Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 114
________________ (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન ૨૨૩ ભવજલનિધિ હો તારક જિનેશ્વર, પરમ મહોદય ભૂપ. શ્રી૦૪ સંક્ષેપાર્થ :- હે શુદ્ધસ્વરૂપી પ્રભુ! આપનો જ્ઞાનાનંદ તો અવ્યાબાધ એટલે બાધાપીડા રહિત સ્વરૂપવાળો છે. હે જિનેશ્વર ! આપ સંસાર સમુદ્રમાંથી ભવ્યોને તારનાર છો તથા પરમ મહોદય એવા પૂર્ણ સિદ્ધિપદના આપ ભૂપ છો અર્થાતુ રાજા છો, સ્વામી છો. //૪ નિર્મમ નિઃસંગી હો, નિર્ભય અવિકારતા, નિર્મલ સહજસમૃદ્ધિ; અષ્ટ કરમ હો વનદાહથી, પ્રગટી અન્વયે રિદ્ધિ. શ્રીપ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ પરદ્રવ્યોના મમત્વથી રહિત છો માટે નિર્મમ છો. પરદ્રવ્યોનો આપને સંગ નથી માટે નિઃસંગી છો, કેવળજ્ઞાન થવાથી સર્વથા નિર્ભય છો, વિકારનો અંશ પણ નહીં હોવાથી સદૈવ અવિકારી છો. માટે આત્માની અનંતી નિર્મળ સહજ સમૃદ્ધિ આપને પ્રાપ્ત છે. તે કારણમય અષ્ટ કર્મરૂપવનના દહન કરવાથી પ્રગટ થયેલી કાર્યરૂપ આત્માની અન્વયે રિદ્ધિ હોવાથી તેનો કોઈ કાળે પણ નાશ થનાર નથી. એવી રિદ્ધિના આપનાર હે શુદ્ધમતિ પ્રભુ! મને પણ તે આત્મરિદ્ધિનો ભોક્તા કરો. પા. આજ અનાદિની હો અનંત અક્ષતા, અક્ષર અનક્ષર રૂપ; અચલ અકલ હો અમલ અગમનું, ચિદાનંદ ચિકુપ. શ્રી ૬ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! અનાદિકાળથી સત્તામાં અનંત અક્ષતા એટલે અક્ષયપણે રહેલી આત્માની અનંત રિદ્ધિ આજે આપને શક્તિરૂપે વ્યક્ત થઈ છે. તે અનંત રિદ્ધિનું સ્વરૂપ અક્ષર કહેતા વચનવડે કહી શકાય નહીં; તે તો અનક્ષરરૂપ છે, અર્થાત્ તે વચનથી અગોચર છે. તે આપની આત્મરિદ્ધિ અચલ છે એટલે સ્થિર છે, અકલ એટલે સંસારી પ્રાણીથી કળી શકાય એમ નથી. અમલ એટલે સંપૂર્ણ કર્મમલથી રહિત નિર્મલ છે તથા અગમ એટલે છશ્વસ્થ જીવને પૂર્ણપણે ગમ પડે એમ નથી. તે તો ચિદાનંદ ચિદ્રુપ છે અર્થાત્ આત્માના જ્ઞાનાનંદમય જ્ઞાનરૂપ છે, અનુભવ સ્વરૂપ છે. Iકા અનંતજ્ઞાની હો અનંતદર્શની, અનાકારી અવિરુદ્ધ; લોકાલોક હો જ્ઞાયક સુહંક, અનાહારી સ્વયંબુદ્ધ. શ્રી ૭ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપને કેવળજ્ઞાન થવાથી આપ અનંતજ્ઞાની છો, કેવળદર્શન હોવાથી અનંતદર્શની છો. સિદ્ધ થયેલ હોવાથી આપનો આકાર ૨૨૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ દ્રષ્ટિગોચર થતો નથી. સંપૂર્ણ રાગદ્વેષરહિત હોવાથી કોઈપણ પ્રાણીને આપ વિરોધરૂપ ભાસતા નથી; માટે અવિરુદ્ધ છો. સમસ્ત લોકાલોકના આપ જ્ઞાતાદ્રષ્ટા છો. સર્વ જીવોને સુહંમરુ એટલે સુખના કારણ છો. શરીર રહિત હોવાથી આપ અનાહારી એટલે આહાર લેતા નથી. તથા પોતપોતાથી જ બોધ પામેલા હોવાથી સ્વયંબુદ્ધ છો. એવા હે શુદ્ધમતિ જિન! મને પણ એવી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરાવી મારો મનોરથ પૂર્ણ કરો. વાં. જે નિજ પાસે હો તે શું માગીએ, દેવચંદ્ર જિનરાજ; તો પિણ મુજને હો શિવપુર સાધતાં, હોજો સદા સુસહાય. શ્રી૦૮ સંક્ષેપાર્થ :- હે દેવોમાં ચંદ્રમા સમાન જિનરાજ ! અનંતજ્ઞાન, દર્શન, સુખ વીર્યાદિની સર્વ સત્તા અમારી અમારે પાસે જ છે, તો પ્રભુ આપના પ્રત્યે તે કેવી રીતે માગીએ ? તો પણ શિવપુર એટલે મોક્ષનગર માટે જવા મોક્ષમાર્ગને સાધતા એવા અમને આપ હમેશાં અવશ્ય સહાયરૂપ થજો. કારણ આપની સહાય વિના કદી મોક્ષપ્રાપ્તિ થઈ નથી, થતી નથી અને થશે નહીં. માટે હે શુદ્ધમતિ જિન! મુક્તિપુરીએ પહોંચવાના અમારા મનોરથને કૃપા કરી આપ પૂર્ણ કરો, પૂર્ણ કરો. l૮ાા. (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (છે મિહે- દેશી) કહા કિયો તમે કહો મેરે સાંઈ, ફેરિ ચલે રથ તોરણ આઈ; દિલજાનિ અરે, મેરા નાહ ન ત્યજીય નેહ કછુ અજાનિ. ૧ સંક્ષેપાર્થ :- શ્રી રાજુલ પોતાના પ્રીતમ શ્રી નેમિનાથ પ્રભુને વિનવે છે: મારા સ્વામી નેમિનાથ! આ તમે શું કર્યું? તોરણ સુધી આવી રથ ફેરવીને પાછા કેમ ચાલ્યા જાઓ છો? તેનું કારણ શું છે? તે મને શીધ્ર કહો. મારું દિલ કહેતા હૃદયને જાણી અને મારા નાહ કહેતા નાથ! સ્નેહનો ત્યાગ ન કરીએ. તમારા પ્રત્યે મારો સ્નેહ કેવો છે તે તમારાથી કંઈ અજાણ્યો નથી. તમે તો બધું જાણો છો, તો એમ શા માટે કરો છો. ૧ અટપટાઈ ચલે ધરી કછુ રોષ, પશુઅનકે શિર દે કરી દોષ. દિ૨

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148