________________
પ્રાતઃકાળની સ્તુતિ
(૪) ( જડબુદ્ધિ જીવ ! સંત વિના શુદ્ધ મારગ કોણ બતાવે ? એ દેશી )
અહો! રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ
તમારું.
તુમે પતિતપાવન છો સ્વામી, હું તો લોભી લંપટ ને કામી,
તે તો જાણો છો અંતરજામી. અહો! રાજ૦૧ અર્થ-અહો! આશ્ચર્યકારક છે ‘સહજાત્મસ્વરૂપ’ જેનું એવા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ‘સહજાત્મસ્વરૂપ” નું મને રાત દિવસ રટણ રહેજો. આપ ‘સહજાત્મસ્વરૂપ’ ને પામેલા હોવાથી મારા પરમગુરુ એટલે ઉત્કૃષ્ટ ગુરુ ભગવંત છો. જેમ પંચપરમેષ્ઠી ભગવંત પોતાના સહજાત્મસ્વરૂપને પામેલા છે તેમ આપ પણ છો. માટે સર્વગુણ સંપન્ન એવા ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું ગુરુઆરાએ મને સદા સર્વકાળ રટણ રહેજો એવી મારી હાર્દિક અભિલાષા છે.
આપ મારા જેવા વિષયકષાયમાં પતિત એટલે પડેલા જીવોને પણ પાવન એટલે પવિત્ર કરનાર હોવાથી સર્વના સ્વામી છો. જ્યારે હું તો સર્વ પદાર્થ મેળવવાની ઇચ્છાવાળો હોવાથી લોભી, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લપટાઈ ગયેલો હોવાથી લંપટી, તથા કામવાસનાથી યુક્ત હોવાથી કામી છું. મારી આવી અવદશાને છે અંતરયામી પ્રભુ ! આપ સર્વ જાણો છો. તે દૂર થવા, મને આપના ‘સહજાત્મસ્વરૂપ’મય નામનું નિરંતર સ્મરણ રહેજો. ||૧||
નથી જપ તપ સાધન કાંઈ કર્યું, નથી ચરણકમળમાં ચિત્ત ધર્યું,
મન રેંટ તણી પેરે જાય ફર્યું. અહો ! રાજ૦૨ અર્થ–મેં ગુરુઆજ્ઞાએ નથી કોઈ સ્વરૂપનો જાપ કર્યો, કે ઇચ્છાઓને રોકવારૂપ નથી કોઈ તપ કર્યું, કે નથી કોઈ સર્વ કર્મોથી મુક્ત થવા અર્થે આત્મસાધન કર્યું. નથી આપના પવિત્ર ચરણકમળમાં એટલે આપની આજ્ઞા ઉઠાવવામાં ચિત્તને લગાવ્યું. મારું મન તો રેંટ એટલે કૂવાની રેટ સમાન ચગડોળે ચઢેલું હોવાથી સદા ફરતું જ રહે છે, સ્થિર થતું નથી. માટે આપના બોધેલા મંત્રમાં તેને સદા રોકી સ્થિર કરું એવી મારી અભિલાષા છે. તે પાર પડે એવી
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કૃપા કરજો. રા
મને મોહકટક લાગ્યું પૂંઠે, નિત્ય ઘેરીને મુજને લુંટે,
તમે છોડાવો પ્રભુ તો છૂટે. અહો! રાજ૦૩ અર્થ–મોહકટક એટલે મોહનીય કર્મની જે અઠયાવીસ પ્રકૃતિઓ છે, તે કટક એટલે સેનાની જેમ મારી પૂંઠે લાગેલ છે. તે દર્શનમોહનીય કર્મની ત્રણમિથ્યાત્વ, મિશ્ર અને સમકિત મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પચ્ચીસ પ્રકૃત્તિ તે ૧૬ કષાય અને ૯ નોકષાયરૂપે છે. તે મને મોહભાવો કરાવી ઘેરીને લૂંટે છે. છતાં હે પ્રભુ! આપ જો બોધબળે મને એ મોહભાવોથી છોડાવો તો તે જરૂર છૂટે. તે અર્થે પણ મને આપના સ્વરૂપનું રટણ સદા રહેજો એવી આપ પ્રભુ પ્રત્યે મારી યાચના છે. રૂા.
અહો! ભાનુ સમાન પ્રગટ મણિ, મારા અનંત દોષ કાઢો ધણી,
ક્ષણ દ્રષ્ટિ કરો મુજ રંક ભણી. અહો! રાજ૦૪ અર્થ—અહો! આશ્ચર્યમય આપનું ભાનું એટલે સૂર્ય સમાન પ્રગટ શુદ્ધાત્મ સ્વરૂપ, તે મણિ સમાન ઉજવલ છે. તે વડે હે નાથ! મારા અંધકારમય અનંતદોષોને કાઢી મને શુદ્ધ કરો. મારા જેવા રંક એટલે આત્માર્થે અનાથ ઉપર ક્ષણ દ્રષ્ટિ કરો, જેથી હું આપના સ્વરૂપનું સદા રટણ કરી શકું. જા.
પ્રભુ કરુણાસાગર આપ અહો! મુજ પામરની પ્રભુ બાંહ્ય ગ્રહો,
તુમ સેવા મુને સદાય રહો. અહો! રાજ૦૫ અર્થ-હે પ્રભુ! આપ ભવ્યાત્માઓને સાચી સમજ આપી, દુર્ગતિથી છોડાવી ઉત્તમ ગતિમાં ધારણ કરનાર હોવાથી આશ્ચર્યકારક કરુણાના સાગર છો. તેથી મારા જેવા પામરની પણ હવે બાંહ્ય ગ્રહો અને આપની સેવા અને સદાય રહો; જેથી હું સદા આપના સહજ આત્મસ્વરૂપનું ધ્યાન કરી શાશ્વત સુખને પામું. //પા
જ્ઞાન દર્શન ચરણ ક્ષાયક જાણી, પ્રભુ સહજ સ્વભાવ પ્રગટ મણિ, આપો મને દેવ હો રંક ગણી. અહો! રાજ૦૬