Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 850
________________ }પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પૂ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજને પગે વાનું દર્દ હોવાથી વિહારમાં ડોળીનું સાધન રાખવું પડતું. તેથી ભાઈશ્રી અંબાલાલ પણ એ રીતે સેવાભાવે સાથે જ રહેતા. મરીનું ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર શરૂ કર્યો. આ ચાલુ સાલમાં તેરાપંથી સાધુઓ પિતાનું પરિબળ જમાવવા સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. અને ઝાલાવાડમાં જોરાવરનગર સેન્ટર તેઓએ પસંદ કર્યું હતું. પરિણામે સ્થાનકવાસી સમાજને સુદઢ અને સુરક્ષિત રાખવાની જરૂર લાગતાં જોરાવરનગર સંઘે પૂ. મહારાજશ્રીને આગામી ચાતુર્માસ કરવાની આગ્રહભરી વિનતિ કરી. પરિણામે દીર્ઘદૃષ્ટિથી વિચાર કરીને, ધર્મરક્ષા ખાતર, નિવૃત્તિને ભેગ આપીને પૂ. મહારાજશ્રીએ જોરાવરનગરનું ચાતુર્માસ સ્વીકાર્યું. ચાતુર્માસ દરમિયાન ખૂબ જાગૃતિ લાવ્યા અને તેરાપંથીની મુરાદ પાર ન પડી. તે વખતે જોરાવરનગરમાં ઉપાશ્રયની જોઈએ તેવી સુવિધા ન હોવાથી કાનજી ચત્રભૂજના નવા બંગલા “પ્રીતમનિવાસમાં ચાતુર્માસ રહ્યા. પ્રાર્થના અને રાત્રિ પ્રવચન ચાલુ હતા. તેથી આમજનતા ઉપર સારી અસર થઈ. સાથે સેવા નિમિત્તે મહાસતી શ્રી હેમકુંવરબાઈ આર્યાજી તથા મહાસતી શ્રી ચંદનબાઈ આર્યાજી ઠાણા ૨, પણ ચાતુર્માસ રહ્યા હતા. ૪૯, જોરાવરનગર : સંવત ર૦૦૫ ઈ. : સં. ૧૯૪૯ જોરાવરનગર : ઠાણ બે, ઉપર મુજબ. પહેલું ચાતુર્માસ પૂર્ણ કરી પૂ. મહારાજશ્રી ઠાણા ૨, વિહાર શરૂ કર્યો. પણ હવે નિવૃત્તિ લેવાની ભાવના હતી. એટલે શાન્તિધામ સાયલામાં પધાર્યા. દરમિયાન તેરાપંથી સાધુઓએ બીજા વર્ષે પણ જોરાવરનગરમાં થાણું નાખ્યું હતું. ગયા વર્ષે જે પુરુષાર્થ કર્યો હતો તેથી જોરાવરનગર સંઘ ખૂબ પ્રભાવિત થયા હતે. સૌરાષ્ટ્રમાં આવા પ્રભાવક પુરુષ તરીકે પૂજ્ય મહારાજશ્રી એક જ હતા. તેથી આ વર્ષે પણ સમાજના શ્રેયની ખાતર જોરાવરનગર સંઘે બીજું ચાતુર્માસ કરવાની વિનતિ કરી. પરિણામે ૭૧ વર્ષની જૈફ ઉમરે પણ એટલો જ ઉત્સાહ ધરાવતા પૂજ્ય મહારાશ્રીએ ધર્મ–સંસ્કૃતિના રક્ષણ માટે નિવૃત્તિને ગૌણ કરી જોરાવરનગર સંઘની વિનતિ રવીકારી જોરાવરનગરમાં ચાતુર્માસ કર્યું. આ વખતે ચંદુલાલ ચુનીલાલના “વસંત નિવાસ નામના બંગલામાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. તેરાપંથી જમાતને મજબૂત સામને કર્યો. પરિણામે તેરાપંથી સાધુઓ ઝાલાવાડને પ્રદેશ છોડી ગયા. આ ચાતુર્માસમાં સેવાને લાભ લેવા મહાસતીશ્રી મોતીબાઈ આર્યાજી, મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી, મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી તથા મહા. શ્રી ચંપાબાઈ આર્યાજી ઠાણું ૪ નું ચાતુર્માસ પણ જોરાવરનગરમાં થયું હતું. ૫૦. સાયલા : સંવત ૨૦૦૬: ઈ. સ. ૧૯૫૦ સાયલા : ઠાણ ૨, ઉપર મુજબ. જોરાવરનગર ઉપરાઉપરી બે ચાતુર્માસ કર્યા પછી હવે પિતે સ્થિરવાસ રહેવાનું વિચારી રહ્યા હતા. શાન્તિ માટે છેલ્લાં કેટલાંક વર્ષથી પિતે સાયલા (પિતાની જન્મભૂમિ) ક્ષેત્ર પસંદ કર્યું હતું. એટલે ત્યાં આવીને રહ્યા; તે દરમિયાન થાનના વતની માણેકચંદભાઈની સુપુત્રી બેન પ્રભાવતી જે મહાસતી શ્રી હેમકુંવરબાઈ આર્યાજી પાસે વિરાગ્યભાવે અભ્યાસ કરતા હતાં, તેની આજ્ઞા થઈ જવાથી ચૈત્ર સુદ ૬, શનિવારના રોજ તેને સાયલામાં દીક્ષા આપી. અને તેનું શુભ નામ આર્યાજી પુષ્પાબાઈ રાખ્યું. સાયલામાં જ ચાતુર્માસ એકાંત નિવૃત્તિના લક્ષે કર્યું અને તે ભાવના પરિપૂર્ણ થઈ ૫૧. ભાવનગર : સંવત ૨૦૦૭: ઈ. સ. ૧૯૫૧ ભાવનગર : ઠાણું ૨, ઉપર મુજબ. સાયલાનું ચાતુર્માસ પૂર્ણ કરી ત્યાં જ રિથરતાથી રહેવાનું હતું. પરંતુ કુદરતને સંકેત જુદા પ્રકારને હતો. એવું બન્યું કે તેરાપંથી સાધુઓને ઝાલાવાડમાં ફાવ્યું નહિ એટલે એમણે દિશા બદલી. હવે ગોહિલવાડને લક્ષ બનાવ્યું. એટલે કે ભાવનગર જેવા ક્ષેત્રમાં તેઓએ થાણું નાખ્યું. પરિણામે ભાવનગરમાં રથા. સંઘ જાગૃત થયે. બે વર્ષ પહેલાં જોરાવરનગરમાં જે પ્રતિકાર થયે હતું તેની હવા તે સર્વત્ર ફેલાઈ ગઈ હતી. એટલે તેરાપંથી સાધુ ભાવનગરમાં તેની જડ નાખે ચાતુર્માસની યાદી [૧૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 848 849 850 851 852 853 854 855 856