________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
દ્વિતીય શ્રુતસ્કન્ધ
આચારાંગનું ખીજુ` શ્વેતસ્કન્ધ પાંચ ચૂલિકાએમાં વિભક્ત છે. આમાંથી ચાર ચૂલિકાઓ તે આચારાંગમાં છે. પરંતુ પાંચમી ચૂલિકા અત્યધિક વિસ્તૃત હોવાથી આચારાંગથી જૂદી પાડી દેવામાં આવી છે, જે વર્તમાનમાં નિશીથસૂત્રનાં નામથી ઉપલબ્ધ છે. નદીસૂત્રમાં નિશીથનું નામ મળે છે પરતુ સ્થાનાંગ, સમવાયાંગ તેમજ આચારાંગ નિર્યુક્તિમાં આનું નામ આચારકલ્પ અથવા આચારપ્રકલ્પ રૂપે મળે છે.
આચારકલ્પની ચાર ચૂલિકાએ માંથી પ્રથમ ચૂલિકાના સાત અધ્યયને અને પચ્ચીસ ઉદ્દેશકે છે. પ્રથમ પિડેષણા નામક અધ્યયનમાં નિર્દોષ આહાર-પાણી કેવી રીતે મેળવવા જોઇએ, ભિક્ષા લેવા જતાં શ્રમણે કેવી રીતે ચાલવું, ખેલવું અને આહાર પ્રાપ્ત કરવા વગેરેનું વર્ણન છે. પિણ્ડના અર્થ આહાર છે. પ્રસ્તુત અધ્યયનમાં અપવાદમાર્ગના પણ ઉલ્લેખ થયા છે. જેમકે-દુર્ભિક્ષને! વખત છે, મુનિ કેાઇ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે ગયેલ છે. ગૃહપતિએ મુનિને આહારદાન આપ્યું તે વખતે અન્ય અનેક ભિક્ષુઓ કે જે અન્યતીથિ છે; ત્યાં ઉપસ્થિત છે. તેમને સખાધીને કહ્યું-તમે અધા સાથે બેસીને આ આહારને ઉપયેગ કરો અથવા બધા ભાગે પડતુ વહેંચી લેજો. હવે એક નિયમ એવા છે કે જૈન શ્રમણ અન્ય સંપ્રઢાયના સાધુએને આહાર આપતા નથી તેમજ ન તેા તેમની સાથે બેસીને ખાય છે. પરતુ પ્રસ્તુત શ્રુતસ્કધમાં એવા અપવાદને પણ ઉલ્લેખ થયા છે કે જો બધા ભિક્ષુ ઇચ્છે તે સાથે બેસીને ખાઈ લે છે. અને ખષા ઈચ્છતા હોય કે અમારે પોતાના ભાગ તેમને આપી દેવામાં આવે તે તે તેમને ભાગ તેમને આપી દે છે. પરંતુ આ વાત સ્મરણુમાં રાખવી જોઇએ કે આ અપવાદ માર્ગ છે, ઉત્સર્ગ માર્ગ નથી.
ખીજા શઐષણા નામના અધ્યયનમાં સદોષ-નિર્દેષિ શય્યાના સબંધમાં અર્થાત્ આવાસના સબંધમાં ચિન્તન કરવામાં આવ્યું છે.
ત્રીજા ઐષણા નામના અધ્યયનમાં ચાલવાની વિધિનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. આમાં અપવાદરૂપે નદી પાર કરતી વખતે નાવમાં બેસવાની વિધિ તાવી છે. પાણીમાં ચાલતી વખતે અથવા નૌકાથી નદીને પાર કરતી વખતે પૂર્ણ સાવધાની રાખવાના સકેત કરવામાં આવ્યે છે. જો નજીકમાં સ્થળમાર્ગ હાય તે જળમાર્ગથી ન જાય.
ચેાથા ભાલૈષણા અધ્યયનમાં વક્તા માટે સેાળ વચનાની જાણકારી આવશ્યક બતાવવામાં આવી છે. ભાષાના વિવિધ પ્રકારામાંથી કયા પ્રકારની ભાષાના પ્રયાગ કરવા જોઇએ, કેાની સાથે કયા પ્રકારની ભાષા ખેલવી જોઈએ, ભાષા પ્રયાગમાં કઈ કઈ વાતનું વિશેષ ધ્યાન રાખવુ જરૂરી છે? આ બધા પાસાંઓ ઉપર ખૂબ સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે.
પાંચમા વસ્વૈષણા અધ્યયનમાં શ્રમણ કેવા પ્રકારના વસ્ત્રો ગ્રહણ અને ધારણ કરે? તે બતાવવામાં આવ્યુ છે. જે શ્રમણ યુવક હોય, શકિતસ ંપન્ન હાય, સ્વસ્થ હાય તેણે એક વસ્ત્ર ધારણ કરવું જોઇએ. શ્રમણીએ ચાર સધાતીએ (પછેડીએ) રાખવી જોઈએ. જેમાં એક સઘાતી બે હાથ પહેાળી હાય, એ સઘાતી ત્રણ હાથ પહેાળી હાય અને એક ચાર હાથપહાળી હાય. શ્રમણુ કેવા પ્રકારના શેના ખનેલા વસ્ત્રા ગ્રહણ કરે આ સબંધમાં પ્રકાશ નાખતા કહ્યું છે કે જગિય-ઊંટ આદિના ઊનથી બનેલ હાય, ભગિય-એઇન્દ્રિય આદિ પ્રાણિયાની લાળથી બનેલ હાય, સાણિય–સણુની છાલથી બનેલ હાય, પાગ-તાડપત્રના પાંદડાંથી ખનેલ હોય, ખેત્રિય-કપાસથી બનેલ હાય તથા તૂલકર-આકડા વિ. ના રૂ થી બનેલ હાય. શ્રમણ બહુ ખારીક, સોનેરી ચમચમાતા અને બહુમૂલ્ય વસ્ત્રને ઉપયાગ ન કરે. વિનયપિટકમાં બૌદ્ધશ્રમણાના વસ્ત્રને ઉલ્લેખ છે, પરંતુ તેમને માટે બહુમૂલ્ય-ભારે કિંમતી વસ્ત્રા લેવાના સબંધમાં કોઈ નિયમ નથી. પરંતુ જૈન શ્રમણા માટે બહુમૂલ્ય વસ્ત્રાને ઉપયેાગ કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે.
છઠા પાત્રષણા નામના અધ્યયનમાં પાત્રગ્રહણની વિધિ બતાવી છે. જે શ્રમણુ યુવક, બળવાન અને સ્વસ્થ છે તેણે એક પાત્ર રાખવુ જોઇએ અને તે પાત્ર અલાવુ (તુખડી) કાષ્ઠ તથા માટીનુ હાવુ જોઇએ.
૧ આચારાંગ દ્વિતીય શ્રુતસ્કન્ધ ઉ. ૫. સૂ. ૨૯, પૃ. ૮૩૦- ૮૩૧-- સંપા. - આચાર્ય આત્મારામજી મહારાજ
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
તત્ત્વદર્શન
www.jainelibrary.org