Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 75
________________ ૧૪૬ (૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન ૧૫ તે પલટાવી ભેદજ્ઞાનના બળે સ્વ આત્મદ્રવ્યમાં જ આત્માપણું માનવાથી કર્મને આવતાં રોકવારૂપ સંવરતત્ત્વ પ્રગટે છે. તથા તે ભેદજ્ઞાન તેને સ્વસ્વરૂપનો રસિક બનાવે છે. તે સ્વસ્વરૂપ કેવું છે ? તો કે અનુપમ પૂર્ણાનંદ સ્વરૂપ છે. [૧૧]. વિષય કષાય જહર ટળી, અમૃત થાય એમ; ના જે પરસિદ્ધ રુચિ હવે, તો પ્રભુ સેવા ધરી પ્રેમ. ના ન૦૧૨ સંક્ષેપાર્થ :- એમ ઉપરની ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે વર્તવાથી વિષયકષાયનું જહર ટળી જઈ આત્મા અમૃત સ્વરૂપ બને છે. જેને પ્રસિદ્ધ એવી શુદ્ધ આત્મસિદ્ધિ પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થઈ હોય, તેને પ્રભુની સાચા અંતઃકરણે સેવા કરવી અર્થાત્ તેમની આજ્ઞા ઉપાસવામાં જ પુરુષાર્થ કરવો યોગ્ય છે. ૧રા. કારણ રંગી કાર્યને, સાધે અવસર પામી; ના દેવચંદ્ર જિનરાજની, સેવા શિવસુખ ધામી. ના ન૦૧૩ સંક્ષેપાર્થ :- આત્મસિદ્ધિમાં કારણરૂપ પ્રભુના વચનામૃત છે. તેમાં જેને રંગ લાગ્યો તે ભવ્યાત્મા અવસર પામે અવશ્ય આત્મસિદ્ધિરૂપ કાર્યને સાધશે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી જિનરાજ પ્રભુની સેવા એટલે એમની આજ્ઞાનું સેવન કરવું એ જ શિવસુખ ધામી અર્થાતુ મોક્ષસુખના ધામમાં લઈ જનાર સાચો ઉપાય છે. ૧૩ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જિન પૂરવધર વિરહથી રે, દુલહો સાધન ચાલો રે. ચં-૨ સંક્ષેપાર્થ :- આ ભરતક્ષેત્રમાં હું મનુષ્યપણાને પામ્યો છું. પણ મારા કમનસીબે હે પ્રભુ! આ તો દુષમકાળ લાધ્યો, કે જેમાં ધર્મની પ્રાપ્તિ પરમ વિકટ છે. આ કાળમાં કેવળી જિન અથવા જ્ઞાની પૂર્વધારીઓનો વિરહ છે. જેથી મોક્ષમાર્ગમાં કેમ ચાલવું તેનાં સાચા સાધન મળવા દુર્લભ થઈ પડ્યાં છે. રા દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધર્મ ચિહીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે. ચં૩ સંક્ષેપાર્થ:- આ કાળના જીવો પ્રાયે બાહ્ય દ્રવ્યક્રિયામાં રુચિ ધરાવનારા છે તેથી આત્માના ભાવની શુદ્ધિ કરવારૂપ સાચા ભાવધર્મ પ્રત્યે તેમની રુચિ દેખાતી નથી. કલિયુગમાં ઉપદેશક એવા આચાર્યો કે મુનિઓ પણ પ્રાય આત્મઉપયોગશુન્ય દ્રવ્યક્રિયામાં રુચિ ધરાવનારા છે, તો શ્રોતા એવા શ્રાવકો, તેથી વિશેષ નવીન કે જે જ્ઞાનસહિત ક્રિયા કરવી જોઈએ, તે ક્યાંથી જાણે. [૩] તત્ત્વાગમ જાણંગ તજી રે, બહુજન સંમત જેહ; મૂઢ હઠી જન આદર્યા રે, સુગુરુ કહાવે તેહ રે. ચં૦૪ સંક્ષેપાર્થ :- તત્ત્વ અને આગમ શાસ્ત્રોના રહસ્યને જાણનાર એવા સાચા આત્મજ્ઞાની સદ્ગુરુને મૂકી દઈ જે ઘણા લોકોને સમ્મત છે પણ પરમાર્થે મૂઢ છે તથા હઠાગ્રહ, મતાગ્રહથી ગ્રસિત છે એવા કહેવાતા આચાયોને પોતાના ગુરુ માને છે. અને તે પણ પોતાને સદ્ગુરુ પદે સ્થાપિત કહેવરાવે છે. //૪ના આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ધર્મ, દંસણ નાણ ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ચં૫ સંક્ષેપાર્થ :- મોક્ષ પ્રાપ્તિ અર્થે સત્પરુષની આજ્ઞા અને સાપ્ય એવા આત્મસ્વરૂપના લક્ષ વગર માત્ર જડ ક્રિયા કરવી, તેને અજ્ઞાની લોકોએ ધર્મ માન્યો છે. પણ સાચો ધર્મ જે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રમય છે. તે મૂળભૂત ધર્મનું રહસ્ય પણ તેમના જાણવામાં આવતું નથી. પા. ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ; આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ ૨. ચંદ્ર સંક્ષેપાર્થ -પોતાના મત, ગચ્છ, પંથ તથા તેના કદાગ્રહને સાચવવાનો ઉપદેશ આપે છે. અને તેને જ જગત પ્રસિદ્ધ ધર્મ માને છે. પણ રાગદ્વેષરહિતપણું (૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (વીશ થાંદલાએ દેશી). ચંદ્રાનન જિન, ચંદ્રાનન જિન, સાંભળીએ અરદાસ રે; મુજ સેવક ભણી, છે પ્રભુનો વિશ્વાસ રે. ચંદ્રાનન ૦૧ સંક્ષેપાર્થ:- હે ચંદ્રાનન પ્રભુ! આપ મારી એક અરદાસ એટલે વિનંતિને સાંભળો. કેમકે હું આપનો સેવક છું. તથા આપનો મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ મને જે પ્રત્યુત્તરમાં જણાવશો તે મારા આત્મહિતને માટે જ હશે. [૧] ભરતક્ષેત્ર માનવપણો રે, લાધો દુઃષમ કાલ;

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148