________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. તેના હાથ, પગ, ઉપાંગ વગેરે આકારમાત્રના છે, પ્રગટ નથી. ભગવાનની આજ્ઞા લઈ ગૌતમ તેને જોવા માટે ગયા. જોયું તો તેના શરીરમાંથી મરેલા સાપ જેવી દુર્ગધ આવી રહી હતી. તે જે આહાર કરતે તેનું લોહી-પરૂ બનીને બહાર નીકળતું અને તેને જ તે પાછું ખાઈ જતો હતો. તેને જોતાં જ ગૌતમને નારકીય દશ્ય સ્મરણ થઈ આવ્યું. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું કે તે જીવે પૂર્વભવમાં અનેકાનેક પાપકૃત્ય કર્યા હતા જેના ફળસ્વરૂપે તેને તેજ જન્મમાં સોળ મહારગે ઉત્પન્ન થયા અને ત્યાંથી મરીને તે પહેલી નરકમાં ઉત્પન્ન થયે હતું અને ત્યાંથી મરીને આ મૃગાપુત્ર થયો છે. અને અહીં પણ તે પોતાના પૂર્વકૃત પાપોનું ફળ ભોગવી રહ્યો છે. તેમજ અનેક જન્મ સુધી આને પાપનું ફળ ભેગવવું પડશે.
બીજા અધ્યયનમાં ગોમાંસભક્ષણ તેમજ મદ્યપાન તથા વિષયાસકિતના દખદાયી ફળાને બતાવતાં ઉજિઝત કુમારને પરિચય આપે છે. ઉતિ વાણિજ્યગ્રામના વિજયંમિત્ર સાર્થવાહનો પુત્ર હતા. ગૌતમ ગણધર વાણિજ્યગ્રામમાં ભિક્ષા માટે પધાર્યા. ત્યાં તેમણે ભારે કોલાહલ થતે સાંભળે. કારણ તપાસતાં જ્ઞાત થયું કે રાજપુરુષે કઈ માણસને બાંધીને મારતા-મારતાં લઈ જઈ રહ્યા છે. ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે આને આટલું બધું કષ્ટ શા માટે અપાઈ રહયું છે? ભગવાન મહાવીરે જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહ્યું કે- હસ્તિનાપુરમાં ભીમ નામને એક ફૂટગ્રાહ અર્થાત્ પશુઓનો તસ્કર રહેતે હતો. તેની પત્નીનું નામ ઉ૫લા હતું. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેને ગાય, બળદ, વગેરેનું માંસ ખાવાની ઈચ્છા જાગૃત થઈ. તેણે તેની ઈચ્છા પૂરી કરી. ગાને ત્રાસ આપવાને કારણે તેના પુત્રનું નામ ગત્રાસ રાખ્યું. તે ગૌત્રાસ આખી જિંદગી ગોમાંસ વગેરેને ઉપયોગ કરતે રહો. ત્યાંથી મારીને તે વાણિજ્ય ગ્રામમાં વિમિત્રને ત્યાં ઉજિઝત નામે પુત્રપણે ઉત્પન્ન થયો. જ્યારે તે મોટો થયો ત્યારે તેના માતાપિતાનું દેહાન્ત થયું. નિરંકુશપણે વર્તતાં કેઈ અપરાધને કારણે નગર-રક્ષકોએ તેને ઘરથી બહાર કાઢી મૂક્યા હતા. કુસંગતિને લીધે તે જુગારખાના, વેશ્યાગૃહ, મદ્યગૃહ વગેરેમાં પરિભ્રમણ કરવા લાગ્યા. તેજ નગરમાં જે કામવા નામની વેશ્યા રહેતી હતી તેમાં તે આસક્ત થઈ ગયા. તે વેશ્યા રાજાને પણ પ્રિય હતી તેથી રાજાએ ગુસ્સે થઈ પિતાના સેવક દ્વારા તેને પકડાવી ખૂબ માર મરાવ્યું. હવે તેને શૂળી પર ચઢાવવા રાજપુરુષે લઈ જઈ રહ્યા છે. અહીંથી મરીને પાપકર્મને કારણે તે નરકાદિ ગતિઓમાં પરિભ્રમણ કરશે. આ વિષયાસકિતનું કડવું વિપાક છે.
ત્રીજા અધ્યયનમાં અભગ્નસેનને પ્રસંગ છે. અહીં આ ભવમાં તે મદ્ય અને ઈડાનો વેપાર કરી પ્રાણીઓને પીડા પહોંચાડી રહ્યો હતો. તેના જીવનનું વૃત્તાન્ત આ પ્રમાણે આપ્યું છે. પરિમલાલ શાલાટવી ચેરપલીમાં વિજય નામને એક તકર અધિપતિ રહેતો હતો. તેની પત્નીનું નામ નંદસિરી હતું. તેનાથી તેને એક પુત્ર થયો. જેનું નામ અભસેન રાખ્યું હતું. આ અભગ્નસેન પૂર્વભવમાં નિર્ણય નામે મોટો ઈડને વેપારી હતા. તે કબૂતર, મરઘાં, મોર વગેરેનાં ઈંડાં ભેગાં કરતે અને બીજા પાસે કરાવતે. પછી તે ઈંડાઓને અગ્નિ ઉપર શેકી-ભૂખ-તળીને વેચતે અને પિતાની આજીવિકા ચલાવતો તેમજ પિતે પણ તે ઈડાંઓને આહાર કરત. તે પાપના ફળસ્વરૂપે તે ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો અને ત્યાંથી તે અહીં અભગ્નસેન તસ્કર થયું છે. આ અભગ્નસેને પ્રજાને અનેક યાતનાઓ આપી છે. તેમનાં તન, ધન અને માણસનું અપહરણ કર્યું છે. રાજાએ તેને પકડવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ તે સફળ ન થયા. અંતે એક મોટા ઉત્સવમાં રાજાએ તેને આમંત્રણ આપ્યું અને તેને પકડે. તેને ખૂબ દંડ આપી શૂબી ઉપર લટકાવ્યો. ભગવાને મૈતમની જિજ્ઞાસાથી તેના પાપોની દારુણકથા બતાવી.
ચોથા અધ્યયનમાં શકટના જીવનનું વૃતાન્ત છે. શબ્દ સાહંજણી ગામના સુભદ્ર નામક સાર્થવાહને પુત્ર હતે. ગણધર ગૌતમે જોયું કે રાજપથ ઉપર અનેક વ્યકિતઓથી ઘેરાયેલ એક માણસ ઊભો છે અને તેની પાછળ એક સ્ત્રી
હતી. બન્નેનાં નાક કપાયેલા હતા અને તેઓ બન્શનથી એક બીજા સાથે બંધાયેલા હતા. તેઓ ઉચ્ચ સ્વરથી ચિત્કાર કરી રહ્યાં હતાં કે અમે અમારા પાપનું ફળ ભોગવી રહ્યા છીએ. ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે આ કેણ છે અને આ લેકે એ એવું કયું પાપકૃત્ય કર્યું છે કે જેનું આવું ભયંકર ફળ ભેગવી રહ્યા છે? ભગવાને કહ્યું- છગલપુર નગરમાં છનિક નામનો કસાઈ હતું. તે અનેક પશુઓની કતલ કરી તેમનું માંસ વેચતું હતું,
..
તાતી
"
૨૨૪ Jain Education International
For Private & Personal Use Only
તવદર્શન www.jainelibrary.org