Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 40
________________ " શ દલામ - (૩) શ્રી સાગરપ્રભુ જિન સ્તવન વસ્તુ એટલે દ્રવ્ય તે પ્રચંડ શક્તિથી યુક્ત છે, અર્થાત્ આત્માદિ સર્વ દ્રવ્યો અનંતશક્તિના ધારક છે. કા. ઇમ કેવળ દર્શન નાણ, સામાન્ય વિશેષનો ભાણ; | દ્વિગુણ આતમ શ્રદ્ધાએ, ચરણાદિક તસુ વ્યવસાયે. સુ૭ સંક્ષેપાર્થ :- આમ કેવળદર્શન અને કેવળજ્ઞાન જે પ્રભુને સંપૂર્ણપણે પ્રગટ છે, તે દ્રવ્યના કે વસ્તુના સામાન્ય અને વિશેષ ગુણોને જાણવા માટે ભાણ એટલે સૂર્ય સમાન છે. આત્માના મુખ્ય દ્વિગુણ એટલે બે ગુણ તે જ્ઞાન અને દર્શન છે. તે બેય ગુણને આત્માની શ્રદ્ધા સહિત પામી અર્થાત્ સમ્યકજ્ઞાન દર્શનને પામી રાગદ્વેષાદિ વિભાવનો નાશ કરવારૂપ વ્યાપાર કરી વીતરાગભાવને પ્રાપ્ત કરી, શુદ્ધ આત્મભાવમાં સ્થિરતા કરવી, તેને ચરણ એટલે ચારિત્ર ગુણ કહીએ છીએ. એમ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રવડે આત્માની શક્તિને જેણે પ્રગટ કરી છે એવા પ્રભુને હે ભવ્યો ! તમે ભાવભક્તિસહિત થાવો તો તમે પણ તે પદવીને પામો; એ નિઃસંદેહ વાર્તા છે. શા. દ્રવ્ય જેહ વિશેષ પરિણામી, તે કહિયે પજવ નામી; છતિ સામર્થ્ય દુભેદે, પર્યાય વિશેષ નિવેદે. સુ૦૮ સંક્ષેપાર્થ - પ્રત્યેક દ્રવ્યમાં સામાન્ય ગુણરૂપે પરિણમન હોવા છતાં તે વિશેષ ગુણે કરીને પણ પરિણમે છે, તેથી તે વિશેષ પરિણામી પણ છે તથા પ્રત્યેક દ્રવ્યમાં અનંત સ્વપર્યાય છે, અને તે અનંત સ્વપર્યાયમાં એક દ્રવ્યપણું રહેલું છે. તેથી તે દ્રવ્યને પર્યાયનામી પણ કહીએ છીએ. કારણ કે અનંત પર્યાયથી યુક્ત જ દ્રવ્ય છે. “ગુણપર્યયવત્ દ્રવ્યમ્'. તે પર્યાયો છતિ અને સામર્થ્ય એમ બે ભેદે છે. છતિ એટલે જે પર્યાયો સર્વ પ્રદેશમાં અનંતાનંત પણે રહેલા છે તે. અને સામર્થ્ય એટલે જે પર્યાયનો સ્વકાલ આવ્યે પોતપોતાના સામર્થ્યપણે જે પરિણમે અર્થાત કાર્ય કરે છે તે. એ સર્વ સામાન્ય કે વિશેષ ગુણના પર્યાયને જે નિવેદે અર્થાત પોતાના જ્ઞાનમાં સારી રીતે જાણે છે એવા સુખકર પ્રભુને તમે ધ્યાવો. જેથી તમો પણ પરમાનન્દ પદવીને પામી સર્વકાળ સુખી થાઓ. ૮. તસુ રમણે ભોગનો વૃદ, અપયાસી પૂર્ણાનંદ; પ્રગટી જસ શક્તિ અનંતી, નિજ કારજવૃત્તિ સ્વતંત્રી. સુ૦૯ ૭૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- પ્રભુ તો સ્વશુદ્ધ પર્યાયમાં જ સદા રમણ કરે છે. ત્યાં દરેક સમયે અનંત આનંદના ભોગનો છંદ એટલે સમૂહ વિદ્યમાન છે. તે પ્રભુનો પૂર્ણાનંદ, સ્વભાવથી જ ઉત્પન્ન થતો હોવાથી અપયાસી છે, અર્થાત્ વિના પ્રયત્ન તે પ્રગટ થાય છે. એવી જેને અનંત આત્મશક્તિ પ્રગટ થઈ છે, તથા પોતાના શુદ્ધ આત્માના સકલ ગુણોની સર્વ પ્રવૃત્તિ સહજ સ્વભાવે, સ્વતંત્રપણે થયા કરે છે. એવા પ્રભુના ગુણોને હે ભવ્યો! તમે ધ્યાવો જેથી તમો પણ તે ગુણોને પામો. કારણ કે જેને ધ્યાવે તે તેજ પદને પામે, એમાં સંદેહ નથી. II૯ll ગુણ દ્રવ્ય સામાન્ય સ્વભાવી, તીરથપતિ ત્યક્ત વિભાવી; પ્રભુ આણા ભક્ત લીન, તિણે દેવચંદ્ર પદ કીન. સુ૧૦ સંક્ષેપાર્થ :- પ્રત્યેક દ્રવ્ય સામાન્ય ગુણ સ્વભાવવાળા છે. તે દ્રવ્યના સર્વ સ્વભાવમય ગુણોને પામી, ચતુર્વિધ સંઘના તરવાને માટે તીર્થની સ્થાપના કરીને, જે તીર્થપતિ પદને પામ્યા એવા શ્રી સાગર પ્રભુ તો સર્વ વિભાવના વ્યક્ત એટલે ત્યાગી થયા છે; છતાં તીર્થંકર નામકર્મના ઉદયે ભવ્ય જીવોને દેશના આપીને તારે છે. એવા પ્રભુની આજ્ઞા ઉઠાવવામાં જે ભવ્યજીવ ભક્તિભાવે લીન થશે; તેને પ્રભુ જરૂર દેવોમાં ચંદ્રમા સમાન સિદ્ધપદને આપી કૃતાર્થ કરશે. માટે હે ભવ્યો! એવા શુદ્ધ સ્વરૂપી પરમાત્માની ભક્તિ કરવામાં કંઈ પણ ખામી રાખવી નહીં, પણ ત્રિકરણ યોગે તેમાં જોડાઈ જવું; જેથી મોક્ષપદની પ્રાપ્તિ સુલભ થાય. II૧૦ણા. (૪) શ્રી સુબાહુ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (માહો વહાલો બ્રહ્માચારી......એ દેશી) શ્રી સુબાહુ જિન અંતરજામી, મુજ મનનો વિશરામી રે, પ્રભુ અંતરજામી; આતમ ધર્મ તણો આરામી, પપરિણતિ નિષ્કામી ૨. પ્ર૦૧ સંક્ષેપાર્થ - હે શ્રી સુબાહુ જિનેશ્વર ! આપ અંતર્યામી હોવાથી મારા

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148