Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 36
________________ (૩) શ્રી બાહુ જિન સ્તવન સંક્ષેપાર્થ:- નિઃસંગી એટલે સકલ પરદ્રવ્યના સંગથી રહિત એવા પ્રભુની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાથી ભવ્યાત્માને પૂર્ણ આત્માનંદ પ્રાપ્ત કરવાની ઈહા એટલે ઇચ્છા પ્રગટ થાય છે. આત્માનંદ પ્રાપ્ત કરવાના સાધનની શક્તિ વડે ગુણની એકતા થતાં, સાધ્ય સ્વરૂપ એવા આત્માની સમીહા એટલે ઇચ્છા, તે સીઝે અર્થાતુ સિદ્ધ થાય; એટલે કે તે સાધન વડે આત્મા પરપરિણતિને ત્યાગી પૂર્ણ આત્મસિદ્ધિને પ્રાપ્ત કરી સર્વ કાળને માટે તે આત્મસુખને અનુભવે છે. શા પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લયઠાને; દેવચંદ્ર ગુણને એક તાને, પહોંચે પૂરણ થાને. મો૦૮ સંક્ષેપાર્થ:- પુષ્ટ એવા પ્રભુના નિમિત્તનું આલંબન લઈને જે પોતાના આત્માને ભૌતિક એવા કહેવાતા સુખોથી પરાગમુખ કરી, સ્વાવલંબી બની, સહજાત્મસ્વરૂપમય આત્મકાર્યના ધ્યાનમાં, ચિંતનમાં પોતાની લય લગાડશે, તથા દેવોમાં ચંદ્રમા સમાન નિર્વાણી પ્રભુના ગુણમાં જગતને ભૂલીને એકતાન થશે; તે મુમુક્ષુ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પામી પૂર્ણ આત્માનંદના સ્થાનક એવા મોક્ષપદને પામશે; એમાં કોઈ સંદેહને સ્થાન નથી. દા. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ વાયુ, વનસ્પતિ તથા ત્રસકાયના જીવોને લગાર માત્ર પણ હણે નહીં. જેના અંતરમાં ભાવદયાની પરાકાષ્ઠા વર્તે છે, તેને દ્રવ્ય દયાનું પાલન તો સહજ હોય જ છે. રા. રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ. પ્રવ જોતાં પણ જગીજંતુને, ન વધે વિષય વિરામ. પ્ર. બા-૩ સંક્ષેપાર્થ :- પાંચ અનુત્તર વિમાનમાં રહેનાર દેવોથી પણ જેનું રૂપ અનંતગણું અભિરામ એટલે સુંદર છે. છતાં જગતના જંતુ એટલે જીવોને પ્રભુનું એવું નિરૂપમ રૂપ જોઈને વિષય વિકારભાવની વૃદ્ધિ થતી નથી, પણ તેથી ઊલટા તે વિષયો વિરામ પામી જાય છે. સા. કર્મ ઉદય જિનરાજનો, ભવિજન ધર્મ સહાય. પ્ર. નામાદિ સંભારતાં, મિથ્યા દોષ વિલાય. પ્ર. બા૦૪ સંક્ષેપાર્થ :- શ્રી જિનેશ્વર પ્રભુની તીર્થંકર પુણ્યપ્રકૃત્તિ તથા ઉપદેશાદિનો ઉદય તે ભવ્ય જીવોને ધર્મમાં પરમ સહાયકારી છે. તેમના નામ અને મૂર્તિ વગેરેની સ્થાપના વડે તેમનું સ્મરણ કરતાં આત્માના મિથ્યાત્વાદિ અનેક દોષો વિલય પામે છે, તથા સ્વરૂપ શ્રદ્ધાન દ્રઢ થતું જાય છે. જો આતમ ગુણ અવિરાધના, ભાવ દયા ભંડાર. પ્ર. ક્ષાયિક ગુણ પર્યાયમેં, નવિ પર ધર્મ પ્રચાર, પ્ર. બાપ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપના આત્માના ગુણોની રાગદ્વેષાદિ વિભાવભાવો વડે વિરાધના થતી નથી. તથા જગતના જીવોને તારવા માટે આપ નિષ્કારણ ઉપદેશ આપવાથી ભાવદયાના ભંડાર છો. વળી આપના સર્વ કર્મો ક્ષય થઈ જવાથી આપના ગુણો અને પર્યાયોમાં પર એવો વિભાવ ધર્મ પ્રચાર પામતો નથી, અર્થાત્ આપના શુદ્ધ સ્વભાવમાં તે પ્રવેશી શકતો નથી. //પા. ગુણ ગુણ પરિણતિ પરિણમે, બાધક ભાવ વિહીન. પ્રવ દ્રવ્ય અસંગી અન્યનો, શુદ્ધ અહિંસક પીન. પ્ર. બા૦૬ સંક્ષેપાર્થ – હે પ્રભુ! આપના અનંત ગુણોની પરિણતિ સ્વમાંજ હોય છે, અર્થાત્ દર્શનગુણ દર્શનમાં અને જ્ઞાનગુણ જ્ઞાનમાં જ પરિણમે છે. એક ગુણ બીજા ગુણના પરિણમનમાં બાધા ઉપજાવતા નથી; તેથી તે બાધક ભાવે વિહીન છે. આપ અન્ય દ્રવ્યથી અસંગ છો. તથા સંપૂર્ણ શુદ્ધતાને પામેલા હોવાથી પરમ (૩) શ્રી બાહુ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી (સંભવ જિન અવષારિયે.....એ દેશી) બાહજિણંદ દયામયી, વર્તમાન ભગવાન પ્રભુજી, મહાવિદેહે વિચરતા, કેવલ જ્ઞાન નિધાન. પ્રભુજી બા૦૧ સંક્ષેપાર્થ :- શ્રી બાહુ જિન પ્રભુ દયાની જ મૂર્તિ છે. વર્તમાનમાં આ ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં આજે પણ વિચરે છે. તે પ્રભુ કેવલજ્ઞાનના નિધાન એટલે ભંડાર છે. પા. દ્રવ્યથકી છ કાયને, ન હણે જેહ લગાર, પ્ર. ભાવદયા પરિણામનો, અહીજ છે વ્યવહાર, પ્રલ બાર સંક્ષેપાર્થ – દ્રવ્ય દયા પાળનાર એવા પ્રભુ! પૃથ્વી, પાણી, અગ્નિ,

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148