________________
(પત્ર ગુરુદેવે કવિલય પં. નાનસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથસે
કારણ કે આનાથી જીવેની ભયંકર હિંસા થાય છે. શ્રાવક તે એવા કાર્યો કરે છે કે જેમાં ઓછામાં ઓછી હિંસા થાય અને એવા વ્યવસાય કરે છે કે જેમાં સમાજ અથવા વ્યકિતનું શોષણ ન થાય. (૮) આઠમું અનર્થદંડ વિરમણ વ્રત–
પિતાના માટે અથવા પિતાની પારિવારિક વ્યક્તિઓના જીવન નિર્વાહાથે અનિવાય સાવધ પ્રવૃત્તિઓ સિવાય શેષ સમસ્ત પાપપૂર્ણ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવું તે અનર્થદંડ વિરમણ વ્રત છે. વ્યર્થ-નિરર્થક વાતો કરવી, ગપ હાંકવી, નિષ્ણજન પ્રવૃત્તિ કરવી કે જેનાથી કંઈ પણ લાભ ન થાય અને બીજાને કષ્ટ પહોંચે–આ બધી બાબતોથી શ્રાવકે દૂર રહેવું જોઈએ. અનર્થદંડ-નિપ્રોજન હિંસાના ચાર રૂપ બતાવ્યા છે. (૧) આર્ત-રૌદ્ર ધ્યાન ધરવું (૬) પ્રમાદનું સેવન (૩) હિંસક વાણી ઉચ્ચારવી (૪) પાપકર્મનો ઉપદેશ કરવો. આ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે.
(૧) કદર્પ— વિકારવર્ધક વચન બેલવા અથવા સાંભળવા અથવા તેવી ચેષ્ટાઓ કરવી. (૨) કી – ભાંડની જેમ હાથપગ, નાક, મોટું, આંખ વગેરેથી વિકૃત ચેષ્ટાઓ કરવી. (૩) મૌખર્ય–વાચાળ બનવું, મીઠું મરચું ભેળવી વધારી-વધારીને વાતો કરવી. (૪) સંયુતાધિકરણ– આવશ્યકતા વગર હિંસક હથિયાર તેમજ ઘાતક સાધનોનો સંગ્રહ કરી રાખો.
(૫) ઉપભેગપરિભેગાતિરેક-મકાન, કપડા, ફરનિચર વગેરે ઉપગ અને પરિભેગની સાધન સામગ્રીનું જરૂરતથી વધુ સંગ્રેડ કરી રાખો.
શિક્ષાનો અર્થ અભ્યાસ છે. જેમ વિદ્યાર્થી ફરી ફરી અભ્યાસ કરે છે તેવી જ રીતે શ્રાવકે ફરી ફરી જે વ્રતને અભ્યાસ કરે જોઈએ તે તેને શિક્ષાત્રત કહેવામાં આવ્યા છે. અણુવ્રત અને ગુણવ્રત તો જીવનમાં એક જ વાર ગ્રહણ કરવામાં આવે છે પરંતુ શિક્ષાવ્રત તે ફરી ફરી લેવાય છે. આ વ્રત થોડા સમય માટે હોય છે. સામાયિક દેશાવકાસિક, પૌષધે પવાસ અને અને અતિથિ સંવિભાગ આ ચાર શિક્ષાત્રત છે. (૯) નવમું સામાયિક વ્રત–
“ સમ” અને “આય” શબ્દથી ‘સમય’ શબ્દ બને છે તેને અર્થ થાય છે સમતાને લાભ. જે ક્રિયાવિશેષથી સમભાવ પ્રાપ્તિ થાય છે તે સામાયિક છે. સામાયિકમાં સાવદ્ય-ચોગનો ત્યાગ અને નિરવઘ યોગ-પાપરહિત પ્રવૃત્તિાનું આચરણ કરવાનું હોય છે. સમભાવનું આચરણ કરવાથી સંપૂર્ણ જીવન સમતામય બની જાય છે. આ વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે.
(૧) મન દુપ્રણિધાન – મનમાં ખરાબ વિચારો આવવા. (૨) વચન દુપ્રણિધાન - વચનનો દુરુપયેગ, કઠોર તથા અસત્ય ભાષણ કરવું. (૩) કાય દુપ્રણિધાન – શરીર વડે સાવધ-પાપકારી કાર્યો કરવા. (૪) સ્મૃત્યકરણ – સામાયિકની સ્મૃતિ ન રાખવી. (૫) અનવસ્થિતતા - સામાયિક વ્રત અસ્થિરતાથી અથવા જલદી-જલદી ઉતાવળે કરવું. નિશ્ચિત વિધિ
અનુસાર ન કરવું. (૧૦) દસમું દેશવકાશિક વ્રત
છ વ્રતમાં યાવત્ જીવન માટે દિશાઓની મર્યાદા કરી હતી. તે પરિમાણમાં થોડાક સમય અથવા થોડા દિવસે માટે વિશેષ મર્યાદા નિશ્ચિત કરવી, અર્થાત્ તેને સંક્ષિપ્ત કરવી તે દેશાવકાશિક વ્રત છે. દેશાવકાશિક વ્રતમાં દેશ અને અવકાશ આ બે શબ્દો છે, જેનો અર્થ છે સ્થાનવિશેષ. ક્ષેત્રમર્યાદાને સંકેચવાની સાથે ઉપક્ષથી ઉપભોગ-પરિભોગ રૂપ અન્ય મર્યાદાઓને પણ સીમિત કરવી તે આ વ્રતમાં સમાવિષ્ટ છે. સાધક નિશ્ચિત કાળ માટે જે મર્યાદા કરે છે તેની બહાર કઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. આ વ્રત દૈનિક જીવનને વધુને વધુ મર્યાદિત કરે છે. શ્રાવક માટે
આગમસાર દેહન
૨૦૫ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only