Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 853
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પહેલાં ઘાટકોપર સ ંઘે લીબડી એક વગદાર ડેપ્યુટેશન મોકલી ઘાટકોપરના આગામી ચાતુર્માસ માટે જોરદાર વિનંતિ કરી. તે વખતે લીબડી સંપ્રદાયના શેઠ શ્રી લલ્લુભાઈ નાગરદાસ તથા પૂજ્ય સાહેબ શ્રી ધનજીસ્વામીએ બધા સજોગોને લક્ષમાં રાખી પૂ. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજ દાણા ૨ ને ઘાટકોપરના આગામી ચાતુર્માસ માટે સંમતિ આપી. ઘાટકાપર સંઘના ડેપ્યુટેશનને ખબ સ ંતોષ થયો. પછી તો લીબડીથી પૂ. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજ તથા મુનિશ્રી ચુનીલાલજીવામી દાણા ૨, એ ઘાટકોપર તરફ પ્રયાણ કરવા માટે વિહાર શરૂ કર્યા. મુનિશ્રી કિશારચંદ્રજીને પૂજ્ય મહા. શ્રી ધનજીસ્વામીને સેવા નિમિત્તે સોંપવામાં આવેલ. છેલ્લાં કેટલાક વર્ષથી પૂ. મહારાજશ્રી પગની તકલીફના કારણે ડોળીના સાધનથી વિહાર કરી રહ્યા હતા, એટલે ડાળીના માણસા અને તે સાથે એ ભાઈ એ ( મેઘજીભાઈ તથા અંબાલાલભાઈ) પણ હતા. ત્યારબાદ સંવત ૨૦૧૩, ફાગણ વદ ૨, રવિવાર, તા. ૧૭-૩-૧૯૫૭ ના રોજ ઘાટકોપરના ચાતુર્માસ નિમિત્તે લીબડીથી ઠા. ૨ નું શુભ પ્રસ્થાન થયુ. અનુક્રમે ગુંદી, ખંભાત, 'આરણ ( તા. ૨૮-૩-૫૭), જંબુસર, આમેાદ, ભરૂચ ( તા. ૩-૪–૫૭), પાનોલી, કઠોર (તા. ૧-૪-૫૭), સુરત, નવસારી, બીલીમેારા, બલસાર (વલસાડ), વાપી, ભિલાડ, ખાલી, ભીવંડી ( તા. ૨૭–૪–૫૭) મુલુંડ, ભાંડુપ વગેરે અનેક ક્ષેત્રોની સ્પર્શના કરતા ઘાટકોપર વૈશાખ શુદ ૩, બુધવાર તા. ૧-૫-પ૭ ના રોજ પ્રવેશ કર્યો. ઘાટકોપર સંધમાં અને ઉત્સાહ હતા. ઘાટકોપરના આંગણે (મુંબઈમાં ) પૂ. મહારાજશ્રી એકવીસ વર્ષના લાંબા ગાળા દરમિયાન પધારી રહ્યા હતા. જેથી ખૂબ ઉત્સાહ વચ્ચે અપૂર્વ સ્વાગત કર્યું. ત્યારબાદ શિવ, માટુંગા, ખાર, વિલેપારલા, વરસોવા વગેરે મુંબઈના પરાંઓમાં લાભ આપી, અષાઢ શુદ્ઘમાં પૂ. મહારાજશ્રી ઠાણા બન્નેએ ઘાટકોપરમાં ચાતુર્માસ અર્થે મંગલ પ્રવેશ કર્યો. ચાતુર્માસ દરમિયાન અનેકવિધ સામાજિકધાર્મિક પ્રવૃત્તિઓથી ઘાટકોપર ચેતનવંતુ બની રહ્યું હતું. એ રીતે આ ચાતુર્માસ ખૂબ ઉલ્લાસ અને આનંદપૂર્વક પૂર્ણ થયું. × ૫૮, બોરીવલી : સંવત ૨૦૧૪: