________________
પ્રાતઃકાળની સ્તુતિ
૪૩
અર્થ—હે પ્રભુ! આપ સર્વ જીવો ઉપર નિષ્કારણ કરુણા કરનાર હોવાથી ખરા દયાળુ છો. અને પરમાર્થે દીન, આત્મલક્ષ્મીથી હીન અને જગતમાં જન્મમરણથી અમને કોઈ બચાવનાર નહીં હોવાથી સાવ અનાથ, એવા જીવોને પણ આપ આત્મા અમર છે એવો બોધ આપી, સ્વભાવભણી વાળી સુખી કરનાર હોવાથી આપ દયાળુ દીનાનાથ છો. દેહ તે જ હું છું અને સ્ત્રી પુત્રાદિ મારા છે એવા અનાદિકાળના અજ્ઞાનને દૂર કરી હું આત્મા છું એવું ભાન કરાવનાર હોવાથી આપ અજ્ઞાનહારી છો. ખરા ચિત્તથી હમેશાં આત્માના ધ્યાનમાં જ વિહાર કરનાર હોવાથી સ્વરૂપવિહારી છો. આપના ઘણા શિષ્ય, આપના દ્વારા ઉપદિષ્ઠ આત્મલક્ષ્મીરૂપ બોધને અવગાહવાથી આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સંતાપથી પરમશાંતિ મેળવે છે; તેથી આપ સંતાપહારી છો. માટે હે શ્રી ગુરુ રાજચંદ્ર પ્રભુ! ભવસાગરમાં ડૂબતા એવા આપના આ શિષ્યની બાંહ્ય ગ્રહી મને પાર ઉતારો. ।।૧।।
કર્યો ક્રોધ તો ક્રોધને મારવાને, ધર્યો લોભ તો ધ્યાનને ધારવાને; મહા મોહહારી નિજાનંદ ધારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૨ અર્થ—હે પ્રભુ! આપે ક્રોધ કર્યો તો ક્રોધરૂપી ભયંકર કાળને મારવા માટે કર્યો. આપે લોભ કર્યો તો આત્મધ્યાનમાં સ્થિર થવા માટે કર્યો. સર્વે કર્મોમાં બળવાન એવા મહા મોહને હરાવવાથી આપ મોહહારી છો. નિજ એટલે પોતાના આત્મામાં જ રહેલા અનંત આનંદને ધારણ કરનાર હોવાથી નિજાનંદધારી છો.
એવા હે ગુરુરાજ પ્રભુ! મારા ઉપર કૃપા કરી આ સંસારરૂપી કૂવામાંથી મને
બહાર કાઢો. ॥૨॥
સદા નિર્વિકારી મહા બ્રહ્મચારી, ન પહોંચે સ્તુતિમાં મતિ કાંઈ મારી; નિરાધાર આ બાલ માટે વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૩
અર્થ—આપનું અંતરથી અલિસ, માત્ર ઉદયાધીન વર્તન હોવાથી સદા નિર્વિકારી છો. બ્રહ્મ એટલે આત્માને કદી ભુલ્યા વગર તેમાં જ ચર્યા હોવાથી આપ મહા બ્રહ્મચારી છો. આપના આવા અદ્ભુત અંતરાત્મ ગુણોની સ્તુતિ એટલે પ્રશંસા કરવામાં મારી મતિની કાંઈ પહોંચ નથી, અર્થાત્ જે જે કહું તે સર્વ ન્યૂન ઠરશે. આ જગતમાં મને આધાર આપી મારો કોઈ ઉદ્ધાર કરે એવું નહીં હોવાથી હું નિરાધાર છું . માટે આ અજ્ઞાની બાલ માટેનો વિચાર કરી, બાંહ્ય
૪૪
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ગ્રહીને આધાર આપી હવે મારું કલ્યાણ કરો. II3II
કદી નાથ સામું ન જોશો અમારા, તથાપિ અમે છીએ સદાયે તમારા; હવે આપ ઓ બાપ ! તારો વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૪
અર્થ—હે નાથ ! આપ મારી અયોગ્યતાને જોઈ કદી મારા સામું જોશો નહીં તથાપિ એટલે તોપણ અમે તો સદાયે તમારા જ છીએ. કેમકે આપના સિવાય અમે બીજા કોઈનું શરણ લીધું નથી. તેથી હવે ઓ બાપ ! હું તમારી જ સંતાન છું એમ વિચારીને, હે ગુરુરાજ પ્રભુ! મારો હાથ ગ્રહીને મને અવશ્ય મોક્ષમાર્ગમાં સ્થાપિત કરો. ॥૪॥
ક્ષમા, ધૈર્ય, ઔદાર્યના જન્મસિંધુ ! સદા લોકથી દીનના આપ બંધુ; ન શક્તિ કશા કામમાંહી અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૫ અર્થ-શુદ્ધ આત્માના ઉત્તમ ક્ષમા, ધૈર્ય એટલે ધીરતા અને ઔદાર્ય એટલે ઉદારતા આદિ સ્વાભાવિક ગુણો આપનામાં જન્મ પામ્યા છે, તેની વિશાળતા સિંધુ એટલે સમુદ્ર જેવી અપાર છે. તેથી આપ સદૈવ લોકમાં રહેલા દીન એટલે ગરીબ અનાથોના બંધુ એટલે ભાઈ સમાન છો. કેમકે આપને જે નિષ્કામ ભાવથી ભજે, તે સહજે પુણ્યનો અધિકારી થાય છે; અને તેના ફળમાં ભૌતિક સંપત્તિને તે વગર ઇચ્ચે પામે છે. હે પ્રભુ! અમારી શક્તિ તો કોઈ કામમાં બરકત લાવે એવી નથી. માટે હે ગુરુરાજ પ્રભુ! અમને માર્ગદર્શન આપી આ મળેલા અમારા માનવદેહને સફળ કરો. ।।૫।।
ગુણી જ્ઞાનવંતા વિવેકી વિચારો, મને આશરો એક ભાવે તમારો; દયાળુ હવે પ્રાર્થના લ્યો અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૬
અર્થ—હે સર્વગુણના ધારક જ્ઞાનવંતા પ્રભુ ! આપ તો વિવેકી હોવાથી મારું શામાં કલ્યાણ છે તે સર્વ જાણો છો. માટે હવે મારા ઉદ્ધાર સંબંધી વિચાર કરો. કેમકે મને એક ભાવે એટલે એક માત્ર આપનો જ આશરો એટલે આધાર છે. તેથી હે અનંતી દયાના ધારક દયાળુ પ્રભુ ! અમારી ઉપરોક્ત પ્રાર્થનાને ધ્યાનમાં લઈ, પરમકૃપાળુ પરમાત્મા ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ મારી બાંહ્ય ગ્રહીને મને ભવસાગરમાં બૂડતા અવશ્ય બચાવો; એવી ભાવભક્તિ સહિત આપને મારી નમ્ર અરજ છે. ||૬||
(આ કાવ્ય પણ શ્રી અંબાલાલભાઈ લાલચંદ ખંભાતવાળાએ પરમકૃપાળુદેવની ભક્તિથી રચેલ છે.)