________________
-
-
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથસે
પધારે તે પહેલાં અમારે મુખ્ય વાડી ઉપરનાં મેડાનું બાંધકામ તથા બહેને માટેના ઉપાશ્રયની જોગવાઈ તેમજ પૌષધશાળા વગેરેની ઘણી સગવડ કરવાની બાકી હતી. ઉદ્ઘાટન વખતે ખુલ્લી જમીનની ફકત એક જ બાજુને નીચેનો ભાગ અમે બાંધેલ હતું અને ઉપર મુજબની બીજી જોગવાઈ કરવાની હતી. તે તમામ જરૂરિયાતે અમેએ ઝડપભેર ચાતુર્માસ શરૂ થાય તે પહેલાં પૂરી કરી હતી.
પૂજ્ય મહારાજ સાહેબના આગમન સાથે જ અમારે ઉપાશ્રય અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમી ઊર્યો હતો અને સંઘની પ્રવૃત્તિઓ ખૂબ વધી ગઈ હતી. અમારા સંઘ હસ્તક આ પ્રથમ ચાતુર્માસ હોઈ બધી પ્રવૃત્તિઓ નવેસરથી જ શરૂ કરવાની હતી. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજનું પ્રતિભાશાળી વ્યકિતત્વ, અને સમાજનું ઘડતર કરવાની તેમની અને ખી આવડતને અને અનુભવ હતું એટલે અમેને શ્રદ્ધા હતી કે અમે અમારુ ચાતુર્માસ સારી રીતે દીપાવી શકીશું. વળી સંઘનાં ઘણા આગેવાને સ્વ. પિપટલાલ ચુનીલાલ, સ્વ. અમુલખભાઈ નાગરદાસ શેઠવાળા, સ્વ. લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી, સ્વ. કાનજીભાઈ ચત્રભુજ શાહ, સ્વ. નરોતમભાઈ મેહનલાલ શાહ વગેરે તથા અન્ય કાર્યકરે પૂ. મહારાજસાહેબથી સારી રીતે પરિચિત હતા. જેથી અમને જોઈતું માર્ગદર્શન પૂ. મહારાજ સાહેબ પાસે સહેજે મળી રહેશે એવો વિશ્વાસ હતે. પ્રથમ ચાતુર્માસ શરૂ થતાં જ પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજનાં તત્વજ્ઞાન સભર તથા-મધુર કાવ્યમય વ્યાખ્યાને સાંભળવા સારેયે સમાજ ઉમટી પડ્યું હતું અને અમારા નવદિત શ્રી સંધ પ્રત્યે સારાએ સ્થાનકવાસી જૈન સમાજનું આકર્ષણ વધ્યું હતું. સંઘે રડું શરૂ કરતાં જ બાપેદરવાળા સ્વ. શેઠ શ્રી અમૃતલાલભાઈનાં સુપુત્રોએ રડું ચલાવવાની તથા તેના ખરચની કુલ જવાબદારી ઉપાડી લેવાની મેનેજિંગ કમિટી સમક્ષ ઈચ્છા પ્રદર્શિત કરતાં તે માન્ય રાખી અને સ્વ. ભાઈલાલભાઈ તથા તેમના કુટુંબીજનેએ ચાતુર્માસ દરમ્યાન કુટુંબ સાથે ત્યાંજ હાજર રહી જાત મહેનત કરી મહેમાનેની સુંદર સરભરા કરી અને સંઘને ઉજજવળ પ્રતિષ્ઠા અપાવી હતી.
