Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 839
________________ પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પરિપૂર્ણ કર્યા પછી, ચાતુર્માસ નિમિત્તે વાંકાનેર તરફ વિહાર ચાલુ હતા ત્યારે તપસ્વી મહા. મુનિશ્રી હર્ષચંદ્રજીને મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ પ્રત્યે ભક્તિભાવે ખેંચાણ થવાથી, સેવાભાવે તે વાંકાનેર ચાતુર્માસમાં સાથે રહેલા. વાંકાનેરનું ચાતુર્માસ પૂર્ણ થયે ગુરુમહારાજશ્રીને પાછા સોંપવામાં આવેલ. ૨૩. લીંબડી : સંવત ૧૯૭૯ : ઇ. સ. ૧૯૨૩ લીંબડી : ઠાણા ૩, નીચે મુજબ : ૧- મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨ – મહા. શ્રી રાયચંદ્રજી સ્વામી તથા મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી. નવ-નવ વર્ષ લીંબડીમાં એકધારા ચાતુર્માંસ થવાથી, અને તે સમયમાં સામાજિક અને ધાર્મિક સસ્થાઓની સ્થાપના કરી. સંઘનો ખૂબ સદ્ભાવ જાગેલ હાવાથી આ વખતે ચાતુર્માસ થતાં, મહા. શ્રી નાનચંદ્રજી મહારાજના સ્વતંત્ર વ્યક્તિત્વની અને કૃતિત્વની અનેરી છાપ પડી. બધી સંસ્થાઓને નવજીવન મળ્યુ. પુસ્તકાલયને જરા વિસ્તૃત કર્યું. X ૨૪. સાયલા : સંવત ૧૯૮૦ : ઇ. સ. ૧૯૨૪ સાયલા : ઠાણા ૩ x ૧ = ૪, નીચે મુજબ : ડાણા ત્રણ ઉપર મુજબ અને ચોથા મુનિશ્રી હર્ષચંદ્રજી સ્વામી. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજ સાથે મુનિશ્રી હર્ષચંદ્રજીનુ દિલ મળેલ હોવાથી અભ્યાસ કરવા નિમિત્તે તેમજ સેવાભાવથી, ફરીને [બીજીવાર] પોતાના ગુરુની આજ્ઞા મેળવી તેઓએ લીબડીથી સાથે વિહાર કર્યા અને સાયલા ચાતુર્માસ રહ્યાં. આ વર્ષ દરમિયાન શ્રી હેમચંદભાઈ રામજી મહેતા, ( મૂળ મેારખીના વતની, પરંતુ તે વખતે ભાવનગર સ્ટેટમાં રેલ્વેમાં એકઝીકયુટીવ એન્જિનિયર હતા,) જેએ મહારાજશ્રીના અનુરાગી હતા. તેઓએ ભકિતપૂર્વક વિનંતી કરવાથી મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી તથા મુનિશ્રી હર્ષચંદ્રજી હાણા ૨ ભાવનગર પધારેલા. પછી તેા હેમચંદભાઈ અવારનવાર સાયલા પણ આવતા. એ સંબધનો લાભ લઈ તે વખતના સાયલાના નામદાર ઠાકોર સાહેબે જોરાવરનગરથી સાયલા સુધીની રેલ્વે લાઈન શરૂ કરાવેલ. તે સમયમાં શ્રી હેમચંદભાઈ અવારનવાર પૂ. મહારાજ શ્રી નાનચંદ્રજીસ્વામી પાસે આવતા. તેથી તેઓની સેવાના લાભ સાયલા સ્ટેટ અને લીંબડી સઘ બન્નેને મહારાજશ્રીની પ્રેરણાથી મળ્યા. એટલે કે જરૂર જેવું લાગતાં શ્રી હેમચંદભાઈએ લીંબડી સંઘના ઉપાશ્રયમાં જગ્યા વધારી ઘણા સુધારો કરાવ્યા હતા. X Jain Education International ૨૫. થાનગઢ : સંવત ૧૯૮૧ : ઇ. સ. ૧૯૨૫ થાનગઢઃ દાણા ૪, નીચે મુજબ : ૧– મહા. શ્રી સુંદરજીસ્વામી, ર– મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી, ૩- મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી, ૪– મુનિશ્રી હર્ષચંદ્રજી સ્વામી. સાયલાનુ ચાતુર્માસ પૂર્ણ કરી હાણા ૨, વિહાર કરી તારંગાજી તથા આબુ તરફ વિચરવા ગયેલા અને મહા. શ્રી સુદરજીસ્વામી તથા મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી દાણા ૨, વૃદ્ધ હોવાથી તે લીંબડીમાં રહ્યા હતા. મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી ાણા, જુદાજુદા ક્ષેત્રાની સ્પર્શના કરી પાછા ફર્યા ત્યારે ચારે દાણા ભેગા થઈ સાથે થાનગઢ ચાતુર્માસ કરેલ. શ્રી શામજીસ્વામીના શિષ્ય તપસ્વી મહા. ની આજ્ઞા લઈ મુનિશ્રી હર્ષચંદ્રજીને તેના X ૨૬. ઘાટકોપર : સવત ૧૯૮૨ : ઈ. સ. ૧૯૨૬ ઘાટકોપર : ઠાણા ૨, નીચે મુજબ :– ૧- મહા. શ્રી નાચંદ્રજીરવાસી અને મુનિશ્રી હર્ષચંદ્રજીવામી ડા. ૨ નું ચાતુર્માસ થાનગઢમાં પૂર્ણ થયું. તે દરમિયાન મુનિ શ્રી હર્ષચંદ્રજીને ગળામાં કાકડાનું દર્દ થયેલ, તેથી તેનું એપરેશન કરાવવાની જરૂર ઊભી થઈ. તે વ્યકિતત્વ ન [૧પ૨] For Private Personal Use Only www.jairnel|brary.org

Loading...

Page Navigation
1 ... 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856