Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 82
________________ (૧૩) શ્રી સુમતિનાથ જિન સ્તવન ૧૫૯ તેમ છતાં કેવળજ્ઞાનના બળે આપ વર્તમાન આકાશક્ષેત્રે વસ્તુના પ્રાપ્ત પર્યાયને તથા ભૂતકાળમાં થઈ ગયેલ વસ્તુના પર્યાયને કે અપ્રાપ્ય એવા ભવિષ્યમાં થનાર સર્વ અમેય એટલે અમાપ અનંત પર્યાયોને આપ જિમ જથ્થ એટલે જે પ્રમાણે તે થવાના છે તે સર્વેને કેવળજ્ઞાનની શક્તિવડે સમકાળે અશેષપણે એટલે સંપૂર્ણપણે આપ જાણો છો અર્થાત્ ત્રણેય કાળના કોઈપણ શેય પદાર્થ આપના જ્ઞાનથી બહાર નથી. રાા છતિપર્યાય જે જ્ઞાનના રે લાલ, તે તો નવિ પલટાય રે; સાવ શેયની નવ નવ વર્તના રે લાલ, સવિ જાણે અસહાય રે. સા બ૦૩. સંક્ષેપાર્થ :- જ્ઞાનના અવિભાગી છતિ પર્યાય એટલે શક્તિપણે રહેલા પર્યાય જે સત્તામાં છે તેની કોઈ કાળે જાતિ પલટાય નહી કે નાશ થાય નહીં. તે જ સત્તામાં રહેલ છતિ પર્યાયો એના કાળે જ્યારે સામર્થ્યપણે પ્રગટ થાય છે ત્યારે એની શક્તિ બતાવે છે; પણ અછતિપણે કદી થાય નહીં, અર્થાતુ વર્તમાન પર્યાય એક સમય પછી ભૂત પર્યાયરૂપે જણાય અને ભવિષ્યમાં થનારા પર્યાય તે એક સમય પછી વર્તમાન પર્યાયરૂપે જણાય; પણ તેનો કદી નાશ થાય નહીં. કેવળજ્ઞાનમાં તો તે ભૂત, વર્તમાન કે ભવિષ્ય પર્યાય ત્રણેય સાથે એક સમયમાં જણાય છે. માત્ર તીરોભાવે રહેલા પર્યાય આવિર્ભાવ થાય અને આવિર્ભાવે રહેલા પર્યાય તીરોભાવે થાય. શેય પદાર્થોની નવા નવા સમયે જે નવી નવી વર્તના થાય તે કેવળજ્ઞાન વડે પ્રભુ વિના પ્રયાસે સર્વ જાણે છે. તેમાં કોઈ બીજા સહાયની ભગવંતને જરૂર હોતી નથી. કેવળજ્ઞાન પોતે જ અનંત શક્તિથી યુક્ત છે. ૩ ધર્માદિક સહુ દ્રવ્યનો રે લાલ, પ્રામભણી સહકાર રે; સાવ રસનાદિક ગુણવર્તતા રે લાલ, નિજ ક્ષેત્રે તે પાર રે. સા. પ્ર૪ સંક્ષેપાર્થ :- ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય દ્રવ્યનો તેના સંબંધમાં આવનાર પદાર્થો પ્રત્યે ઉદાસીન સહકાર હોય છે. જેમકે ગમન કરનાર જીવ કે અજીવ પુદ્ગલ, ધર્માસ્તિકાયની સહાય ઇચ્છે તો તેને ચાલવામાં સહકાર કરનાર થાય, તેમ અધર્માસ્તિકાયની સ્થિર રહેવામાં સહાય ઇચ્છે તો તેને તે ઉદાસીનપણે સહાયકર્તા થાય. ઉદાસીનપણે એટલે પોતે ચલાવે કે સ્થિર રાખે નહીં પણ જીવ કે પુદ્ગલને ચાલવું અથવા સ્થિર રહેવું હોય તો તેમાં તે મદદરૂપ થાય. જેમ માછલીને પાણીમાં ચાલવું હોય તો પાણી તેને ચાલવામાં સહાય કરે, પણ ન ચાલવું હોય તો જબરજસ્તી પાણી તેને ચલાવે નહીં; માટે