Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 95
________________ (૧૬) શ્રી નમિશ્વર જિન સ્તવન ૧૮૫ જગતમાં રહેલ કેવળી પોતાના જ્ઞાનબળે તે અનંતગુણોને પાખે કહેતા પારખી શકે, અનુભવી શકે છે. એમ શ્રી યશોવિજયજી મહારાજ ભાખે છે અર્થાત્ જણાવે છે કે ઉપરોક્ત ગુણો વડે શ્રી અચિરામાતાના પુત્ર શ્રી શાંતિનાથ ભગવાનનો સદા જય જયકાર વર્તે છે. પા (૧૬) શ્રી નમિશ્વર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (હો પીઉ પંખીડા—એ દેશી) જગત દિવાકર શ્રી નમિશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો; જાગ્યો. સમ્યજ્ઞાન સુધારસ ધામ જો, છાંડિ દુર્રય મિથ્યા નીંદ પ્રમાદની રે લો॰૧ સંક્ષેપાર્થ ઃ— જગત એટલે સકલ વિશ્વને પ્રકાશિત કરવામાં દિવાકર એટલે જ્ઞાનરૂપ સૂર્ય જેવા હે શ્રી નમિશ્વર પ્રભુ ! આપના મુખકમળના દર્શન થયે તથા આપના વદન કમળમાંથી ઝરતી સ્યાદ્વાદમય દિવ્ય વાણીના શ્રવણ વડે અમારી અનાદિની ચાલી આવતી મિથ્યા અજ્ઞાનરૂપ આત્મસ્રાંતિની ભૂલ નાઠી અર્થાત્ નષ્ટ થઈ, અને સમ્યક્દાનરૂપ સુધારસનું સ્થાન પ્રાપ્ત થયું. જે સમ્યક્દાનરૂપ સુધારસના પાન વડે દુર્જય એટલે દુ:ખે કરીને જેનો ત્યાગ થઈ શકે એવી અનાદિની મિથ્યા એટલે જૂઠી એવી પ્રમાદના કારણરૂપ મોહનિદ્રા હતી; તેને છોડી જાગ્રત થયા. ॥૧॥ સહેજે પ્રગટ્યો નિજ પર ભાવ વિવેક જા ' અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો; સાવ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જો, નિજ પરિણતિ થિર નિજ ધર્મરસે હવે રે લો૨ સંક્ષેપાર્થ :— આપની સર્વ દ્રવ્યની શુદ્ધ રીતે પ્રરૂપણા ક૨ના૨ી વાણીવડે ૧૮૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અમને નિજ શું ? અને પર શું ? બંધ માર્ગ શું ? અને મોક્ષમાર્ગ શું ? તેનો સહેજે વિવેક પ્રગટ થયો. તેના ફળસ્વરૂપ અમારો અંતરાત્મા બંધમાર્ગના કારણરૂપ રાગ, દ્વેષ, અજ્ઞાન, કામ, ક્રોધાદિભાવોને ત્યાગી, વિષયકષાયને ઉપશમાવવાના સાધનરૂપ ભક્તિ, સત્સંગ, ગુરુઆજ્ઞાના અવલંબનવડે આત્મકલ્યાણ સાધવામાં ઠહર્યો અર્થાત્ સ્થિત થયો. તેથી પરસ્વરૂપને જાણવામાં રુચિવંત એવી અમારી જ્ઞાયકતા હતી, તે પલટાઈને શુદ્ધ સ્વરૂપને સાધે એવા સત્પુરુષ આદિના આલંબનવાળી તે થઈ, અને તેમની આજ્ઞા ઉપાસવામાં છેક સુધી તે ટકી રહી. જેથી નિજ શુદ્ધ આત્મસ્વરૂપ પરિણતિમાં સ્થિર થઈને તે પોતાના જ ધર્મરસમાં એટલે સ્વસ્વભાવમય આનંદરસમાં મગ્ન બનીને મહાલવા લાગી. II૨ા ત્યાગીને સવિ પરપરિણતિરસરીઝ જો, જાગી છે નિજઆતમ અનુભવ ઇષ્ટતા રે લો; સહેજે છૂટી આસ્રવ ભાવની ચાલ જો, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લો૩ સંક્ષેપાર્થ :- પ૨પરિણતિરસ એટલે વિષયકષાયાદિ સર્વ પરભાવમાં જે રસ એટલે આનંદ આવતો હતો તે સર્વ ત્યાગવાથી હવે પોતાના આત્મગુણનો અનુભવ કરવામાં ઇષ્ટતા જાગી અર્થાત્ રુચિ ઉત્પન્ન થઈ. જેના ફળસ્વરૂપ અનાદિની જે કર્મ બાંધવારૂપ આસ્રવભાવની ચાલ એટલે ટેવ હતી તે છૂટી ગઈ અને જાલમ એટલે મહા જોરાવર એવી સંવરભાવની શિષ્ટ કહેતાં શ્રેષ્ઠ ચાલ શરૂ થઈ અર્થાત્ સંવરભાવ વડે કર્મ આવવાના દ્વાર બંધ થવા લાગ્યા. ॥૩॥ બંધના હેતુ જે છે પાપસ્થાન જો, તે તુજ ભગતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો; ધ્યેયગુણે વલગ્યો પૂરણ ઉપયોગ જો, તેહથી પામે ધ્યાતા ધ્યેય સમસ્તતા રે લો૪ સંક્ષેપાર્થ :- સંવરભાવ પ્રગટ થવાથી કર્મબંધના અઢાર પાપસ્થાનક આદિ જે કારણો હતા તે સર્વ પલટાઈ જઈ પ્રભુની ભક્તિવડે પુષ્ટ એટલે અત્યંત પ્રશસ્તપણાને પામી કલ્યાણના કારણરૂપ થયા. તે આ પ્રમાણે :– પહેલું પાપ પ્રાણાતિપાત ઃ– તે ટળી જઈ દ્રવ્ય દયા, ભાવદયા રૂપે પરિણામ થયો.

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148