________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૩૯. અમદાવાદ-ચરબ રેડ: સં. ૧૯૯૫ ઈ. સ. ૧૯૩૯ અમદાવાદઃ 'ડાણા ૨, ઉપર મુજબ.
કરનાળીનું ચાતુર્માસ પૂર્ણ કરી હાણ ૨ તથા ચિરાગી ભાઈશ્રી મેઘજીભાઈ અમદાવાદ તરફ આગળ વધ્યા. આ બાજુ સૌરાષ્ટ્રમાં આ સમાચાર મળતાં સાધ્વી મંડળ ખૂબ ઉલ્લાસમાં આવી ગયું. મહા. શ્રી હરિબાઈ આર્યાજી, મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી તથા મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી ઠાણા ૩, પૂ. મહારાજશ્રીનું ભાવભર્યું સ્વાગત કરવા સૌરાષ્ટ્રમાંથી વિહાર કરીને આગળ વધ્યાં અને પૂ. મહારાજશ્રીને ધૂળકામાં ભેગા થયા. દરમિયાન મહાસતી શ્રી હરિબાઈ આર્યાજીને પેટની તકલીફ હેવાથી તેનું નિદાન કરાવવાની જરૂર હતી અને ઓપરેશન કરાવવું પડે તે પૂ. મહારાજશ્રીની હાજરી હોય તે વધુ રાહત મળે એમ લાગવાથી તેમજ અમદાવાદના સંઘની એ લક્ષે વિનતિ થવાથી પૂ. મહારાજશ્રી , ઠાણા ૨ અને સાધ્વીજી ઠાણા ૩, અલગ અલગ વિહાર કરીને અમદાવાદ પધાર્યા. ત્યાં મેટા ડોકટર પાસે નિદાન કરાવતા મહાસતી શ્રી હરિબાઈ આર્યજીના પેટની ગાંઠનું ઓપરેશન કરાવવાનું નક્કી થયું. પરંતુ આવા ઓપરેશન માટે તે સમયે આણંદની મિશનરી હોસ્પિટલ ખૂબ પ્રસિદ્ધ હોવાથી પૂ. મહારાજશ્રીની આજ્ઞા લઈ ઓપરેશન માટે ઠા. ૩, આણંદ પધાર્યા. ઓપરેશન સફળ થયું. પણ તુરતમાંજ બીજી તકલીફ ઊભી થવાથી હરિબાઈ આર્યાજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. બે ઠાણ પાછા અમદાવાદ પધાર્યા. દરમિયાન મહારાજશ્રી ઠાણા ૨ ચીનાબાગ વગેરે અમદાવાદના પરામાં ફર્યા અને પછી ચાતુર્માસ માટે કોચરબ રેડ પર મણિબેન પટેલની નવી ચાલમાં રહ્યા અને આર્યાજી ઠાણા ૨, એલિસબ્રિજ વિસ્તારમાં “પ્રીતમનગરમાં ચાતુર્માસ રહ્યાં. અમદાવાદ સંધના પૂર્ણ ભક્તિભાવ સાથે અમદાવાદનું ચાતુર્માસ સંપૂર્ણ થયું.
૪૦. ધોરાજીઃ સંવત ૧૯૯૬ઃ ઈ. સ. ૧૯૪૦. ધોરાજી : હાણ ૨, ઉપર મુજબ.
પૂ. મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી તથા મહા. શ્રી ચુનીલાલજીસ્વામી અમદાવાદનું ચાતુર્માસ સંપૂર્ણ થયે વિહાર કરી સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યા અને મહાસતી ઠાણું ૨ વિહાર કરીને પેલેરા પધાર્યા. પૂ. મહારાજશ્રી ઠાણા ૨, વિહાર કરતાં કરતાં વટામણ પધાર્યા. ત્યારે પૂ. મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામીની તબિયત બગડી એટલે ડોળીથી વિહાર કરી પેલેરા પધાર્યા. પૂ. મહારાજશ્રીની તબિયતના સમાચાર સાંભળી સાધ્વી સમુદાય પેલેરા ભેગો થયે. તે વખતે સાધ્વીજીમાં મહા. શ્રી દેવકુંવરબાઈ આર્યાજી, મહા. શ્રી સમરતબાઈ આર્યાજી, મહા. શ્રી લક્ષ્મીબાઈ આર્યાજી, મહા. શ્રી મોતીબાઈ આર્યાજી, મહા. શ્રી પાર્વતીબાઈ આર્યાજી, મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી, મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી, મહા. શ્રી સમજુબાઈ આર્યાજી આદિ ઠાણાઓ પેલેરામાં હતાં. તબિયત સુધરી એટલે આર્યાજીના બધા કાણાએ અનુકૂળતા મુજબ વિહાર કરી ગયા. પછી તે ધેરાજી શ્રી સંઘની આગ્રહભરી વિનંતીથી પૂજ્ય મહારાજશ્રી ઠાણા ૨ નું ચાતુર્માસ પણ ત્યાં જ (રાજીમાં)
. ચાતુર્માસમાં ધર્મ ઉદ્યોત ખબ થયો. સંઘને ઉત્સાહ અને ભક્તિ અનેરાં હતાં. રાત્રે પ્રાર્થના-પ્રવચનમાં જૈનેતર વર્ગ પણ ખૂબ પ્રભાવિત થઈ લાભ લેતે હતે. એ રીતે ધોરાજીનું ચાતુર્માસ પૂર્ણ થયું. છેલી બીમારી પછી પૂ. મહારાજશ્રીના પગે વાનું દર્દ રહ્યા કરતું હતું એટલે વિહારમાં ડોળીને ઉપગ ચાલુ થયો હતે.
૪૧. જામનગરઃ સંવત ૧૯૯૭ : ઈ. સ. ૧૯૪૧ જામનગર : ઠાણ ૨, ઉપર મુજબ.
ધરાજનું ચાતુર્માસ પૂર્ણ કરી ત્યાંથી વિહાર શરૂ કર્યો. પૂજ્ય મહારાજશ્રીને પગે વાનું દર્દ હતું. ઘણા ઉપચાર કર્યા હતા. પણ એ દર્દ મટયું નહિ. આ વખતે કેટલાક ભકતે તરફથી સૂચના થઈ કે જામનગરમાં “સેલેરિયમ ને અદ્યતન સારવાર છે. જે આને લાભ લેવાય તે વાને જરૂર ફાયદો થાય. દરમિયાન જામનગર સંઘે પણ ત્યાં પધારવા માટે આમંત્રણ આપ્યું અને પ્રત્યુત્તરમાં પૂ. મહારાજશ્રીએ કહ્યું કે “જેવી ક્ષેત્રસ્પર્શના.” ત્યારબાદ પૂ. મહારાજશ્રીને ગિર પ્રદેશ તરફ વિચરવાની ભાવના હોવાથી ધેરાજીના ચાતુર્માસ બાદ પૂજ્ય મહારાજશ્રી ઠાણા ૨, કારતક વદ બીજના જૂનાગઢ પધાર્યા. ત્યાંની તીર્થભૂમિ એવા ગિરનારના પવિત્ર આંદોલનને લાભ લેવાની ભાવના થતાં, કુદરતી વનરાજી અને ચેતનમય [૧૧૮]
વ્યકિતત્વ દર્શન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org