________________
4. નાનજી મહારાજ જમશતાહિદ
યોગસાધક વંદનીય યોગીપુરુષ
હું કશુ ને આ શું બધું છે ! સ્વરૂપ મારું શું ખરું ! આ જન્મમરણ શા થકી છે? એ બધાં શાથી હરું? કરવાં પડે નહીં કાર્ય ફરીને કર્મ એવાં શું કરું?
ફરી જન્મવું-મરવું પડે નહિ એમ કઈ રીતે મરું? આ તેમનું લક્ષ્ય હતું અને તેથી “અપૂર્વકરણ દશા પ્રાપ્ત કરવા માટે રાત્રે તેઓ પ્રાયઃ હંમેશાં બેથી ત્રણ કલાક ધ્યાનમગ્ન રહેતા. અવિરત પુરુષાર્થથી એમને ગસાધના સહજ બની ગયેલી. થેગીઓના થેગી એ ગુરુ ભગવંતે બળવાન એવા જન્મપરંપરાગત સંસ્કારના પ્રતાપે સ્થિતપ્રજ્ઞદશા જાણે સહજ પ્રાપ્ત કરેલી. આ રીતે ધ્યાન, ચિંતન અને મનનથી રાગદ્વેષ અને કોથમાનાદિ દોષોનું શમન, વિકારવાસનાની વૃદ્ધિનું વમન અને ઈન્દ્રિયોના સહજ નિયમનથી ચિત્તની સારી એવી સમસ્થિતિરૂપ સમાધિ જાણે સધાઈ ગઈ હોય એવું એમના દર્શનથી-શ્રવાણથી અનુભવાતું. શ્રીમદ્ રાજચંદ્રને જે ઉલ્લાસ બાળપણમાં આવ્યું હતું તેવાં જ ઉલાસ અને અનુભવ એમને સંવત ૧૯૪ ના કરનાળીના
માસામાં થયેલાં જણાતાં હતાં. અધ્યાત્મદશાની મસ્તી
“ચાંદની બહ ખીલી રે અંતરકમાં જેવા કાવ્યમાં એ અધ્યાત્મદશાની મસ્તી અને દિવ્ય આત્માનંદની અનુભૂતિ પણ જણાયા વિના રહેતી નથી. આથી જ એમનું વકતૃત્વ માત્ર એક કળા જ ન હતી પણ તત્ત્વાર્થસૂત્ર મુજબ “જ્ઞાન દર્શન ચારિત્રાણિ મેક્ષમાર્ગ ને સાકાર નમૂન બની ગયું હતું. એને લીધે જ તેમનાં જંબૂ કુમાર, સ્થૂલિભદ્ર, નંદમણીયાર જેવાં બધપૂર્ણ આખ્યાને એવાં બની જતાં કે શ્રોતાજને એમાં તરબળ બની જાણે ક્ષણવાર માટે તે જાત અનુભવમાં ડાકિયું કરી આવતાં ન હોય! તેથી તેમને માટે શ્રોતાઓને હસાવવા કે ક્ષણ પછી પાછા રડાવી દેવા એ બધે જાણે તેમના ડાબા હાથને ખેલ હતો. તેઓની નજીક આવનારમાં તેઓ અભિનવ ચેતના જગાડી દેતા. શાસ્ત્રોના થાવરચા પુત્ર અને ધન્ના શાલિભદ્ર જેવા દાખલા આપી શ્રોતાઓને વૈરાગ્યરસમાં તરબોળ બનાવી મૂકતાં. એમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ સચોટપણે બની રહેતું. એમની પાસે જૂની અને નવી લેકકથાઓ અને લેકકહેવત એટલાં બધાં–અપરંપાર હતા કે તેઓ ગમે તેવા ગંભીર પ્રસંગેને પણ સરળ અને સરસ બનાવી ભલભલા વક્તાઓને પણ આશ્ચર્યમુગ્ધ બનાવી દેતા. આ પ્રમાણે જોઈએ તે અમારા ગુરુદેવ છતાં માનવતાના મહાન પુરસ્કર્તા અને ભારતીય સંતસંસ્કૃતિના ધેરી એવા એ વિશ્વસંત હતા. સર્વપ્રથમ પરિચય
સંવત ૨૦૦૫ ની સાલ હતી. ગુરુદેવનું ચાતુર્માસ સૌરાષ્ટ્રના જોરાવરનગર મુકામે હતું. એ વખતે મારી સંસારી અવસ્થા હતી. કચ્છમાંથી (સમાઘોઘા-કંઠી વિભાગમાંથી) અમારું આખું યે કુટુંબ એમના પ્રવચનશ્રવણ તથા સંતસમાગમ માટે જોરાવરનગર ચાતુર્માસના લાભ માટે જઈ રહ્યું હતું. ત્યાં જ મારી મુગ્ધ યુવતિદશામાં તેમને પ્રથમ પરિચય થયો. - એમનું રોજનું પ્રાતઃ પ્રવચન એટલે જાણે અમીની જ વર્ષા! પ્રાર્થના પછી અડધે પણે કલાક તેમનું જુદા જુદા વિષય પર આત્મલક્ષી અને જ્ઞાન વિજ્ઞાન સાથેનું પ્રેરણામય પ્રવચન સાંભળવું એ જાણે એક મહાન લહાવીરૂપ હતું. જાહેર રાત્રિપ્રવચનમાં જબરોજના બનાવ અંગે એમનું અદ્દભુત માર્ગદર્શન જૈન જૈનેતર સૌને એકસરખું મળી રહેતું. અમારું આખું કુટુંબ એ પોપકારી અને પરમમાર્ગદર્શક મહાપુરુષની અમૂલ્ય વાણીને લાભ લઈ ખુશખુશાલ બની રહેતું. અણધારી ઘડીને કારમે આઘાત
આસો સુદ ૧૩ ને દિવસ હતું. કારમે વજાઘાત વર્ણન થાય તેમ નથી. મારા સંસારને રંગેચંગે ઉગેલે સૂરજ અસ્ત થવાની તૈયારી કરવા લાગ્યું. આખો કુટુંબ મેળે વેરવિખેર થઈ ગયા. સૌનાં હેયાં ઘવાઈને સૂનમૂન થઈ ગયાં. અણુ સમયે પ્રભુની કૃપા ઉતરી
આ અણની ભયંકર વેળાએ જ પ્રભુ જાણે પધાર્યા હોય તેમ આ મહાસંતનાં પુનિત પગલાં અમારે ત્યાં થયા અને સમયસર જે જોઈતું હતું તે તરત જ મળી ગયું. ખરેખર ચમત્કાર જ થયું. એમણે મારા એ સંસારી સખાને સંસ્મરણો
[૩૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org