Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 116
________________ રર (૨૪) શ્રી મહાવીર જિન સ્તવન (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી | (ted-જામની). ચઉ કષાય પાતાલ કલશ જિહાં, તિસના પવન પ્રચંડ; બહુ વિકલ્પ કલ્લોલ ચઢતું કે, આરતિ ફેન ઉદંડ, ભવસાયર ભીષણ તારીએ હો, અહો મેરે લલના પાસજી, ત્રિભુવન નાથ દિલમેં, એ વિનંતિ ધારિયે હો. ૧ સંક્ષેપાર્થ :- આ સંસારના દુઃખોને સમજાવવા માટે ભગવંતે આ સંસારને મુખ્યપણે સમુદ્રની ઉપમા આપી છે. જંબુદ્વીપની ચારે બાજુ બંગડીના આકારે ફરતા બે લાખ યોજનવાળા લવણ સમુદ્રમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણના મધ્ય કેન્દ્રમાં કલશના આકારે ચાર મોટા ખાડા આવેલા છે. જેને પાતાલ કલશ કહેવાય છે. તેમ સંસારરૂપી સમુદ્રમાં ચઉ કહેતા ચાર ક્રોધ, માન, માયા અને લોભ રૂપ કષાય તે પાતાલ કલશ જેવા વિશાળરૂપે વિદ્યમાન છે. વળી તે પાતાલકલશમાં દર ૧૪ મુહૂર્ત એટલે સવા અગ્યાર કલાકે વાયુનો પ્રકોપ થતો હોવાથી સમુદ્રમાં ભરતી આવ્યા કરે છે. તેમ તિસના કહેતા તૃષ્ણારૂપી પ્રચંડ પવનના વાવવાથી બહુ વિકલ્પરૂપ કલ્લોલ અર્થાત્ તરંગોનું ચઢવું થાય છે. તેના ફળસ્વરૂપ હું આરતિ એટલે દુઃખ પીડાને બહું ભોગવું છું. માટે એવા ભીષણ એટલે ભયંકર ભવસાયર કહેતા ભવસમુદ્રથી છે પ્યારા પ્રભુ પાર્શ્વનાથ ! મને તારો. તમે તો ત્રણે ભુવનના નાથ છોમાટે આપના દિલમાં આ મારી વિનંતિને જરૂર અવધારણ કરજો અર્થાત્ ધ્યાનમાં લેજો. ||૧|| જરત ઉદ્દામ કામ વડવાનલ, પરત શીલગિરિ શૃંગ; ફિરત વ્યસન બહુ મગર તિમિંગલ, કરત હે નિમગ ઉમંગ. ભ૦૨ સંક્ષેપાર્થઃ- આ સંસારરૂપ સાગરમાં ઉદ્દામ એટલે ઉગ્ર એવો કામરૂપી વડવાનલ સર્વ નદીઓના જળને પરત એટલે ભસ્મ કરે છે. તેથી સમુદ્ર સદા તરસ્યો જ રહે છે. તેમ પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઇચ્છા મને સદા રહ્યા કરે છે, તેથી હું ધરાતો જ નથી. વળી સમુદ્રમાં શીલગિરિ એટલે પત્થરના પહાડના શૃંગ એટલે શિખર આવેલા છે, તેમજ ત્યાં અનેક વ્યસનો એટલે કુટેવોરૂપ તિમિંગલ ૨૨૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કહેતા મગરમચ્છ ફરી રહ્યાં છે. તે મને પકડી લે છે, અર્થાત્ તે વ્યસનો મને ઉમંગ એટલે ઉત્સાહપૂર્વક પોતામાં નિમગ્ન એટલે લીન કરે છે. માટે હે નાથ ! ભીષણ એવા ભવસાગરથી મને જરૂર તારો, પાર ઉતારો. રા ભમરિયા કે બીચિ ભયંકર, ઉલટી ગુલટી વાચ; કરત પ્રમાદ પિશાચન સહિત જિહાં, અવિરતિ વ્યંતરી નાચ. ભ૦૩ સંક્ષેપાર્થ:- તે સમુદ્રમાં મોહરૂપી ભમરીઓ મને ભયંકર રીતે ઉલટી ગુલટી વાચ એટલે ઊંધી ચત્તી મોહની વાતો સમજાવીને અર્થાત્ ગોળ ગોળ ભમાવીને મને સમુદ્રમાં બુડાડી દે છે. જ્યાં પ્રમાદરૂપી પિશાચન એટલે રાક્ષસી સાથે અવિરતિરૂપી વ્યંતરી નાચ કરી રહી છે, અર્થાત્ હું પ્રમાદ કરી કરીને પાંચ ઇન્દ્રિયોના વિષયોરૂપ અવિરતિમાં સુખ માની નિરંતર રાચી માચીને નાચી રહ્યો છું. માટે હે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! મને આ ભયંકર ભવસમુદ્રથી તારવા માટેનો કોઈ ઉપાય બતાવો. નહીં તો આ સંસાર સમુદ્રમાં હું બૂડી મરીશ. શા. ગરજત અરતિ ફરતિ રતિ બિજુરી, હોત બહુત તોફાન; લાગત ચોર કુગુરુ મલબારી, ધરમ જિહાજ નિદાન. ભ૦૪ સંક્ષેપાર્થ:- સમુદ્રમાં અરતિ એટલે શ્રેષરૂપ ગર્જના થઈ રહી છે. તથા કુરતિ એટલે સ્કૂર્તિલી એવી બિજારી કહેતા બીજી એવી રતિ અર્થાત્ રાગનો પણ ત્યાં સદ્ભાવ છે. આ રાગદ્વેષને લઈને સંસારરૂપી સમુદ્રમાં ઘણું તોફાન થઈ રહ્યું છે, ત્યાં વળી મલબારી કહેતા ડુંગરાળ પ્રદેશમાં વસતા એવા કુગુરુરૂપ ચોર લાગેલા છે, એવી સ્થિતિમાં ધર્મરૂપી જહાજ જ એક માત્ર મોક્ષપ્રાપ્તિનું નિદાન એટલે કારણ છે. ||૪|| જુરે પાટિયે જિઉં અતિ જોરી, સહસ અઢાર શીલંગ; ધર્મજિહાજ તિઉં સજ કરિ ચલવો, યશ કહે શિવપુરી ચંગ. ભ૦૫ સંક્ષેપાર્થઃ- સમ્યક્ષ્યારિત્રના અઢાર હજાર શીલાંગના ભેદ છે. શીલાંગ એટલે ચારિત્રના અંશો અથવા તેના કારણો. તે વ્રતોને ચારે તરફથી રક્ષણ આપનાર છે. માટે તે ચારિત્રના ભેદોને મુનિ આચરે છે. તે ભેદોને અતિ જોરી કહેતા મજબુત રીતે જહાજના પાટીયા સાથે જારે એટલે જોડી દો અર્થાત તે સમ્યક્ષ્યારિત્રના ભેદોને નિરતિચારપણે પાળી ધર્મરૂપી જહાજને સજ્જ કરી એટલે સાવધાનીપૂર્વક ચલાવો, તો શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તમે

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148