Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 817
________________ - - - પS Jદવ વવટ પ, કાનયજી મહારાજ જન્મશતાકિદ ; કાયમને સહવાસ, વળી તમારા ઉપર અત્યંત પ્રેમ એટલે ગુરુવિયેગનું દુઃખ થાય તે સ્વાભાવિક છે. હવે તે તેઓના ગુણાનુવાદ કરીને આત્મસંતેષ અનુભવવો એજ શ્રેયસ્કર છે. તેઓશ્રી આપણા સંઘાડાના ખરેખર સુકાની હતા. ૩૨ વર્ષ સુધા સંચાલન કર્યું. સંપ્રદાયના સ્થંભ સમાન હતા. તેમની આખા સ્થા. સમાજમાં તે ઠીક પરંતુ સારાયે જૈન આલમમાં એક વિચક્ષણ અને માનવતાપ્રેમી સંત તરીકેની ખરેખર ખામી પડી ગણાય. કારથી સદાનંદી મહારાજશ્રી છોટાલાલજીસ્વામી લખાવે છે પંચમ આરાના પંથકજી શ્રી ચુનીલાલજી મહારાજ ! ગુરુદેવના દેહવિલયના સમાચાર સાંભળી ઘણે આઘાત થયા. આશ્વાસન આપવા કેઈ શબ્દો જડતાં નથી. આપ જે પ્રભાવિક પુરુષના શિષ્ય છે તેમના ગુણ ગ્રહણ કરી ધૈર્ય અને અપૂર્વ શાન્તિ અનુભવશે. અને બાહ્ય શક્તિ છે પરંતુ મનની શાંતિ તે ઉડી ગઈ છે. બહદ મુંબઈ વર્ધમાન સ્થા. જૈન મહાસંઘના આશ્રયે મળેલ શાકસભાના ઠરાવ તા. ૧-૧-૬૫ ને રવિવારે કાંદાવાડી જૈન ધર્મસ્થાનકમાં મહાસંઘના પ્રમુખ શ્રી ચીમનલાલભાઈ ચકુભાઈ શાહના અધ્યક્ષપદે મળેલ જાહેરસભામાં શ્રદ્ધાંજલિ અર્પત પસાર થયેલ ઠરાવ આપણા સમાજના વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ કવિવર્ય પૂ. મુનિશ્રી નાનચંદ્રજી મ. સા. સાયલા મુકામે કાળધર્મ પામતાં રથા. જૈન સમાજને એક આગેવાન મુનિરાજની પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. સદૂગત પ્રખરવક્તા, પ્રભાવશાળી અને આગેવાન મુનિરાજ હતા. તેઓશ્રીની પ્રેરણાથી ધાર્મિકેત્કર્ષની અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ મૂર્તરૂપે સાકાર બની. તેઓશ્રી કેળવણી અને સાહિત્ય પ્રચાર ઉપર ખાસ ભાર મુકતા હતા. તેમના લખેલા પુસ્તકોથી માનવપ્રેમની સુવાસ ચારે તરફ પ્રસરી છે. આજની આ સભા તેમને શ્રદ્ધાંજલિ આપી તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાથે છે. બોરીવલી વ. સ્થા. જૈન સંઘના ઉપક્રમે થયેલ જાહેર શેકસભાને ઠરાવ સર્વધર્મસમભાવી અને માનવધર્મની પ્રેરણા આપનાર પૂ. કવિવર્ય મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામીના દેહવિલયના દુઃખદ સમાચારથી શ્રી વ. સ્થા. જૈન સંઘ બોરીવલી તથા શ્રી સંઘરચિત ટ્રસ્ટોના આશ્રયે મળેલી આ જાહેરસભા દર્દભરી નોંધ લે છે. પૂ. ગુરુદેવની કરુણામય પ્રેરણાના પ્રભાવથી બોરીવલીમાં અનેક જાહેર સંસ્થાઓ અને સાર્વજનિક સત્રવૃત્તિઓની પર મંડાણી છે અને તે સંગીન રીતે ચાલી રહી છે. પૂ. ગુરુદેવની પ્રેરણાએ અનેકના જીવનમાં નવો પ્રકાશ પાથયો છે. આવા મહાન સંતના જવાથી આખા યે સમાજને ન પુરાય તેવી ખોટ પડી છે તેથી બોરીવલીની તમામ સંસ્થાઓ અને જનસમુદાય હાર્દિક દુઃખ અનુભવે છે અને તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પરમાત્મા પૂજ્ય ગુરુદેવના ભવ્ય આત્માને શાંતિ અને અમારામાં માનવતાના કાર્યને જીવંત રાખવાનું સામર્થ્ય આપે એવી પ્રાર્થના કરે છે. અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના ઉપક્રમે થયેલ શોકસભાને ઠરાવ રેવન્ય ટ્રીબ્યુનલના અધ્યક્ષ શ્રી આર. બી. મહેતા સાહેબના પ્રમુખપદે સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘની વાડીમાં સમસ્ત સ્થા. જૈન સંઘની સભામાં નીચે મુજબ પ્રસ્તાવ પસાર થયો હતે. અમદાવાદમાં વસતા સમરત જૈનેની આ સભા સ્થાનકવાસી જૈન સમાજના અગ્રગણ્ય મહાપુરુષ કવિવર્ય પં. શ્રી નાનચંદ્રજી મહારાજ સાયલા મુકામે તા. ર૭-૧૨-૬૪ના રેજ કાળધર્મ પામ્યા તે અંગે હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પે છે. તેઓશ્રી ધાર્મિક તથા સામાજિક ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. તેઓ સંપ્રદાયથી પર વિશ્વકલ્યાણની ભાવનાથી ઓતપ્રેત હતા. તેઓશ્રી માનવતાના પ્રખર હિમાયતી હતા. સમત સ્થાનકવાસી જૈન સમાજની પ્રગતિ માટે તેઓશ્રી જીવનભર નીડરતાથી ઝઝુમ્યા હતા અને કઈ પણ જાતના ભેદભાવ વગર માનવસમાજની સેવા માટે તેમણે આખું જીવન સમર્પણ કર્યું હતું. તેમના વ્યાખ્યાને તરવરસથી ભરપૂર અને ખૂબ જ પ્રેરણાત્મક હોઈ જનસમાજ પર જાદુઈ અસર કરતા. તેઓ ઉત્તમ પ્રકારના કવિ હાઈ ભકિતરસથી ભરપૂર અનેક કાર્યો જનસમૂદાયના હિતાર્થે રચ્યા છે. તેમના ઉપદેશ અને પ્રેરણાથી સમાજમાં અનેક માનવકલ્યાણની સંસ્થાઓ શરૂ થઈ છે તેમજ ઉચ્ચ પ્રકારના સમાજસેવક તૈયાર થયા છે. આવા એક મહાન તત્ત્વજ્ઞાની અને શકિતશાળી મહાપુરુષના કાળધર્મથી લીંબડી સંપ્રદાય જ નહિ પણ સમસ્ત થા. [૧૩૨] વ્યકિતત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856