Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 801
________________ , પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ નહિતર આ જગ્યા સાફસૂફ કરનારની કેડ વાંકી વળી જશે અને ચકલા માળા બાંધશે.” આ શબ્દો હજીયે કાનમાં ગૂંજે છે. ગરીબ અને મધ્યમવર્ગીય જનતાનું દુઃખ તેઓ જોઈ શકતા નહિ. તેમને કારુણ્યભાવ ઉભરાઈ આવો. જે માણસને તેના જીવનવ્યવહારમાં શાંતિ હોય તે જ તે ધર્મ તરફ સહેલાઈથી વળી શકે છે એટલે શક્ય તેટલી રાહત આવા સમાજને મળે એવી પ્રવૃત્તિઓ કરવા તેઓ બોધ આપતા. તેઓશ્રીની પ્રેરણાથી બોરીવલીમાં સાર્વજનિક સંસ્થાઓ સ્થપાઈ છે. આ સંસ્થાઓને સવિસ્તર અહેવાલ પૂ. ગુરુદેવનું સમાજને પ્રદાન’ એ વિભાગમાં આપેલ છે. તેઓશ્રી બોરીવલીમાં ફકત બે જ વર્ષે બિરાજ્યા પરંતુ બોરીવલીમાં મધ્યમ વર્ગ માટે આજે જે કાર્યો ચાલે છે તેની સંભાળ તેઓ તેમના જીવનના અંત સુધી રાખતા અને અત્યારે પણ તેઓશ્રીના પરોક્ષ આશીર્વાદ બોરીવલી ઉપર છે એવી અમને શ્રદ્ધા છે. તેમની પ્રેરણાથી સ્થપાયેલ સંસ્થાઓ નાના બીજમાંથી વટવૃક્ષ સમી બની છે. તેઓશ્રીની દયાળુતા, નિખાલસતા, વાત્સલ્યભરી સમદષ્ટિ વિગેરે ભુલાય તેમ નથી. આ પુરુષ આત્મદશા પામેલા હતા એ રીતે ઘણું ઓછા એમને ઓળખી શક્યા છે. આવા પ્રેરક ગુરુદેવને તેમના જન્મશતાબ્દિ પ્રસંગે કોટિ કોટિ વંદન ! મહાપુરૂષની હરોળના આચાર્ય કલ્પ સંત એવા અજોડ ગુરૂદેવ ૪ મુનિશ્રી સંતબાલજી ઉભયમુખી સાધના અમારા એ સદગત ગુરુદેવ જાણે સામે બિરાજમાન છે ! એવા ભાવે અહીં આ સંસ્મરણે રજૂ કરવા ઈચ્છું છું : તીર્થકર કેવલી સર્વજ્ઞાતિ જૈનધર્મમાં – તરવું અને તારવું –એમ ઉભયમુખી સાધના છે. આચરણ કરે અને કરાવે, તેનું નામ આચાર્ય. અમારા એ ગુરુદેવ અને પરમ પૂજ્ય કવિવર્ય પંડિત નાનચંદ્રજી મહારાજ વણલખ્યા અને વણસંબિયા એવા આચાર્ય હતા. કલ્પસૂત્રમાં કલ્પના સાતમા પ્રકારમાં જે જયેક શબ્દ આવે છે, તે શબ્દ એમને બરાબર લાગુ પડતું હતું. જેને પરિભાષા મુજબ જેમનાં “સંડાણ અને સંઘયણું કુદરતી રીતે એવા હતા કે જેન જૈનેતર, ભારતીય કે ભારતીયેતર સૌ માનને એમને જોતાંવેંત જ આદરમાનભરી આત્મીયતા સહેજે ઉપજે, સંત વિનેબજીના સૌથી નાના અને ધુરંધર વિદ્વાન એવા શિવાજી ભાવે એમને પુસ્તિકાપરને ફિટ જેઈલખે છે “ગુરુવર્ય નાનચંદ્રજીનું ટૂંકું ચરિત્ર હમણાં જ વાંચવામાં આવ્યું. તેમને ફેટો પણ જોયો. જોતાંવેંત તેઓ મહાપુરુષોની હરોળમાં સૌથી ઊંચા સ્થાન પર બિરાજેલા હશે એ વિષે શંકા ન રહી. કેવળ ફેટા ઉપરથી એવો અપૂર્વભાવ મનમાં ઉપયે, તે જેઓ ગુરુવર્ય નાનચંદ્રજીના સહવાસમાં આવ્યા હશે, તેઓનું જીવન કેટલું ધન્ય અને પાવન થયું હશે !” તેઓ બચપણથી માંડીને દેહાંત લગી જેમ એકાંતપ્રેમી રહ્યા હતા, તેમ સાથેસાથે તેઓ પ્રાણીમાત્રમાં ઓતપ્રેત પણ રહ્યા હતા. તેથી જ સાયલાના એકાંતવાસમાંથી તેઓ જેમ સંવત ૨૦૦૫ માં ફરી જોરાવરનગર બીજું ચાતુર્માસ કરવા પહોંચી ગયા, તેમ સૌરાષ્ટ્ર રથાનકવાસી સંધ ૨૦૧૨ માં અમદાવાદ લાવી શક્યો. ત્યારબાદ સીધે ડોલીવિહાર ઘાટકોપર મુંબઈને થઈ શકે. અને ફરી પાછા લીંબડીથી સાયલા સ્થિરવાસ કરી જ્યાં જન્મ ધારણ કરેલ ત્યાંથી જ અંતિમ વિદાય લીધી ! કેરા મારી મારીને ઘડાયેલે અને પકવેલે ઘડો પસંદ કરાય છે, તેમ અમે એમના બે સાધુશિષ્ય કાયમી રહ્યા. તેમાં ૨ કહ્યું તેમ દીક્ષાથી—કાળથી માંડીને ગુરુદેવના દેહાંત લગી લગભગ એકધારાં આડત્રીસ વર્ષને એ ધન્યપણાને અને પાવનપણાને મહાલાભ તે એક માત્ર મારા વડીલ ગુરુભ્રાતા પૂ. ચુનીલાલજી મહારાજશ્રી (ઉર્ફે ગુરુદેવના ચિત્તરૂપ પૂ. ચિત્તમુનિજી)ને જ મળે. એટલે કે દીક્ષા લીધા બાદ તેઓ છત્રીસ વર્ષ લગી ગુરુદેવનું સાન્નિધ્ય પામી ધન્ય ધન્ય બન્યા ! તેઓ જાતે જ કહે છે : સાધનામય જીવનના ક્ષે સંતબાલજીએ દીક્ષિત થયા પછી નવમા વર્ષે અમારાથી જુદા પડી નવા જીવનને [૧૧] વ્યકિતત્વ દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856