________________
}પત્ર ગુરુદેવ કવિધય પં. નાનજી મહારાજ જન Hશતાહિદ સ્મૃતિગ્રંથ
કથા કુંભકાર જાતકમાં ઉપલબ્ધ છે. મૃગાપુત્રની કથા પણ થોડા ફેરફાર સાથે બૌદ્ધ સાહિત્યમાં આવે છે. આ જ પ્રમાણે આ આગમના સુભાષિતો તથા સંવાદ પણ બૌદ્ધ ગ્રંથમાં મળે છે કે જે આની પ્રાચીનતાને સિદ્ધ કરે છે. '
ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયને છે. ઉપલબ્ધ મૂળપાઠ ૨૧૦૦ કપ્રમાણ છે. ૧૬૫૬ પદ્યસૂત્ર છે અને ૮૯ ગદ્યસૂત્ર છે.
ઉત્તરાધ્યયનનું પ્રથમ અધ્યયન “વિનય” છે. વિનયનો અર્થ અનુવર્તન, પ્રવર્તન, અનુશાસન, શુશ્રષા અને શિષ્ટાચારનું પાલન છે. એટલા માટે જ તેને જિનશાસનનું મૂળ કહેલ છે. વિનય એ કંઈ બૌદ્ધિક આસ્થા નથી, પરંતુ આત્મિક અને વ્યાવહારિક વિશેષતાઓની અભિવ્યક્તિ છે. જે ગુરુની આજ્ઞાનું પાલન કરતો હોય, ગુરુની સમીપે રહેતા હોય, ગુરુના ઈંગિત અને મનોભાવને જાણતો હોય તે “વિનીત' કહેવાય છે. મડદાલ ઘોડાને જેમ વાર વાર ચાબુક બતાવવાની જરૂર પડે છે પરંતુ જાતવંત ઘોડો ચાબુક જોતાં જ સાચા માર્ગે ચાલવા માંડે છે તેવી જ રીતે વિનીત સાધક મડદાલ ઘોડાની જેમ નહિ પરંતુ આકીર્ણ ઘેડાની માફક ઈતિમાત્રથી બેધ પામી પાપકર્મને તજી દે છે. પિતાના આત્માનું બધપૂર્વક દમન કરવું જોઈએ. જેણે પોતાના આત્માને વશ કરી લીધે તે આ લેક તેમજ પરલોક બંનેમાં સુખી થાય છે. કયારેક આચાર્ય કેધિત થઈ જાય તો તેમને પ્રેમપૂર્વક પ્રસન્ન કરી લેવા જોઈએ. હાથ જોડીને તેમના કેધાનિને શાંત પાડવો જોઈએ અને તેમને એવો વિશ્વાસ કરવો જોઈએ કે હવેથી આવું કાર્ય હું કદી પણ કરીશ નહિ.
બીજા અધ્યયનમાં પરીષહનું વર્ણન છે. જે સહન કરવામાં આવે તે પરીષહ છે. સહન કરવાના બે પ્રયોજન છે. (૧) સત્કાર્યોના માર્ગથી ચલિત ન થવા માટે અને (૨) કમને ક્ષીણ કરવા માટે. સ્વેચ્છાથી કષ્ટ સહન કરવા તે ‘કાયકલેશ” તપ છે અને અણધાર્યા ઈચ્છા વિના જે કષ્ટ પ્રાપ્ત થાય છે તે પરીષહ કહેવાય છે. પરીષહ સહન કરવાથી અહિંસાદિ ધર્મોની સુરક્ષા થાય છે. પરીષહ ૨૨ પ્રકારના છે-ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, અચેલા (વસ્રરહિતપણું), અરતિ (અણગમો) સ્ત્રી, ચય (ગમન) નિષદ્યા (બેસવું), શમ્યા, આક્રેશ (કઠોર વચન) વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ (મલ) સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન.
સાધકની ભુજા, જાંઘ વિ. અંગે પાંગ તપથી કૃશ થઈ જાય, શરીરની પ્રત્યેક નસો દેખાવા લાગે તે પણ અન્નપાણી માટે ભિક્ષુ દીનવૃત્તિ દાખવતું નથી. તે તૃષાથી પીડાતા હોય તે પણ સચેત પાણીનો ઉપયોગ કરતા નથી. ટાઢથી થરથર ધ્રુજતે હોય તો પણ અગ્નિની ઈચ્છા કરતું નથી. ડાંસ, મચછર ખૂબ કષ્ટ આપતા હોય, કરડતા હોય તે પણ તેમને કોઈ પણ જાતનું કષ્ટ પહોંચાડતું નથી. આ પ્રમાણે બધા પરીક્ષામાં દઢતાપૂર્વક આત્મચિંતન કરતા રહે છે.
ત્રીજા “ચતુરંગીય અધ્યયનમાં માનવતા, ધર્મશ્રવણું, શ્રદ્ધા તથા તપ-સંયમમાં પુરુષાર્થ–આ ચાર અતિ દુર્લભ અંગેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ચેથા “અસંસ્કૃત” અધ્યયનની ૧૩ ગાથાઓમાં સંસારની ક્ષણભંગુરતાનું પ્રતિપાદન કરીને ભારંઠપક્ષીની જેમ
| રહેવાને ઉપદેશ આપ્યા છે. જીવન તૂટ્યા પછી સાંધી શકાય તેમ નથી, તેથી પ્રમાદને પરિત્યાગ કરવો જોઈએ. કેધ, માન, માયા અને લેભને સમજપૂર્વક તજવાં જોઈએ.
પાંચમું અધ્યયન “અકામમરણીય છે. નિર્યુકિતમાં તેનું બીજું નામ “મરણ વિભકિત” આપ્યું છે. જીવનની જેમ મૃત્યુ પણ એક કળા છે. જેને આ કળા આવડતી નથી તે હંમેશને માટે પોતાની પાછળ દૂષિત વાતાવરણ મૂકી જાય છે. તેથી મરણ-વિવેક (મૃત્યુનું જ્ઞાન) આવશ્યક છે. મરણ બે પ્રકારનું છે. (1) અકામ મરણ-જે સ-અસના વિવેકથી શૂન્ય-મૂઢ પુરુષે હોય છે તેમને થાય છે અને તે વારંવાર થાય છે. (૨) સકામ મરણ - વિવેકી પુરુષોને જે
૧. વિન્ટરનિન્સ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન લિટરેચર, ભા. ૧, પૃ. ૪૬૭-૮. ૨. અપ્પા ચેવ દયો , અપ્પા હુ ખલુ દુ, –અપ્પા દ સુધી હોઇ અસ્તેિ લોએ પરત્થ ય છેઉત્તરા. આ. ૧ ગા. ૧૫ (ખ) અત્તા હિ અત્તને નાથ કોહિ નાથો પર સિયા!
અત્તના હિ સુદન્તન નાથ લભતિ દુલર્ભ છે ધમ્મપદ ૧૨-૪
આગમસાર દોહન Jain Education International
For Private & Personal Use Only
૨૭૩ www.jainelibrary.org