Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 848
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ છે બની ગયું. તે વખતે શેઠશ્રી શિવલાલભાઈ શેઠશ્રી નાગરભાઈ તથા શ્રી વેલસી ચત્રભૂજ વગેરે ભાઈએ તત્કાળ આવી પહોંચ્યા હતા. પિતા પ્રત્યે અનન્ય ભકિતભાવ રાખનાર રત્ન જેવા મહાસતી, બસ ચાલ્યા ગયા ? અહો ! કેવી સહજતાથી પંડિત મરણ પામી ગયા ! એ બનાવથી પૂજ્ય ગુરુદેવ પિતે ગદ્ગદિત થઈ ગયા. કે એ અપૂર્વ અવસર ! કેવી એ ધન્ય ઘડી ! આવી પરિસ્થિતિ ખરેખર ભાગ્યવાન આત્મા જ પામી શકે ! એવા એ નિખાલસ પવિત્ર આત્મા હતા. ખરેખર, આવું પંડિતમરણ અને તે પણ પૂજ્ય ગુરુદેવના સાન્નિધ્યમાં આવે છે. એ અપૂર્વ પ્રસંગ હ ! આ ચાતુર્માસમાં, આ એક અવિસ્મરણીય બનાવ બન્ય. ચાતુર્માસ શાતિથી પૂર્ણ થયું. ૪૪. ચોટીલા : સંવત ૨૦૦૦ : ઈ. સ. ૧૯૪૪ ૪૪. ચેટીલા-: સંવત ૨૦૦૦: ઈ. સ. ૧૯૪૪. ૧- પૂજ્ય મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી તથા ૨– મહારાજશ્રી ચુનીલાલજીસ્વામી. વળી પાછો નિવૃત્તિ અને શાન્તિને વિચાર મોખરે આવે. પૂજ્ય મહારાજશ્રીની આ ભાવનાની શ્રી ચોટીલાના ભકિતપ્રધાન સંઘને જાણ થતાં આગેવાન ભાઈઓ શ્રી રાયચંદ ઠાકરસી, નેમચંદ ઠાકરસી, શ્રી વનેચંદ રાયચંદ, શ્રી હરિલાલ ગુલાબચંદ પારેખ, કેવળચંદ ઝવેરચંદ કટારી, મોતીચંદ ખીમચંદ, અમૃતલાલ સુખલાલ, જગજીવન હીરાચંદ વગેરે ભાઈઓએ પૂ. મહારાજશ્રીની સેવાને લાભ લેવા આગામી ચાતુર્માસ માટે વિનંતી કરી. પરિણામે પિતાને નિવૃત્તિને હેતુ બરાબર પાર પડશે એમ લાગવાથી તેઓએ તે વિનંતિ રવીકારી અને ગામ બહાર થાણામાં શાહ હીરાચંદ ઠાકરસીના મકાન “કેશવકુંજ'માં ચાતુર્માસ રહ્યા. અને સાગારી મૌન સ્વીકાર્યું. આ ચાતુર્માસની બધી વ્યવસ્થા અને સરભરાને પ્રબંધ શ્રી નીમચંદ ઠાકરસી તરફથી કરવામાં આવેલ. આ ચાતુર્માસમાં જ ભાઈશ્રી અંબાલાલ પટેલ, જે સંતબાલજી પાસે રહેતા હતા, તે કઈ કારણસર છૂટા થયેલ તે હવે પછી પૂ. મહારાજશ્રી પાસે સેવાભાવે જોડાયા હતા. ૪૫. વાંકાનેરઃ સંવત ૨૦૦૧ ઈ. સ. ૧૯૪૫ વાંકાનેર : ઠાણા ૨, ઉપર મુજબ. ઉપરાંત વૈરાગી ભાઈશ્રી મેઘજીભાઈ તથા સેવાભાવે જોડાયેલ ભાઈશ્રી અંબાલાલ પણ સાથે હતા. ચોટીલાના ચાતુર્માસ દરમિયાન નિવૃત્તિને હેતુ ઠીક સર્યો હતો. સાગારી મૌનને લીધે સાધના સારી ચાલી. પછી પણ એવું એકાંત સ્થળ પસંદ કરવાની પૂ. મહારાજશ્રીની અભિલાષા હતી. એટલે એ ઉદેશને લક્ષમાં રાખી અનુકમે વિહાર કરતાં તેઓશ્રી સરાસુંદરી પધાર્યા. ત્યાં શેડા દિવસ રહ્યા. સરા ગામ નજીક હતું. વળી ત્યાંના શ્રાવકે પણ ભક્તિપ્રધાન હતા. તેથી સરામાં લગભગ રોષકાળ પૂરો કર્યો. દરમિયાન લીંબડીના વતની પણ હાલ મુંબઈ વસતા પૂજ્ય મહારાજશ્રીના અનુરાગી શ્રી અમુલખ અમીચંદ દર્શનાર્થે સરામાં આવ્યા હતા. પ્રસંગે વાત વાત નીકળતાં લીંબડીમાં બેને માટે એક ઉપાશ્રયની ખાસ જરૂર છે એવું સૂચન થયું. તેમ જ પૂ. શ્રી દેવચંદ્રજી પુસ્તકાલયને પણ મોટા સ્વરૂપે સાર્વજનિક બનાવવાની જરૂર છે એવી વાતચીત થઈ. શ્રી અમુલખભાઈ સ્વભાવે ઉદાર અને વળી પૂ. મહારાજશ્રી પ્રત્યે ભકિતભાવવાળા હતા. એટલે થોડી વિચારણાને અંતે, પૂજ્ય મહારાજશ્રીની એ બન્ને સૂચનાઓને પિતે સ્વીકારી લીધી. ત્યારબાદ પૂ. મહારાજશ્રી ઠાણું ૨, સરાસુંદરથી વિહાર કરતાં કરતાં લીંબડી પધાર્યા. ચાલુ સાલનું ચાતુર્માસ વાંકાનેરનું નકકી થયું હતું એટલે લીંબડીથી અનુક્રમે વિહાર કરતાં તેઓશ્રી ઠાણા ૨. ચાતુર્માસ નિમિત્તા વાંકાનેર પધાર્યા. એ ચાતુર્માસમાં, શ્રી સંઘના આગેવાન ભાઈશ્રી રૂપચંદ ફુલચંદ, હા. ધીરુભાઈ તરફથી ચાતુર્માસ અંગે બધે ખર્ચ આપવામાં આવેલ હતું. ૪. ધોરાજીઃ સંવત ૨૦૦૨: ઈ. સ. ૧૪૬ ધરાજી: ઠાણું ૨, ઉપર મુજબ. સાથે શ્રી મેઘજીભાઈ વિરાગી તથા ભાઈશ્રી અંબાલાલ હતા. વાંકાનેરનું ચાતુર્માસ પૂર્ણ થયે લીંબડી તરફ વિહાર શરૂ થયે. દરમિયાન ગત વર્ષમાં શ્રી અમુલખભાઈએ પૂજ્ય મહારાજશ્રીની જે પ્રેરણા ઝીલી હતી તે સ્થૂલ આકારમાં ચાતુર્માસની યાદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 846 847 848 849 850 851 852 853 854 855 856