તેને ઉદાસીન સહાયક ૧૬૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કહ્યાં છે. તેમ રસના એટલે જિહા ઇન્દ્રિય આદિ પણ પોત પોતાના ગુણમાં ક્યારે વર્તે છે? તો કે જ્યારે તે તે ઇન્દ્રિયોના વિષયો તે તે ઇન્દ્રિયોના ક્ષેત્રને સ્પર્શે છે ત્યારે. જેમકે સ્વાદવાળી વસ્તુ જીભ પ્રદેશને અડકે ત્યારે, સ્પર્શવાળી વસ્તુ ત્વચાને સ્પર્શે ત્યારે, ગંધના પુદ્ગલો નાસિકાની અંદર ધ્રાણેન્દ્રિય સુધી પહોંચે ત્યારે, તથા શબ્દના પુદ્ગલો કર્મેન્દ્રિયના પડદાને સ્પર્શે ત્યારે તે તે પદાર્થોનો બોધ થાય છે; તેમજ ચક્ષુ ઇન્દ્રિય માટે પ્રકાશવડે પદાર્થનું પ્રતિબિંબ આંખમાં પડે ત્યારે બોધ થાય છે. તે વિના બોધ થતો નથી. પણ પ્રભુના કેવળજ્ઞાનમાં તો દૂર કે નિકટના, ગમે તે ક્ષેત્રના, ગમે તે ભૂત, વર્તમાન કે ભવિષ્યના રૂપી કે અરૂપી સર્વે પદાર્થોનો સમકાળે બોધ થાય છે, સા. જાણંગ અભિલાષી નહિ રે લાલ, નવિ પ્રતિબિંબે જોય રે; સાવ કારક શક્ત જાણવું રે લાલ, ભાવ અનંત અમેય ૨. સાવ પ્રા૦૫ સંક્ષેપાર્થ:- પ્રભુને જગતના કોઈપણ પદાર્થને જાણવાનો અભિલાષ નથી. અથવા યપદાર્થ અમારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય એવી પણ કોઈ ઇચ્છા નથી. કારણ કે પ્રભુને મોહનીય કર્મ નષ્ટ થવાથી ઇચ્છા માત્રનો સર્વથા અભાવ થયો છે. પ્રભુને અનંતગુણો પ્રગટ્યા છે. તેના છએ કારકચક્રો- કર્તા, કાર્ય, કરણ, સંપ્રદાન, અપાદાન, આધાર વડે સહજ રીતે તેમને જાણવું થાય છે. જેમકે જ્ઞાનકારકચક્રમાં સમયે સમયે નવી નવી શૈય પ્રવૃત્તિરૂપ સંપ્રદાન અને પૂર્વ પર્યાયનું સમયે સમયે વ્યયરૂપ અપાદાન સહજ સ્વભાવ વિના પ્રયાસ થયા કરે છે અને અનંત પદાર્થોના ભાવો અમેય એટલે અમાપપણે તેમના જ્ઞાનમાં જણાયા કરે છે. પણ પ્રભુ તો સ્વસ્વભાવાનંદમાં ધ્રુવપણે, શુદ્ધપણે સર્વથા સ્થિત રહે છે. //પા! તેહ જ્ઞાન સત્તા થકે રે લાલ, ન જણાયે નિજ તત્વ રે; સાવ રુચિ પણ તેહવી નવિ વધે રે લાલ, એ અમ મોહમહત્વ છે. સાવ પ્ર૬ સંક્ષેપાર્થ -પ્રભુને જે કેવળજ્ઞાન પ્રગટ છે તેવું જ જ્ઞાન સત્તા અપેક્ષાએ મારામાં હોવા છતાં હે નાથ ! તે અમારું શુદ્ધ આત્મસ્વરૂપ અમને જણાતું નથી. તેમજ તે પ્રગટ કરવાની ચિ પણ વર્લેમાન થતી નથી. હે પ્રભુ! એ જ અમારા મોહનું મહત્વ એટલે મોટાપણું છે અર્થાત્ અમારો મોહ બહુ બળવાન હોવાથી આત્માની અનંતશક્તિઓ પ્રગટાવવાની રુચિ સરખી પણ ઉદ્દભવતી નથી. કાા

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148