Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 21
________________ પ્રાતઃકાળની સ્તુતિ 39 પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે સ્વામી! જય જય જિનેંદ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચંદ્ર દેવા; હું શરણ તમારે, આવ્યો દ્વારે, ચઢજો વ્હારે કરું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હૈ સ્વામી, સ૦ ૧ અર્થ—હે સહજાત્મસ્વરૂપમાં સર્વકાળને માટે રમણતા કરનારા પ્રભુ! મને ભવકૂપ એટલે ચારગતિરૂપ સંસારના કૂવામાંથી ટાળો એટલે બહાર કાઢો અને સ્વરૂપરમણતાનું સુખ આપો. કેમકે આપ અખિલ એટલે સમસ્ત વિશ્વમાં અનુપમ છો, આપના જેવું શાશ્વત સુખ આપનાર જગતમાં કોઈ નથી. તેથી આપ બહુનામી એટલે આપના એક હજારને આઠ નામ છે. આપ પ્રભુ તો સંપૂર્ણ નિષ્કામી એટલે નિસ્પૃહ છો, મારા અંતરના ભાવ જાણવાથી અંતર્યામી છો, વળી અવિચળધામી એટલે જ્યાંથી ફરી કદી ચલાયમાન થવાય નહીં એવા મોક્ષધામમાં વસનારા છો. માટે હે સ્વામી ! તમે ખરેખર અમારા નાથ થવાને યોગ્ય છો. તમે સમ્યવૃષ્ટિ એવા જિનોમાં ઇન્દ્ર જેવા હોવાથી જિનેન્દ્ર છો. માટે તમારું શાસન ત્રિકાળ જયવંત વર્તે, જયવંત વર્તો. વળી આપને અખિલ એટલે સમસ્ત વિશ્વમાં કોઈ જીતી શકે નહીં માટે અજેન્દ્ર છો. સર્વ જિનોમાં ચંદ્ર જેવા હોવાથી આપ જિનચંદ્ર દેવ છો અર્થાત્ અઢાર દૂષણ રહિત આપ જિનેશ્વર દેવ છો. હું આપ જેવા પરમપુરુષ પરમાત્માનું શરણ લેવા આપને દ્વારે આવ્યો છું. હું સદા આપની સેવા કરનારો સેવક છું માટે જન્મમરણથી મુક્ત કરવા મારી વ્હારે ચઢજો અર્થાત્ મને મદદ કરવા દોડી આવજો. આપ તો સુખશાંતિના જ દાતા હોવાથી હે પ્રભુ! જગતમાં સર્વત્ર પ્રખ્યાત છો. હે સ્વામી ! આપ દિલના દાતા એટલે આપનું હૃદય સદા દિલદાર હોવાથી મને સ્વરૂપસુખ આપી કૃતાર્થ કરો એજ મારી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. ।।૧।। જય મંગળકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ; અભયપદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ; આ લક્ષ ચોરાસી ખાણ જ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી. સન્ ૨ અર્થ—હે પ્રભુ! આપનો સદા જય હો. આપ પાપનો નાશ કરી સદા કલ્યાણ કરનાર હોવાથી મંગળકારી છો. માટે અમે પણ શાશ્વતસુખ મેળવવાની અંતરમાં આશા આપની પાસેથી રાખીએ છીએ. મરણાદિ સર્વ પ્રકારના ભયથી નિવર્તી નિરભયપદ મેળવવા ઇચ્છું છું. આપને આ બધું કરગરીને એટલે અત્યંત ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ દીનતાપૂર્વક આજીજી કરીને અથવા કાલાવાલા કરીને કહું છું. આપના જ શરણમાં રહું છું. આપની જ સ્તુતિ એટલે ગુણોની પ્રશંસા કરીએ છીએ. કેમકે આ ચોરાશી લાખ જીવાયોનિની ખાણ ખાસી એટલે ઘણી જ ઊંડી છે. તેમાં રઝળતો હવે હું ત્રાસ પામી ગયો છું. માટે હે સ્વામી! હવે મને મારું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવી આ દુઃખની ખાણમાંથી બહાર કાઢો. ।।૨।। નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમતિ કાપી હે ભ્રાતા; મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિ દાતા હે ત્રાતા; કૃતિઓ નવ જોશો અતિશય દોષો, સઘળા ખોશો હે સ્વામી. સ૦ ૩ અર્થ—હે પ્રભુ ! અમારામાં અનંત દોષો ભરેલા છે; તથાપિ એટલે તો પણ તેને કદાપિ એટલે કદી પણ જોશો નહીં. પણ અમારી નવા નવા દોષો કરવાની કુમતિને આપ કાપી નાખો; જેથી ફરી નવા દોષો થાય જ નહીં. <nÖazÄ SÀçoÇ> તમે જ મારા ખરા ભ્રાતા એટલે ભાઈ છો. મુક્તિપદ દેવામાં આપ જગતમાં પ્રમુખ એટલે સર્વોપરી મનાઓ છો, તથા સર્વ પ્રકારના દુઃખોથી બચાવનાર એવા ત્રાતા પણ આપ જ છો. અમારી કૃતિઓ એટલે કાર્યોને તમે જોશો નહીં કેમકે તે તો અતિશય દોષોથી ભરેલાં છે. પણ હે સ્વામી ! હવે અમને સન્માર્ગ બતાવી એ સઘળા પાપ કાર્યને તમે જ ખોઈ શકશો. બીજો કોઈ ઉપાય નથી. માટે હે સહજાત્મસ્વરૂપી સ્વામી ! કૃપા કરી અમારો ઉદ્ધાર કરો. II3II ૩૮ હું પામર પ્રાણીનું દુઃખ જાણી, અંતર આણીને તારો; ઘર ધંધાપાણી શિર લઈ તાણી, ભટક્યો ખાણી ભવ ખારો; મને રસ્તે ચડાવો, કદી ન ડગાવો, ચિત્ત રખાવો દુઃખવામી. સ૦ ૪ અર્થ—‘હું પામર શું કરી શકું' એવો પામર પ્રાણી છું. માટે મારા દુઃખને જાણી, આપના અંતરમાં મારી વાત આણીને મને જરૂર તારો, દુઃખથી પાર ઉતારો. હું તો ઘર કુટુંબની મોહમમતા કે તેના માટે ધંધાનો બોજ શિર ઉપર લોભવશ તાણી ખેંચીને રાખી, તેના ફળમાં ચોરાશી લાખ જીવયોનિની ખાણમાં અનાદિકાળથી ખૂબ ભટક્યો; તેથી આ ભવ એટલે સંસાર હવે મને ખારો ઝેર જેવો લાગે છે. માટે હવે મને તેવા દુઃખોથી છૂટવા અર્થે આત્મકલ્યાણના માર્ગે ચઢાવો, તે માર્ગમાંથી ફરી પાછો હું કદી ડગુ નહીં એવી મારી ચિત્તમાં દૃઢતા રખાવો; કેમકે આપ જ એક દુઃખવામી છો અર્થાત્ દુઃખનું સર્વકાળને માટે નિકંદન કાઢનાર એક આપ જ છો. માટે મારા ઉપર દયા લાવી મને ભવસમુદ્રથી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148