Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 52
________________ (૬) શ્રી સર્વાનુભૂતિ જિન સ્તવન ૯૯ સુહમ એટલે સૂક્ષ્મ નિગોદમાં ભવ કરતો હું ત્યાં વસ્યો. કેટલા કાલ સુધી ત્યાં વાસ કર્યો? તો કે અનંત પુદ્ગલ પરિઅટ્ટ એટલે અનંત પુદ્ગલ પરાવર્તન કાલ સુધી ત્યાં જ વાસ કર્યો. સૂક્ષ્મ નિગોદમાંથી એકવાર પણ જીવ બહાર ન નીકળે ત્યાં સુધી તે જીવ અવ્યવહાર રાશિમાં કહેવાય છે. તે અવ્યવહાર રાશિ એટલે નિત્ય નિગોદમાં અનંતકાળ વ્યતીત થઈ ગયો. ત્યાં રહી ક્ષુલ્લક ભવ એટલે હલકા ભવ અત્યંતપણે કર્યાં અર્થાત્ એક શ્વાસોશ્વાસમાં સાડા સત્તર વખત જન્મ મરણ કર્યાં. એમ ઉપરા ઉપરી જન્મમરણની વેદના એક ધારાપણે મારા આત્માએ સહન કરી. ।।૨।। વ્યવહારે પણ તિરિય ગતે, ઇગ વણખંડ અસન્ન રે; અસંખ્ય પરાવર્તન થયાં, ભમિયો જીવ અપન્ન રે. જ૩ સંક્ષેપાર્થ :- અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવ્યો. ત્યાં પણ તિરિય ગતે એટલે તિર્યંચ ગતિમાં ઇંગ્ વણખંડ એટલે એક વનસ્પતિના ભાગમાં જ અસન્ન એટલે અસંજ્ઞીપણે (મન વગર) અસંખ્ય પુદ્ગલ પરાવર્તન થયા છે. એમ મારા જીવે સમ્યક્ જ્ઞાન, દર્શનસ્વરૂપ, પોતાના આત્મધન વિના અધન્નપણે ભ્રમણ કર્યું છે. 11311 સૂક્ષમ સ્થાવર ચારમેં, કાલહ ચક્ર અસંખ્ય રે; જન્મ મરણ બહુલાં કર્યાં, પુદ્ગલ ભોગને કંખ રે. જ૪ સંક્ષેપાર્થ :— તથા સૂક્ષ્મ સ્થાવર એવા પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર કાયમાં અસંખ્ય કાલચક્ર સુધી (એક કાલચક્ર વીસ કોડાકોડી સાગરોપમનું) મારા આત્માએ જન્મમરણ બહુ જ કર્યાં. તે શા માટે કરવા પડ્યાં ? તો કે પુદ્ગલ ભોગની કંખ એટલે કાંક્ષાએ અર્થાત્ ભોગોને ભોગવવાની ઇચ્છાથી, તેના ફળમાં કરવા પડ્યાં. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞાવશ સર્વ યોનિઓમાં મેં અનંત દુઃખ સહન કર્યાં. ॥૪॥ ઓથે બાદર ભાવમેં, બાદર તરુ પણ એમ રે; પુદ્ગલ અઢી લાગઢ વસ્યો, નામ નિગોદે પ્રેમ રે. જન્મ સંક્ષેપાર્થ ઃ— ઓધે એટલે સામાન્યપણે બાદર ભાવમેં અર્થાત્ કંદમૂળાદિ બાદર એટલે જે દેખાય છે તેવી નિગોદમાં અથવા બાદર તરુ એટલે સાધારણ અનંતકાય વનસ્પતિ (ગોટલી ન થાય ત્યાં સુધીની કેરી અથવા સેવાલ વગેરે) ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ૧૦૦ માં પણ હું લાગલગાટ એકસાથે અઢી પુદ્ગલ પરાવર્તન સુધી વાસ કર્યો. જાણે નિગોદ સાથે પ્રેમ કર્યો હોય તેમ થયું. ।।૫।। સ્થાવર સ્થૂળ પરિતમેં, સીત્તર કાડાકોડિ રે; આય૨ ભમ્યો પ્રભુ નવિ મિલ્યા, મિથ્યા અવિરતિ જોડિ રે. જ૬ સંક્ષેપાર્થ :– બાદર પ્રત્યેક પાંચે સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ સિત્તેર કોડાકોડી આયર એટલે સાગરોપમ સુધી ભ્રમણ કર્યું. પણ આપ સમાન પ્રભુનો મને ભેટો નહીં થયો, તેથી મિથ્યાત્વ અને અવિરતિની જ વૃદ્ધિ કરી. ॥૬॥ વિગલપણે લાગટ વસ્યો, સંખિજવાસ હજાર રે; બાદર ૫જ્જવ વણસ્સઇ, ભૂ જલ વાયુ મઝાર રે. જ૦૭ અનલ વિગલ પજ્જતમેં, તસભવ આયુ પ્રમાણ રે; શુદ્ધ તત્ત્વ પ્રાપ્તિ વિના, ભટક્યો નવ નવ ઠાણ રે. ૪૦૮ સંક્ષેપાર્થ :– વિગલપણે એટલે વિકલેન્દ્રિયપણે લાગલગાટ સંખ્યાતા હજાર વર્ષ પર્યંત બે ઇંદ્રિય, ત્રિઇંદ્રિય અને ચતુરેન્દ્રિયમાં વાસ કર્યો. તથા બાદર ૫જ્જવ વણસ્સઈ એટલે બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાં અને ભૂ એટલે પૃથ્વી, પાણી અને વાયુકાયમાં, તેમજ અનલ એટલે અગ્નિકાયમાં, વિગલ એટલે વિકલેન્દ્રિય, પજ્જતમેં એટલે પર્યાયમાં, તે તે ભવના આયુષ્યના પ્રમાણમાં, શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ તત્ત્વની પ્રાપ્તિ વિના નવા નવા સ્થાનકોમાં મેં ખૂબ ભ્રમણ કર્યું. ૧૭-૮॥ સાધિક સાગર સહસ દો, ભોગવીઓ તસ ભાવે રે; = એક સહસ સાધિક દધિ, પંચેન્દ્રી પદ દાવે રે, જ૯ સંક્ષેપાર્થ :— સાધિક એટલે સ અધિક અર્થાત્ બે હજાર સાગરોપમથી કાંઈક અધિક કાલ સુધી તસ એટલે ત્રસકાયમાં (બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ત્રસ જીવોમાં) ઉપરોક્ત દુઃખો મેં ભોગવ્યા. તેમાં એક સહસ દધિ એટલે એક હજાર સાગરોપમથી કંઈક અધિક પંચેન્દ્રિયપણામાં ભ્રમણ કર્યું. તે પંચેન્દ્રિયપણામાં માત્ર અડતાલીસ જ ભવ મનુષ્યના પ્રાપ્ત થયા; અને બાકીના બધા તિર્યંચ પંચેન્દ્રિયમાં કે નારકી અથવા દેવ કે યુગલીયાના ભવ થયા. તે સિવાયનો બીજો બધો કાળ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત પુદ્ગલપરાવર્તન કરતાં ગયો. ।।૯।। પર પરિણતિ રાગીપણે, ૫૨ રસ રંગે રક્ત રે;

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148