________________
(૧) શ્રી સીમંધર જિન સ્તવન
મુનદાસ ગુલામ છે તુમ જાય. અહો ! રાજ૦૧૨ અર્થ–હે પ્રભુ! આજ સુધી તો હું અજ્ઞાનવશ, મોહવશ દુઃખમય એવી ચાર ગતિમાં જ ભટક્યો. હવે ‘બહુ પુણ્ય કેરા પુંજથી’ હે સ્વામી ! હું આપના ચરણકમળ પાસે આવ્યો છું અથવા આપના શરણે આવ્યો છું. હું મુનદાસ આપનો ગુલામ એટલે સેવક છું. આપના દ્વારા મને જન્મમરણથી છૂટવાની, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની સાચી સમજ મળવાથી આ જન્મમાં મારો નવો અવતાર થયો. માટે હે નાથ! તુમ જાયો એટલે તમે જ મને નવો જન્મ આપ્યો એમ હું શ્રદ્ધાપૂર્વક માનું છું. હવે આપના જેવું ક્ષાયિક સમ્યક્દર્શન મને પણ પ્રાપ્ત થાય, તે અર્થે ‘અહો ! રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું', એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રેમસહ પ્રાર્થના છે, તે સ્વીકારી કૃતાર્થ કરજો. ./૧રા
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ:- કર્મ રહિત શુદ્ધ સ્વભાવમય આત્મધર્મ જેવો તમારો છે તેવો અમારો પણ છે. પણ તે આત્મધર્મની શ્રદ્ધા, ઓળખાણ તથા રમણતાના વિયોગે અમને વિભાવરૂપ અધર્મનું વળગણ થયું છે. રા
વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહનો, મૂલ અભાવ ન થાય; પરવિભાવ અનુગત પરિણતિથી, કર્મે તે અવરાય રે સ્વામી, વી૩
સંક્ષેપાર્થ:- વસ્તુનો સ્વભાવ એ જ સ્વજાતિ છે. તેનો મૂળથી અભાવ કદી ન થાય. આત્મા પર એવા વિભાવને અનુગત એટલે અનુસરવારૂપ પરિણતિથી એટલે ભાવ કરવાથી તે કર્મોથી અવરાય છે. આવા
જે વિભાવ તે પણ નૈમિત્તિક, સંતતિભાવ અનાદિ, પરનિમિત્ત તે વિષય સંગાદિક, તે સંયોગે સાદી રે સ્વામી, વી૦૪
સંક્ષેપાર્થ :- જે વિભાવ ભાવ છે તે પણ નૈમિત્તિક એટલે નિમિત્તથી ઉત્પન્ન થતાં આત્માના વિકારી ભાવ છે. આ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થતા આત્માના વિભાવ ભાવની સંતતિ, પ્રવાહની અપેક્ષાએ તો અનાદિ છે. તે પરભાવના નિમિત્ત કારણરૂપ પાંચ ઇન્દ્રિયોના વિષય કષાયાદિનો સંગ છે. પણ તે આત્મામાં પર નિમિત્તથી થયેલાં વિભાવભાવ હોવાથી તેની સાદિ પણ છે, અર્થાતુ કોઈ કર્મ અનાદિ નથી. જુના ખરે છે અને નવા બંધાય છે. તે સંયોગની અપેક્ષાએ સાદિ પણ છે. //૪
અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો; શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદ્ધન, કર્તા ભોક્તા ઘરનો રે સ્વામી, વીપ
સંક્ષેપાર્થ:- રાગદ્વેષરૂપ અશુદ્ધ નિમિત્તને આધીન બની પ્રવર્તતો આ અત્તા એટલે આત્મા, પરભાવનો કત્તા એટલે કર્તા બને છે. અને જ્યારે આત્મા અરિહંતાદિ વીતરાગ પુરુષોનું શુદ્ધ નિમિત્ત લઈ સ્વભાવમાં રમે ત્યારે તે પોતાના સ્વભાવનો જ કર્તા તથા પોતાના અનંત ગુણનો જ ભોક્તા બને છે. આપણા
જેના ધર્મ અનંતા પ્રગટયા, જે નિજપરિણતિ વરિયો; પરમાતમ જિનદેવ અમોહી, જ્ઞાનાદિક ગુણ દરિયો રે સ્વામી, વી-૬
સંક્ષેપાર્થ:- જે આત્માના અનંત ગુણધર્મો પ્રગટ્યા તથા જે પોતાની શુદ્ધ આત્મપરિણતિને વર્યા એવા પરમાત્મા શ્રી જિનદેવ મોહ રહિત છે. જ્ઞાન દર્શનાદિના ગુણોના દરિયા કહેતા સમુદ્ર છે અર્થાત્ અનંત ગુણો જેને પ્રગટ
(૧) શ્રી સીમંઘર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી
(ષિત થઇ ૫૮ હો...... ted) શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો; શુદ્ધ ધર્મ પ્રગટ્યો જે તુમચો, પ્રગટો તેહ અમારો રે સ્વામી,
વીનવીએ મન રંગે. ૧ સંક્ષેપાર્થ:- હે આત્મલક્ષ્મીએ યુક્ત એવા શ્રી સીમંધર પ્રભુ! આપ રાગદ્વેષાદિ શત્રુઓને જિતનાર એવા ગણધર પુરુષોના પણ સ્વામી છો; માટે અમારી વિનંતિને પણ લક્ષમાં લ્યો. આપને જે આત્માનો શુદ્ધધર્મ પ્રગટ્યો છે. તેવો જ અમારો પણ સત્તામાં રહેલો આત્માનો શુદ્ધ ધર્મ પ્રગટ થાઓ. એવી હે સ્વામી ! આપને અમારી ભાવભીની વિનંતિ છે. [૧]
જે પરિણામિક ધર્મ તુમારો, તેહવો અમચો ધર્મ; શ્રદ્ધાભાસન રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મ રે સ્વામી, વી-૨