________________
પૂણ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
બીજા અધ્યયનમાં કામદેવ શ્રાવકનું વર્ણન છે. તે અપાર ધનસમૃદ્ધિ અને વૈભવથી ભરપૂર આવાસોમાં નિવાસ કરતા હોવા છતાંય ત્યાગ અને તપપ્રધાન જીવન જીવતા હતા. તેણે પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. અને અન્તિમ સમયે નિવૃત્ત થઈને પૌષધશાળામાં પોતાનું પવિત્ર જીવન વિતાવતો હતો.
એક વખત તે પિષધ કરીને ધર્મ જાગરણ કરી રહ્યો હતો. મધ્યરાત્રિએ એક માયાવી દેવ ભયાનક પિશાચનું રૂપ ધારણ કરીને હાથમાં ઉઘાડી તલવાર લઈને આવ્યો અને બે – કામદેવ! તું મેક્ષની મૃગતૃષ્ણમાં પોતાના જીવનને નકામું વેડફી રહ્યો છે. મારા કહેવાથી ધર્મને છોડ અને ભેગ- ઉપભેગનો આનંદ લૂટ. જે તું મારી આ વાતને સ્વીકાર નહિ કરે તે હું આ જ તલવારથી તારા કટકે કટકા કરી નાખીશ. આ સાંભળીને પણ કામદેવ મૌન અને સ્થિર રહ્યો. મનથી પણ તેની વાતનો સ્વીકાર ન કર્યો. દયે તેના ઉપર ક્રૂર પ્રહાર કર્યા છે પણ તે ધર્મચિન્તનમાં લીન રહ્યો. દૈત્યે હાથી તથા સર્પ બનીને તેને ભયંકર વેદનાઓ આપી પરંતુ તે જરાપણ વિચલિત ન થયો. ભગવાન મહાવીરે કામદેવનો દાખલો આપી શ્રમણ-શ્રમણીઓને બતાવ્યું કે તમારે પણ આ જ પ્રમાણે સંચમ ધર્મ માં દઢ નિશ્ચલ રહેવું જોઈએ.
જીવનના અન્તિમ સમયે કામદેવ શ્રમણોપાસકે સમતા અને શાંતિપૂર્વક ૬૦ દિવસનું અનશનવ્રત પૂર્ણ કરી દેડત્યાગ કર્યો અને પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યું.
ત્રીજા અધ્યયનમાં ચુલહી પિતા અને ચોથા અધ્યયનમાં સુરાદેવનું વર્ણન છે. પાંચમા અધ્યયનમાં ચલણીશતકનું વર્ણન છે. આ ત્રણે શ્રાવકોએ પણું વ્રતો ગ્રહણ કર્યા હતા અને અને પાંચ વર્ષ સુધી પડિમાધારી રૂપે રહીને વિરકત જીવનની સાધના કરતાં સમાધિમરણ પ્રાપ્ત કરી પ્રથમ સ્વર્ગમાં દેવ બન્યા.
છઠા અધ્યયનમાં તત્ત્વજ્ઞાની કંડકેલિક શ્રાવકનું વર્ણન છે. તેણે ભગવાન મહાવીર પાસે શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો હતો. એક વખત મધ્યાહ્નમાં તે અશોકવાટિકામાં બેઠો બેઠો ધર્મ ચિન્તન કરી રહ્યા હતા તે સમયે એક દેવ આ. તેણે કહ્યું- હે કુડકેલિક! શ્રમણ મહાવીર દ્વારા કથિત ધર્મ સાચો નથી કારણકે તેમાં ઉત્થાન અને પરાક્રમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે આ જગતમાં બધું નિયતિને આધારે જ ચાલે છે. ગોશાલકની ધર્મપ્રરૂપણ યુકિત સંગત છે કારણકે તેમાં ઉત્થાન, કર્મ બળ, વીર્ય અને પરાક્રમ કંઈ પણ નથી. જે કંઈ છે તે નિયતિ છે. તેથી મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિને છોડીને શાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકાર કરે. કુંડલિકે જવાબ આપતા પૂછયું - હે દેવ! આ દિવ્ય અદ્ધિ આદિ જે તમને પ્રાપ્ત થયેલ છે તે શું પુરુષાર્થ વગર પ્રાપ્ત થયેલ છે? દેવે કહ્યું – હા. કુંડકાલિકે પૂછ્યું - તે પછી જેટલા પણ લેકે પુરુષાર્થહીન છે તેઓ તમારા કથનાનુસાર દેવ થવા જોઈએ. એમ કેમ કેમ બન્યું કે બનતું નથી. દેવની પાસે આ તર્કને કોઈ ઉત્તર ન હતો. દેવ નમન કરી ક્ષમા માંગી. ધર્મ પ્રત્યેની તેની આસ્થા અને શ્રદ્ધાની પ્રશંસા કરતે સ્વસ્થાને ગયો. ભગવાન મહાવીરે પિતાના શ્રમણ સમુદાયની સમક્ષ પ્રસ્તુત એક આદર્શ તાર્કિક અને શ્રદ્ધાવંત શ્રાવકની પ્રશંસા કરી. કંડકલિક શ્રમણોપાકનું શેષ જીવન પણ અન્ય શ્રાવકની જેમ ધર્મ આરાધનામાં વીત્યું અને અંતે સમાધિમરણ પ્રાપ્ત કર્યું
સાતમાં અધ્યયનમાં કુંભકાર સકડાલપુત્રનું વર્ણન છે. તે પહેલા આજીવક આચાર્ય શાલકને અનુયાયી હતા. દેવની પ્રેરણાથી તે મહાવીરને વન્દન કરવા માટે ગયો. વીર પ્રભુની ધર્મદેશના સાંભળી તેને શ્રદ્ધા જાગૃત થઈ.
તેની પ્રાર્થનાને સ્વીકારી ભગવાન તેની કુંભશાળામાં પધાર્યા. ભગવાને પૂછયું. આ ઘડા કેવી રીતે બને છે? સકલાલપુત્રે ઘટનિમણની બધી પ્રક્રિયા અથ થી ઇતિ સુધી કહી બતાવી. અંતે આ ઘડા પુરુષાર્થથી થયા છે કે નિયતિથી એમ પૂછતાં જ્યારે તેણે નિયતિકૃત બતાવ્યાં ત્યારે મહાવીરે કહ્યું–જે કઈ દુર્મતિ પુરુષ તડકામાં સુકાતા તારા ઘડાને પત્થરથી ઊડવા લાગે તેમજ તારી પત્ની સાથે છેડતી કરી કુચેષ્ટા કરવા લાગે તે તારા મતાનુસાર તે આ બધું નિયતિકૃત છે તેથી તેમ કરવામાં તે મનુષ્યનો કેઈ અપરાધ નથી. જે તું તેને અપરાધનો દંડ આપે તો પછી તારું નિયતિવાદનું માનવું કયાં સુધી ઉચિત છે? ભગવાનના હૃદયગ્રાહી, તર્ક યુકત કથનથી પ્રભાવિત થઈ તે મહાવીરનો અનુયાયી અને ભકત બની ગયો. ગોશાલકે ત્યારે તેના મત પરિવર્તનની વાત જાણી ત્યારે તે ત્યાં સુકડાલપત્ર પાસે આવ્યા અને વિવિધ ઉપમાઓથી મહાવીરની સ્તુતિ કરી પિતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ તેમાં તે સફળ થઈ ન
૨૦૮ Jain Education International
તત્ત્વદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only