Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 123
________________ (૭) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન ૨૪૧ માટે હે નાથ! તમારા પ્રશમરસમાં ડૂબેલા નયનોની છબી મારા નયનમાં ઉતારી ઘો, જેથી હું પણ પ્રશાંતરસમાં ડૂબી આત્માના સુખમાં આનંદ માણું. હે અભિનંદન સ્વામી! તારા નયનની તો ઉપરોક્ત પ્રકારે બલવત્તરતા જ છે. આપણા (૬) શ્રી સુમતિ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (રાગ-મા) સુમતિનાથ સાચા હો. (ટેક) પરિ પરિ પરખતહી ભયા, જેસા હીરા જાચા હો; ઔર દેવ સવિ પરિહર્યા, મેં જાણી કાચા હો. સુ૧ સંક્ષેપાર્થ:- શ્રી સુમતિનાથ પ્રભુ સાચા દેવ છે. પરિ પરિ કહેતાં ફરી ફરી પરખત એટલે પરીક્ષા કરતા જેમ જાચા એટલે જાતિવંત શ્રેષ્ઠ હીરાની ખબર પડે તેમ પૂરી તપાસ કરતાં સર્વ દેવોમાં શ્રી સુમતિનાથ પ્રભુ સાચા દેવ છે. તેથી ઔર એટલે બીજા હરિહરાદિક દેવોને મેં કાચા જાણી એટલે શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા નથી એમ જાણી તેમને પરિહર્યા છે અર્થાત્ છોડી દીધા છે. ll૧૫. તેરી ક્રિયા હૈ ખરી, જૈસી તુજ વાચા હો; ઔર દેવ સબ મોહે ભર્યા, સવિ મિથ્યા માચ્યા હો. સુર સંક્ષેપાર્થ:- હે સુમતિનાથ પ્રભો! જેવું તમે બોલો છો તેવું જ તમારું રાગદ્વેષ રહિત વર્તન છે. માટે તમારી સર્વ ક્રિયા ખરી છે. જ્યારે બીજા કુદેવો સર્વ મોહથી ભરેલા હોવાથી રાગદ્વેષમાં જ રાચીમાચીને રહેલા છે. માટે હે નાથ! તમે જ સાચા છો, સાચા છો. રા. ચૌરાશી લખ ભેખમાં, હું બહુ પરિ નાચા હો; મુગતિ દાન દેઈ સાહિબા, અબ કર હો ઉવાચા હો. સુ૦૩ સંક્ષેપાર્થ – ચોરાસી લાખ જીવયોનીમાં નવા નવા દેહરૂપ વેષ ધારણ ૨૪ર ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કરીને હું બહુ પરિ કહેતાં ઘણી વાર ફરી ફરી નાચ્યો છું; અર્થાત્ નાટક કર્યા છે. માટે હે સાહિબા ! હવે ભવ નાટકથી છોડાવી મને મુક્તિનું દાન આપી, ઉવાચા કહેતાં ફરી વાચા એટલે વાણીનો ઉપયોગ કરી આપની પાસે કંઈ માગવું ન પડે એવો ઉવાચ બનાવી દો અર્થાતુ મન વચન કાયારૂપ ત્રણે યોગથી રહિત એવી સિદ્ધદશાને આપી મને કૃતાર્થ કરો કે જેથી પછી કંઈ માંગવું પડે નહીં. કા. લાગી અગ્નિ કષાયકી, સબ ઠોર હી આંચા હો; રક્ષક જાણી આદર્યા, તુમ શરણ સાચા હો. સુ૦૪ સંક્ષેપાર્થ :- આ સંસારમાં ચારે બાજુ ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયની અગ્નિ સળગેલી છે. જેની આંચ એટલે ઝાળ સબ ઠોર હી કહેતાં સર્વ સ્થાનોમાં અમને બાળી રહી છે. તેથી આપને રક્ષા કરનાર જાણી આદર્યા છે. કેમકે તમારું જ એકમાત્ર શરણ સાચું છે. અન્ય કોઈ આ જગતમાં બચાવનાર નથી. I૪. પક્ષપાત નહિ કોઉસું, નહીં લાલચ લાંચા હો; શ્રીનયવિજય સુશિષ્યકો, તોસું દિલ રાચ્યા હો. સુપ સંક્ષેપાર્થ – આપનું શરણ સાચું કેવી રીતે છે? તો કે આપ રાગદ્વેષરહિત હોવાથી કોઈની સાથે પક્ષપાત કરતા નથી. તેમજ કોઈપણ પ્રકારની આપને લાલચ નહીં હોવાથી લાંચ પણ લેતા નથી. માટે શ્રી નવિજયજીના સુશિષ્ય એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તમારી સાથે અમારું દિલ રાચ્યું છે અર્થાત્ રાચીમાચીને લીન થયેલું છે. હે સુમતિનાથ પ્રભુ! ઉપરોક્ત કારણોને લીધે જ આપ જગતમાં સાચા દેવ તરીકે પ્રસિદ્ધિ પામેલા છો. //પા (૭) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (રાગ પૂરવી) ઘડી ઘડી સાંભરે સાંઈ સલુના–ઘવ પદ્મપ્રભ જિન દિલસેં ન વીસરે, માનું કિયો કછુ ગુનકો દૂના; દરિસન દેખત હી સુખ પાઉં, તો બિનુ હોત હું ઉના દૂના.ઘ૦૧

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148