Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 849
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પરિણમી ચૂકી હતી. એટલે કે તેઓએ સ્થાનકવાસી જૈનસ ંઘનો પૂર્ણ સહકાર સાધી પોતાના સ્વ. માતુશ્રી શિવબાના સ્મરણાર્થે, એના માટે એક ભવ્ય પૌષધશાળા તૈયાર કરાવી અને પોતાના પિતાશ્રી સ્વ. ભીમજીભાઈના સ્મરણાર્થે રૂા. ૨૨૦૦૦ (બાવીસ હજાર ) ખચી–પુસ્તકાલયનુ મકાન બનાવ્યું અને શ્રી સધને સુપ્રત કર્યું. હતું. હવે આ વર્ષે પૂ. મહારાજશ્રી લીંબડી પધાર્યા ત્યારે એટલે સંવત ૨૦૦૨ ની સાલમાં, ઈ. સ. ૧૯૪૬, માર્ચની ૯ મી તારીખે જાણીતા બેરિસ્ટર, શ્રી પોપટલાલ ચુડગરના હસ્તે તેના ભવ્ય રીતે ઉદ્ઘાટન વિધિ થયા. જે પુસ્તક સંગ્રહ પૂ. મહારાજશ્રીએ ‘પુસ્તક ભંડાર’ રૂપે અંગત રાખેલ તેમાં ખૂબ વધારો કરી તે દિવસે “ પૂજ્ય શ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય ” એ નામથી જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. જે આજે તે ખૂબ વિકસિતરૂપે સૌરાષ્ટ્રભરમાં અગ્રસ્થાન ભોગવે છે. ઉપરાંત આજ સાલમાં પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી ચાલતી મહિલા મંડળ”ની સંસ્થાને, સાર્વજનિકરૂપે વિધિપૂર્વક ખુલ્લી મૂકવામાં આવેલ. જે સસ્થા અત્યારે સારી રીતે ફાલીફૂલી છે. એ પ્રસંગો બરાબર પતી ગયા પછી લીબડીથી વિહાર શરૂ થયેા. લગભગ છ વર્ષ પહેલાં ધેારાજીમાં ચાતુર્માસ કર્યું હતું. તે વખતના ભકિતભાવ અને જનસમાજનું આકર્ષણ હજુ પણ તેવુ જ હતું. તે સમયે સ્થવિર મહા. શ્રી દેવકુવરખાઈ આર્યજીના શિષ્યા વિદુષી મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યજીને વર્ષીતપ ચાલુ હતો. ધારાજી સંઘના આગ્રહ અને વિતિથી તેઓશ્રીનું પારણું ધારાજીમાં થવાનું હતું. એ પ્રસગને નિમિત્ત બનાવી ધોરાજી સંઘે પૂજ્ય મહારાજશ્રીને ધોરાજી પધારવા વિનંત કરી. બરાબર એ સાલમાં ચેટીલામાં શ્રી રાયચંદ હાકરસીભાઈના ધર્મપત્ની સૂરજબેનને વર્ષીતપ ચાલુ હતા. જેથી તેની આગ્રહભરી વિનંતિ થવાથી વૈશાખ શુદ ત્રીજ (અખાત્રીજ)ના પારણાનો પ્રસંગ પતાવી પૂ. મહારાજશ્રી ઠાણા ૨, ધારાજી તરફ વિહાર શરુ કર્યા. તે વખતે મહા. શ્રી દેવકુંવરબાઈ આર્યજી તથા મહા. શ્રી મેતીબાઈ આર્યાજી, મહા શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી તથા મહા. શ્રી ચંદનબાઈ આર્યજી આદિ ઠાણાએ પણ ધારાજી બિરાજતા હતા. અનુક્રમે વિહાર કરતાં કરતાં પૂ. મહારાજશ્રી હાણા ૨, જે શુઇ ચેાથના ધારાજી પધાર્યા અને મહા. શ્રી પ્રભાકુવરબાઈ આર્યાજીનુ જે શુદ ૫, ના દિને પૂજ્ય ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં પારણુ થયુ. પારણાનો પ્રસંગ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાયા. પછી તેા શ્રી સ ંઘે ચાતુર્માસ માટે આગ્રહભરી વિનંતિ કરી. પૂ. મહારાજશ્રી ાણા ૨ નું ચાતુર્માસ પણ ત્યાં જ ( ધોરાજીમાં) નકકી થયુ. પારણાનો પ્રસંગ પતી ગયા બાદ પૂ. મહારાજશ્રી ડાણા ર, ક્ષેત્ર સ્પર્શના કરવા માટે પાટણવાવ તરફ પધાર્યા. અમુક દિવસ ત્યાં રોકાઈ ચાતુર્માસ નિમિત્તે ધોરાજી પધાર્યા. મહા. શ્રી દેવકુવરબાઈ આર્યજીની અવસ્થાના કારણે તેઓશ્રી ડાણા ચાર, ત્રણ વર્ષથી ધોરાજીમાં સ્થિર થયા હતા. તેથી તેઓશ્રી ઠાણા ચારને પૂ. મહારાજશ્રીના અનેરા-અપૂર્વ લાભ મળ્યો. ધોરાજીનું ચાતુર્માસ ખૂબ ઉલ્લાસપૂર્વક પૂર્ણ થયું. [૧૯૨] X મારખી : હાણા છે, ઉપર મુજબ. ધોરાજીનુ ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર શરૂ થયા. જેતપુર, ગોંડલ થઈને રાજકોટ પધાર્યાં. રાજકોટમાં શ્રી સધરાજકા હાઉસમાં ઉતારા હતા. લગભગ ૧૦/૧૫ દિવસ રોકાયા. યુવકવર્ગ સારી રીતે પ્રભાવિત થયા હતા. ત્યાંથી વિહાર કરતાં વાંકાનેર, થાન, ચાટીલા વગેરે ક્ષેત્રોની સ્પના થઇ. આ વર્ષ દરમિયાન એ દીક્ષા આપી. માગસર વદ ૩ ના રોજ થાન મુકામે અલબેનને દીક્ષા આપી અને તેનુ શુભ નામ હીરાબાઈ આર્યજી રાખવામાં આવ્યું. બીજી દીક્ષા ચાટીલામાં બેન ચ’પાબેનને વૈશાખ શુદ ૫ ના રોજ આપી. હીરાબાઈના ગુરુણી મહા. શ્રી પાર્વતીબાઈ આર્યાજી અને ચંપાબાઈના ગુરુણી મહાસતી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યજી થયા. દરમિયાન આગામી ચાતુર્માસ માટે શ્રી મેારખી સ ંઘે વિનંત કરી હતી તે મુજબ મારખીમાં ચાતુર્માસ રહ્યા અને આનંદપૂર્વક ચાતુર્માસ સંપૂર્ણ કર્યું. ૪૭. મારી: સંવત ૨૦૦૩ : ઇ. સ. ૧૯૪૭ Jain Education International X ૪૮. જોરાવરનગર : સવત ૨૦૦૪ : ૧૯૪૮ જોરાવરનગર : ઠાણા ૨, ઉપર મુજબ. વૈરાગી મેઘજીભાઈ સાથે સેવાભાવી ભાઇશ્રી અબાલાલ પણ ત્રણેક વર્ષથી સાથે જ વિચરતા હતા. કેટલાંક વર્ષોથી વ્યક્તિત્વ દર્શન For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 847 848 849 850 851 852 853 854 855 856