ઈ. સ. ૧૯૫૮ ખેરીવલી : ઠાણા ૨, ઉપર મુજબ. ઘાટકોપરનું ચાતુર્માસ પૂરું થયા પછી વચ્ચેના ગાળામાં મુંબઈના પરામાં વિચરવાનું બન્યું. દરમિયાન માટુંગામાં રસિકલાલ પ્રભાશંકરના ખગલે પૂ. મહારાજશ્રીની આંખે મેાતીઆનું સફળ ઓપરેશન થયુ. તે સમયે મુંબઈના ક્ષેત્રમાં, જેવા આજે ઉપાશ્રયા અને સંઘાની રચના છે તેવી હતી નહિ એટલે ઘાટકોપરના ચાતુર્માસમાં જુદા જુદા પરામાંથી માણસા લાભ લેવા આવતા. બેરીવલીમાં નવા સધ થયા હતા. ખાસ કરીને મધ્યમવર્ગી સમાજ ત્યાં રહેતા હતા. તેઓએ પરિશ્રમ લઈને નવા ઉપાશ્રય તૈયાર કર્યા હતા. સૌથી પહેલા મહારાજશ્રીનું ચાતુર્માસ થાય એવી તેઓની પ્રબળ ભાવના હતી. એટલે એરીવલી સંઘે ખૂબ જ ભાવપૂર્વક આગામી ચાતુર્માસ માટે મહારાજશ્રીને વિનંતિ કરી. સઘના કાર્યકર્તાઓ ઉત્સાહી અને જાતમહેનત કરનાર હોવાથી અને વાતાવરણ અનુકૂળ લાગવાથી પૂજ્ય મહારાજશ્રીએ તેઓની વિનતિ સ્વીકારી, ચાતુર્માસ માટે બેરીવલીમાં પ્રવેશ કર્યો. પૂજ્ય મહારાજશ્રીની માનવતાલક્ષી ઉપદેશધારા માટે એરીવલી ખૂબ આતુર હતું. પરિણામે જેમ જેમ ચાતુર્માસના દિવસે આગળ વધવા લાગ્યા તેમ તેમ ફંડફાળા સારા થયા. ગૃહઉદ્યોગો અને બીજી સામાજિક પ્રવૃત્તિઓથી રીવલી સંધ અને ઉપાશ્રય ગાજતા થઈ ગયા. એટલુ જ નહિ, પણ મહારાજશ્રીની પ્રેરણાથી ઘેાડા સમયમાં જ મધ્યમવર્ગીય એરીવલીના સંઘ ખૂબ સમૃદ્ધ અને દીપતા થઈ ગયા. એ પ્રમાણે ઉલ્લાસપૂર્વક ચાતુર્માસ પૂર્ણ થયું. X પ૯. રીવલી (કૃષ્ણકુંજ) : સંવત ૨૦૧૫ : ઇ. સ. ૧૯૫૯ રીવલી – કૃષ્ણકુંજ : ટાણા ૨, ઉપર મુજબ. - બે વર્ષ મુંબઈના ક્ષેત્રમાં વીતી જવાથી સૌરાષ્ટ્રમાં વસતાં સાધ્વીજીઓની દનભાવના તીવ્ર થવા લાગી. વળી સૌરાષ્ટ્ર-ગુજરાતના સંઘોની પણ ઝંખના હતી. એટલે ઓરીવલીથી સૌરાષ્ટ્ર તરફ વિહાર કરવાનું નક્કી કર્યુ. અનુક્રમે વિહાર શરૂ કર્યાં. ભી’વડીથી આગળ વધતાં રસ્તામાં વજ્રશ્વરીના પ્રદેશ આવ્યા. મહારાજશ્રીને પગે વાની તકલીફ હાવાથી વક્રેશ્વરીમાં હવા-પાણીના પ્રયોગ કરવાનું મન થયુ. એટલે લગભગ બે મહિના ત્યાં શકાયા. તે સમયે વિદુષી મહાસતી [૧૯૯] વ્યકિતત્વ દર્શન Jain Education International For Private Personal Use Only www.jainel|brary.org

Loading...

Page Navigation
1 ... 851 852 853 854 855 856