________________
વધ્ય ગુરૂદેવ કવિલય -નાનસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
શરીરના પ્રત્યેક આંગે પાંગ કાપીને-કટકે કટકાં કરીને જોયા તે પણ ક્યાંય જીવ દેખાય નહિ તેથી સ્પષ્ટ જણાય છે કે જીવ જેવું કંઈ નથી. જીવને અભાવ જ જણાય છે.
કેશી- અરે પ્રદેશી ! મને લાગે છે કે તું મૂઢ છો. તારી પ્રવૃત્તિ તે મને પેલા લોક જેવી લાગે છે- તે સાંભળ કેટલાક માણસે જંગલમાં ગયેલા. તેમની સાથે ઠીકરામાં અંગારા હતા. તેમણે પિતાના એક સાથીને કહ્યું કે અમે બધા દૂર જંગલમાં જઈને લાકડાં બાંધી લાવીએ છીએ. ત્યાં સુધીમાં તું આ અંગારાથી આગ પ્રગટાવી અમારા માટે ભોજન તૈયાર રાખજે, કદાચ અંગારા ઓલવાઈ જાય તે આ અરણીના લાકડાને ઘસીને તે વડે અગ્નિ પટાવી લેજે. તેમ કહી તે બધા જંગલમાં ગયા. અહીં જે અંગારા હતા તે ઓલવાઈ ગયા. તેણે પોતાના સાથીઓની સલાહ અનુસાર લાકડાંને આમ તેમ ઉથલાવી ફેરવીને જોયું પણ કઈ જગ્યાએ અગ્નિ નજરે પડયે નહિ. કડાડી વડે લાકડાંને કાડી- ફાડીને કટકે કટકાં કરી નાખ્યા પરંતુ આગ દેખાઈ નહિ. તે નિરાશ અને હતાશ થઈ વિચારવા લાગ્યો કે મારા સાથીઓએ મારી મશ્કરી કરી લાગે છે. જે આ લાકડામાં આગ છે એવી વાત ન કરી હોત તો એ અંગારાને સાચવીને રાખત અને બુઝાવા ન દેત. ભૂખ્યા તરસ્યા-પેલા સાથીએ લાકડાં લઈને પાછા આવ્યા. જોયું તે હજી સુધી ભોજન તૈયાર થયું નથી. ત્યારે એક સાથીએ તે અરણીના લાકડાને ઘસીને અગ્નિ પ્રગટાવીને રસોઈ બનાવી. બધાંએ ભોજન કર્યું ને સુધા મટાડી, જેવી રીતે તે કઠિયારે લાકડાં ફાડીને આગ મેળવવાની ઈચ્છા રાખતે હતો. તેવીજ રીતે તું પણ શરીરને ચીરીને જીવને જોવાની ઈચ્છા રાખે છે તો શું તું પણ તે મુખે કઠિયારાની જેવો જ મૂઢ નથી ?
પ્રદેશી જેમ કોઈ માણસ પિતાની હથેળીમાં આમળા રાખી સ્પષ્ટપણે આમળા દેખાડે છે તેવી રીતે શું તમે પણું સ્પષ્ટપણે જીવને દેખાડી શકે છે ? - કેશી- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરીજીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ આ આઠ પદાર્થોને વિશિષ્ટ જ્ઞાની જ જોઈ શકે છે, અજ્ઞાની નહિ.
પ્રદેશી- શું કુંજર અને કીડીમાં એક સમાન જીવ હોય છે?
કેશી- હા, એક સમાન હોય છે. જેવી રીતે કોઈ વ્યકિત કોઈ રૂમમાં (ઓરડામાં) દીપક પ્રગટાવે છે તે સંપૂર્ણ રૂમને પ્રકાશિત કરે છે. પરંતુ તેને જે કોઈ વાસણથી ઢાંકી દેવામાં આવે છે તે તેટલા વાસણના ભાગને જ પ્રકાશિત કરશે. દીપક તો બન્ને જગ્યાએ ત્યાં ને તે જ છે છતાં સ્થાન વિશેષની દૃષ્ટિએ તેના પ્રકાશમાં સંકોચ અને વિસ્તાર થાય છે. આ જ હકીકત કુંજર (હાથી) અને કીડીના જીવના સંબંધમાં લાગુ પડે છે. સંકેચ અને વિસ્તાર બને અવસ્થાઓમાં તેની (જીવની) પ્રદેશ સંખ્યા ન્યૂનાધિક થતી નથી, એક સમાન જ રહે છે. પ્રદેશ ઓછોવત્તાં થતા નથી.
કેશીકુમાર શ્રમણના અકાટય તને સાંભળી રાજા પ્રદેશની બધી શંકાઓનું સમાધાન થઈ ગયું. તેણે કહ્યુંઆપનું કથન તે ઠીક છે પરંતુ આ જે મન્તવ્ય છે કે “જીવ અને શરીર એક જ છે” તે એજ્યુ મારૂં જ નથી પરંતુ મારા પિતાનું પણ એ જ મન્તવ્ય હતું. તેઓ પણ એમજ માનતા હતા. તેથી હું આ મારા કુળ પરંપરાગત–પૈતૃક મન્તવ્યને કેવી રીતે છોડી દઉં?
કેશી- હે પ્રદેશી! તું પણ પેલા લોઢાનો ભાર ઊંચકનાર મૂઢ વ્યકિતની જે જ દેખાય છે, તે સાંભળ. કેટલાક માણસો ધનની અભિલાષાથી પરદેશ રવાના થયા. કેટલેક દૂર ચાલ્યા પછી તેમણે લોઢાની ખાણ જોઈ, ખૂબ પ્રસન્ન થયા. તે બધા લેખંડ લઈને આગળ થોડેક દૂર ગયા તો ત્યાં તાંબાની ખાણ મળી. એક સાથી સિવાય બીજા બધાએ લેખંડ છોડી દઈ તાંબુ લીધું. આગળ વધતાં ચાંદીની ખાણ આવી તે તાંબું છોડી ચાંદી લીધી. વળી આગળ વધ્યા ત્યાં સેનાની ખાણ જોઈ. તેમણે ચાંદી મૂકીને તેનું લીધું. આગળ વધતાં રત્નોની ખાણ આવતાં સેનું તજીને રત્નો લીધા. ત્યાંથી થોડે દૂર આગળ ગયા તે બહુમૂલ્ય વજરત્નોની ખાણ જોવામાં આવી એટલે તેમણે તે રને ફેંકી વજરો લીધાં. તેમને એક સાથી કે જેણે સર્વપ્રથમ લેતું લીધું હતું તે પોતાના સાથીઓના અસ્થિર દિમાગની મશ્કરી ઉડાડવા લાગ્યો. તેના સાથીઓએ તેને ઘણું સમજાવ્યું કે આ લોઢું મૂકી દઈ મહામૂલ્યવાન એવા રત્નો લઈ લો જેથી તમારી મહા
૨૩૬ Jain Education International
For Private & Personal Use Only
તવદર્શન www.jainelibrary.org