________________
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
રર૫ સંક્ષેપાર્થ :- અટપટાઈ એટલે ગમે તેમ બહાનું કાઢી, કંઈક રોષ ધરીને તેમજ પશુઓના માથે દોષનું આરોપણ કરીને કેમ ચાલ્યા જાઓ છો. હે નાથ! મારું હૃદય નિહાળીને મારા પ્રત્યેના સ્નેહનો ત્યાગ ન કરો. પુરા
રંગ બિચ ભયો યાથી ભંગ, સો તો સાચો જાનો કુરંગ. દિ૩
સંક્ષેપાર્થ:- એમ કરવાથી જામેલ પ્રેમના રંગમાં ભંગ પડી જાય છે. તેનું સાચું કારણ તો આ કુરંગ કહેતા હરણ છે, આ હરણાઓનો પોકાર સાંભળવાથી જ આ રંગ રાગમાં ભંગ પડી ગયો. હે નાથ! મારા તરફ પણ દ્રષ્ટિ કરો અને આ મારા સ્નેહનો અવાજ પણ સાંભળો. વા.
પ્રીતિ તનકમિ તોરત આજ, પિયુ નાવે મનમેં તુમ લાજ. દિ૦૪
સંક્ષેપાર્થ:- તનકમિ એટલે થોડી માત્ર કારણથી મારા પ્રત્યેની પ્રીતિને તોડતા એવા હે પ્રીતમ! તમારા મનમાં લાજ કેમ આવતી નથી ? કંઈક લાજ રાખીને પણ હે સ્વામી ! મારા પ્રત્યેના પ્રેમનો ભંગ ન કરો. //૪ો. તુહે બહુનાયક જાનો ન પીર, વિરહ લાગી જિઉં વૈરી કો તીર. દિ૦૫
સંક્ષેપાર્થ :- તમે તો ઘણાના નાયક કહેતા નાથ હોવાથી વિરહની પીર કહેતા પીડાને જાણતા નથી. પણ આ વિરહની વેદના તો જાણે વૈરીએ ખેંચીને મારેલા તીર જેવી છે. માટે ઘણું દુઃખ આપે છે. તેથી હે નાથ ! મારી વિરહવેદનાને દૂર કરનાર એવા સ્નેહનો ત્યાગ ન કરો. Ifપા
હાર ઠાર શૃંગાર અંગાર, અસન વસન ન સુહાઈ લગાર, દિ૬
સંક્ષેપાર્થ:- હે સ્વામી! આપના વિના ગળાના હાર, ઠાર એટલે હિમ જેવા લાગે છે. અને શરીરનો શણગાર તે અગ્નિના અંગારા જેવો બળતરા આપનાર ભાસે છે. અસન એટલે ભોજન, વસન કહેતા વસ્ત્ર પહેરવા તે લગાર માત્ર પણ સુહાવતા નથી, અર્થાત્ ગમતા નથી. કા
તુજ વિન લાગે સૂની સેજ, નહીં તેનું તેજ ન હારદહેજ. દિ૨૭
સંક્ષેપાર્થઃ- હે નાથ! તમારા વિના આ શય્યા સૂની જણાય છે. તનનું તેજ પણ ભોઠું પડી ગયું છે, તેમજ હારદ કહેતા હૃદયમાં આપના પ્રત્યે રહેલ હેજ એટલે સ્નેહ પણ મોળો પડી ગયો છે; માટે આવી મારી કફોડી સ્થિતિ જાણીને હે સ્વામી! મારા પ્રત્યેના સ્નેહનો ત્યાગ ન કરો. શા.
આવોને મંદિર વિલસો ભોગ, બુઢાપનમેં લીજે જોગ. દિ૦૮
૨૨૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ:- ઉપરોક્ત સ્થિતિનો વિચાર કરી, હવે અમારા મંદિરે કહેતા રાજમહેલમાં પધારો અને પાંચ ઇન્દ્રિયના ભોગોમાં વિલાસ કરો. પછી બુઢાપન એટલે વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે જોગ કહેતા સંન્યાસ ધારણ કરજો. તા.
છોરુંગી મેં નહિ તેરો સંગ, ગઈલિ ચલું જિઉં છાયા અંગ. દિ૯
સંક્ષેપાર્થ :- જો તમે ઉપર જણાવેલ મારી વિનંતિ પર ધ્યાન નહીં આપશો તો પણ હું તમારો સંગ છોડવાની નથી. પણ તમારા પ્રેમમાં ગઈલિ એટલે ઘેલી થયેલી એવી હું, શરીરની છાયા જેમ શરીરને સાથે જ ચાલે તેમ હું પણ તમારા માર્ગને જ અનુસરનારી થઈશ; પણ તમને છોડીને ક્યાંય જઈશ નહીં. લા. એમ વિલવતી ગઈ ગઢ ગિરનાર, દેખે પ્રીતમ રાજાલનાર. દિ૦૧૦.
સંક્ષેપાર્થ :- એમ વિલવતી એટલે વિલાપ કરતી સતી એવી શ્રી રાજુલનાર ગિરનાર ગઢ ઉપર ગઈ. ત્યાં પોતાના પ્રીતમ શ્રી નેમિનાથ પ્રભુને દેખી ઘણો જ હર્ષ પામી. તેમના ઉપદેશવડે પ્રીતમ એવા પ્રભુના શરણમાં દીક્ષા અંગીકૃત કરીને નિરતિચારપણે ચારિત્ર પાળવામાં તત્પર થઈ ગઈ. /૧૦ના
કંતે દીધું કેવળજ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. દિ૦૧૧
સંક્ષેપાર્થ :- શ્રી રાજાલના ઉત્તમ ચારિત્રને નિહાળી કંત એવા શ્રી નેમિનાથ પ્રભુએ તેમને કેવળજ્ઞાન આપીને પોતા સમાન પ્યારી કરી અર્થાત્ કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી શ્રી રાજાલ પ્રત્યે પણ જગતજીવોની પ્રીતિ ભગવાનની જેમ ઉત્પન્ન થઈ. ૧૧. મુક્તિ મહેલમેં ખેલે દોઈ, પ્રણમે યશ ઉલ્લસિત તન હોઈ. દિ૦૧૨
સંક્ષેપાર્થ – હવે શ્રી નેમિનાથ પ્રભુ અને સતી રાજાલનો આત્મા બેય મોક્ષરૂપી મહેલમાં આત્માનંદમાં ખેલે એટલે રમી રહ્યાં છે. એ સાંભળી શ્રી યશોવિજયજી મહારાજના શરીરમાં રોમાંચ થવાથી અતિ ઉલ્લાસભાવે તે બેય સિદ્ધોને ભાવપૂર્વક પ્રણામ કરે છે.
એવા સિદ્ધ ભગવંતોને અમારા પણ કોટીશઃ પ્રણામ હો. /૧રના