પૂ. મહારાજ સાહેબ તેમના વ્યાખ્યામાં આગમનાં ગૂઢ રહસ્ય તારવી તારવી જનતા સહેલાઈથી સમજી શકે અને પચાવી શકે તેવી રીતે તેમની રોચક, મધુર, અમૃતમય વાણી રેજે રેજ સંભળાવી રહ્યા હતા. અને તેમના સુશિષ્ય પૂ. મુનિ શ્રી ચુનીલાલજી મહારાજ પણ તેમની ચિંતનશીલ વાણમાં સાધકની ક્રમવાર ભૂમિકા ખૂબજ ઝીણવટથી સમજાવતા હતા. સમાજનું ઘડતર કરવામાં ભારે કુશળતાને વરેલા અને સમાજની નાડ પારખીને સમાજનાં અનેકવિધ પ્રશ્નોની છણાવટ કરીને સમાજને આદર્શ બનાવવા ઝંખી રહેલા પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે અને જે માર્ગદર્શન અને પ્રેરણા આપેલ છે તેનું શબ્દોથી કઈ વર્ણન થઈ શકે તેમ નથી. અમારી સંધ આજે ટૂંકા સમયમાં જે કાંઈ પ્રગતિ કરી શકે છે અને માન અને પ્રતિષ્ઠા મેળવી શકે છે તેનાં મૂળ અને પ્રાથમિક ભૂમિકા પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે અમને આપેલ માર્ગદર્શન અને સિંચેલ સેવાની ભાવનાને આભારી છે. તેમનાં વ્યાખ્યામાં ખાસ કરીને માનવતાને અનુલક્ષીને સૌ પ્રથમ માનવનાં ગુણે જીવનમાં ઉતારવા-માણસાઈ લાવવા અને ન્યાય અને નીતિસંપન્ન રહી સમાજસેવાનાં કાર્યો કરવા તેઓ અનુરોધ કરતા. સમાજમાં ઉદારતા અને સેવાની ભાવના વધે તે જોવા તેઓ ઉત્સુક હતા. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન નીચે અમેએ તાત્કાલિક કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજના ચાતુર્માસ દરમ્યાન પૌષધશાળાનું ઉદ્દઘાટન સંવત ૨૦૧૨ના શ્રાવણ વદ ૮ ને તા. ૨૯-૮-૧૬ના રોજ રાજકે નિવાસી સ્વ. દાનવીર શેઠ શ્રી દુર્લભજીભાઈ વિરાણીના વરદ્ હસ્તે કરાવ્યું. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની વ્યાખ્યાનશૈલી એટલી સચેટ અને અસરકારક હતી કે ભલભલાને તેઓ પિગળાવી શકતા અને દાનને ધોધ વહેવડાવી શકતા. પૂ. મહારાજ સાહેબની સાનિધ્યમાં અમોએ જેનશાળા તથા લાયબ્રેરીની તેમજ શિવણવર્ગ ઉદ્યોગ મંદિરની સ્થાપના કરી. જિનશાળા હાલમાં સ્વ. કાંતિલાલ લાલચંદ પાઠશાળા એ નામથી ચાલે છે. અને શિવણ વળ સ્વ. રતનબેન દેવચંદ અજમેરા એ નામથી ચાલે છે. જે શાળામાં બાળકો તથા બાળાઓ મોટી સંખ્યામાં હાજરી આપે છે અને શિવણવર્ગમાં પણ અત્યાર સુધીમાં ઘણી મોટી સંખ્યામાં જન તેમજ જૈનતર બહેનેએ લાભ લીધે છે. વળી પૂજ્ય મહારાજ સ દરમ્યાન જ લીંબડી સંપ્રદાયના પૂ. આ. શ્રી રૂપચંદજી મહારાજ સાહેબ તરફથી ગુલાબવીર પુસ્તક ભંડાર અમારા સંઘને અર્પણ કરવાની હીલચાલે નક્કર સ્વરૂપ લીધું. અને અમને કહેતા આનંદ થાય છે કે પાંચ કબાટો ભરેલા અનેક સુંદર, કિંમતી અને અપ્રાપ્ય પુસ્તક તથા પિથીઓને ભંડાર અને લાયબ્રેરી માટે મળે છે. આ માટે લીંબડી મેટા ઉપાશ્રય
વ્યકિતત્વ દર્શન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org