્ત્રોને ગળે વીંટાળી કોણ પિશાચ જે અહીં આવી રહ્યો છે? અરે! બદસુરત તું કેણુ છે? શેની આશાએ આવ્યો છે? એ મલિનવસ્ત્રધારી પિશાચ! તું અહીંથી ચાલ્યો – અહીં શા માટે ઉભે છે? આવા અપમાન અને તિરસ્કારપૂર્ણ વચન સાંભળી તિન્દ્રક વૃક્ષ પર રહેનાર યક્ષ અનકંપાઈ મહામુનિના શરીરમાં પ્રવેશીને બોલ્યો- હું શમણું છું, બ્રહ્મચારી છું, ધન-સંપત્તિ અને પરિગ્રહથી વિરક્ત છું એટલા માટે અનુદિષ્ટ-(મારા માટે નહિ બનાવેલ) ભજન ગ્રહણ કરવા માટે હું અહીં આવ્યો છું. આમ આ સંવાદમાં દાનને અધિકારી જાતિવાદ, યજ્ઞ, જલસ્નાન, તપનો મહિમા વિ. ની ચર્ચા કરેલ છે. બૌદ્ધ સાહિત્યમાં માતંગ જાતકમાં આ કથા પ્રકારતરે મળે છે.
૧૩માં અધ્યયનમાં ચિત્ત અને સંભૂત નામના બે ભાઈઓના છ જન્મોની પૂર્વકથાનું વર્ણન છે. તેથી આનું નામ “ચિત્તા સંભૂતીય' પડયું છે. પુણ્યકર્મના નિયાણાના બંધને કારણે સંભૂત (બ્રહ્મદત્ત ચક્રવર્તી)ના જીવનું પતન તથા સંયમી એવા ચિત્ત મુનિનું ઉત્થાન બતાવી જીવોને ધમાંભિમુખ બનવાનો તથા તેના ફળની અભિલાષા ન કરવાને ઉપદેશ આપ્યો છે. તેમ એ પણ પ્રતિપાદિત કર્યું છે કે કઈ વ્યકિત યદિ સાધુધર્મનું પાલન ન કરી શકે તો તેણે ગૃહધર્મનું પાલન તે અવશ્યમેવ કરવું જોઈએ.
૧૪મા અધ્યયનમાં છ પાત્ર છેનું વર્ણન છે. ભૃગુપુરોહિત, તેની સ્ત્રી, તેના બે પુત્રો, રાજા અને રાણી. પરંતુ રાજાની લૌકિક પ્રધાનતાને કારણે તેનું નામ ઇક્ષકારીય રાખવામાં આવ્યું છે. આ અધ્યયન ભાવનાનો ઉપદેશ.” વૈદિક માન્યતા હતી કે પુત્ર વિના ગતિ થતી નથી. “અપુત્રસ્ય ગતિનંતિ સ્વર્ગે નેવ ચ નૈવ ચ”. લેકેને આ માન્યતામાં વિશ્વાસ હતું તેથી પુત્રેત્પત્તિ એ જીવનની મહાન સફળતા ગણાતી હતી. અને અધ્યાત્મ
Jain Education internatio
આગમસાર દોહન
For Private & Personal Use Only
૨૭૫ www.jainelibrary.org