Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 130
________________ (૧૪) શ્રી સંભવનાથ જિન સ્તવન ૨૫૫ છૂટક સ્તવનો (૧૪) શ્રી સંભવનાથ જિન સ્તવન શ્રી નયવિજયજી કૃત સ્તવન સાહિબ સાંભળો રે, સંભવ અરજ હમારી, ભવોભવ હુ ભમ્યો રે, ન લહી સેવા તુમારી; નરય નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમિયો; તુમ વિના દુઃખ સહ્યાં રે, અહોનિશ ક્રોધે ધમપમિયો, સા૦૧ સંક્ષેપાર્થ :— હે સંભવનાથ સાહિબ ! મારી એક અરજ એટલે વિનંતિ સાંભળો. ભવોભવ કહેતાં અનંતકાળથી હું આ ચારગતિરૂપ સંસારમાં ભમી રહ્યો છું, છતાં મેં ખરાભાવથી તમારી સેવા કરી નહીં; અર્થાત્ તમારી ભાવપૂર્વક આજ્ઞા ઉપાસી નહીં. નરય એટલે નરક તથા નિગોદમાં રહીને મેં ઘણા ભવ સુધી ભ્રમણ કર્યું. નિગોદમાં તો એક શ્વાસોચ્છ્વાસમાં ૧૮ વાર જન્મમરણ કર્યાં. તમારા શરણ વિના મેં આવા અનંત દુઃખ સહન કર્યાં. નરકમાં પણ અહોનિશ કહેતાં રાતદિવસ ક્રોધથી ધમીધમીને ખૂબ દુઃખ પામ્યો. માટે હે પ્રભુ ! હવે આ મારી વિનંતિને સાંભળી મારા સર્વ દુઃખનું નિવારણ કરો. ।।૧।। ઇન્દ્રિય વશ પડયો રે, પાલ્યાં વ્રત નવિ સુંસે, ત્રસ પણ નવિ ગણ્યા રે, થાવર હણિયા હુંશે; વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તિહાં મેં હઇડલું જઈ ખોલ્યું. સા૨ સંક્ષેપાર્થ ઃ— સંસારમાં દેહ ધારણ કરીને પાંચ ઇન્દ્રિયોના વશમાં પડી વ્રતનું પાલન મેં સુસે કહેતા સારી રીતે કર્યું નહીં. તથા ત્રસકાય જીવોને બચાવવાનો ઉપયોગ રાખ્યો નહીં. તેમજ સ્થાવર એવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવોને, વિષયકષાયને પોષવા અર્થે હોંશપૂર્વક હણ્યા. તેમની હિંસાને રોકવા માટે કોઈ પ્રકારના વ્રતને ચિત્તમાં ધારણ કર્યાં નહીં. તેમજ બીજું સત્ય પણ બોલ્યું નહીં. જૂઠમાં રાચનાર એવા પાપી જીવોની સાથે ગોઠડી કહેતા મિત્રતા કરી. તેમની પાસે જઈ મારા હઇડાની કહેતા હૃદયની બધી વાત ખુલ્લી કરી; પણ કોઈ સજ્જન પુરુષની સાથે મિત્રતા કરી નહીં. માટે ૨૫૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ હે સાહેબા ! હવે મારી વિનંતિને સાંભળી મને સત્ય માર્ગદર્શન આપો. રા ચોરી મેં કરી રે, ચવિહ અદત્ત ન ટાળ્યું, શ્રી જિનઆણશું રે, મેં નવિ સંજમ પાક્યું; મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો, રસન લાલચે રે, નીરસ પિંડ ઉવેખ્યો. સા૩ સંક્ષેપાર્થ – વળી ચોરીઓ કરીને ચવિહ્ન અદત્ત એટલે ચાર પ્રકારની ચોરી તે (૧) ચોરીની વસ્તુ લેવી. (૨) ચોરને સહાયતા આપવી. (૩) કૂંડા તોલમાપ કરવા. (૪) રાજ્ય વિરુદ્ધ કામ કરવું; એવા દોષોનો મેં ત્યાગ કર્યો નહીં. શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી એટલે એમણે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે મેં સંયમનું પાલન ન કર્યું. મુનિએ, મધુકર એટલે ભમરાની જેમ થોડો થોડો એક એક ઘરથી આહાર લેવો જોઈએ. તેમજ ૪૨ દોષ રહિત શુદ્ધ આહાર છે કે નહીં તેની પૂરી ગવેષણા કહેતાં શોધ કરીને પછી આહાર લેવો જોઈએ. પણ તેમ કર્યું નહીં. તથા રસના એટલે જીભના સ્વાદના લાલચમાં પડી નીરસ એટલે રસ વગરના ભોજનપિંડને મેં ઉવેખ્યો કહેતાં તેની ઉપેક્ષા કરી પણ લીધો નહીં. હે નાથ ! એવા પાપ મેં કર્યાં છે. માટે હવે મારી વિનંતિને લક્ષમાં લઈ કંઈ મને માર્ગ સુઝાડો. II3|| નરભવ દોહિલો રે, પામી મોહ વશ પરિયો, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો; ક્રામ ન કો સર્યાં રે, પાપે પિંડ મેં ભરિયો, શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરિયો. સાજ સંક્ષેપાર્થ :– દુર્લભ એવો મનુષ્યદેહ પામીને પણ મોહને વશ પડ્યો છું. પરસ્ત્રી દેખીને મારું મન ત્યાં જઈ અડિ ગયું, અર્થાત્ તેમાં આસક્ત થયું. તેમાં આસક્ત થવાથી કામ કંઈ સર્યા નહીં પણ પાપનો પિંડ મેં ભર્યો. તેથી મારી શુદ્ધ બુદ્ધિનો નાશ થયો. તે કારણથી મારો આત્મા આ સંસારથી તરી શક્યો નહીં. માટે હે સાહેબા ! મારી વિનંતિને સાંભળી હવે એવી પાપબુદ્ધિને નષ્ટ કરી મારો ઉદ્ધાર કરો. II૪।। લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી, તોપણ નવિ મળી રે, મળી તો વિ રહી રાખી;

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148